gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: અમેરિકા વિશ્વને 150 વાર નષ્ટ કરી શકે એટલા પરમાણુ શસ્ત્રોનું માલિક, જાણો ટ્રમ્પના દાવાનું …

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
Explainer: અમેરિકા વિશ્વને 150 વાર નષ્ટ કરી શકે એટલા પરમાણુ શસ્ત્રોનું માલિક, જાણો ટ્રમ્પના દાવાનું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

World Most Powerful Nuclear Bomb : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમના દેશ પાસે સમગ્ર વિશ્વને 150 વાર નષ્ટ કરી શકાય એટલા પરમાણુ શસ્ત્રો છે. આ વિધાનમાં કેટલું સત્ય છે? શું ખરેખર અમેરિકા પાસે એટલો વિશાળ પરમાણુ શસ્ત્રભંડાર છે કે પછી ટ્રમ્પના અન્ય દાવાઓની જેમ આ દાવામાં પણ અતિશયોક્તિ રહેલી છે? 

અમેરિકાના દાવામાં કેટલું સત્ય છે?

અમેરિકા પાસે આશરે 3,700 પરમાણુ શસ્ત્રોનો ભંડાર છે, જેમાંથી લગભગ 1,400 શસ્ત્રો વિવિધ મિસાઇલો, વિમાનો અને સબમરિનો પર તૈનાત કરવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે માત્ર 100 થી 400 પરમાણુ બોમ્બ પણ ‘પરમાણુ શિયાળો’ લાવવા માટે પૂરતા છે. જો આપણે નીચલી મર્યાદા, એટલે કે 100 શસ્ત્રો લઈએ, તો અમેરિકા પાસેના 3,700 શસ્ત્રો વિશ્વને 37 વાર નષ્ટ કરવા માટે પૂરતા છે. અને જો આપણે 250 શસ્ત્રોની સરેરાશ મર્યાદા લઈએ, તો અમેરિકાની ક્ષમતા વિશ્વને 15 થી 20 વાર નષ્ટ કરવા જેટલી બને છે. તેથી એમ કહી શકાય કે વિશ્વને ‘150 વાર’ ખતમ કરવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો સાચો નથી. 

અમેરિકા ધરતીને નર્ક બનાવી શકે છે

જો અમેરિકા તેના સંપૂર્ણ પરમાણુ શસ્ત્રાગારનો ઉપયોગ કરે, તો તેના પરિણામો અકલ્પનીય હશે. વિશ્વની 50% થી વધુ વસ્તી તાત્કાલિક વિસ્ફોટ, ગરમી અને કિરણોત્સર્ગથી મૃત્યુ પામશે. બાકીની વસ્તી એક એવી દુનિયામાં જીવિત રહેશે જે પ્રબળ ઠંડી, અંધારાથી છવાયેલી, વિકિરણથી દૂષિત અને ખોરાક વગરની હશે. આવી પરિસ્થિતિમાં, માનવજાતિનું ભવિષ્ય અત્યંત અંધકારમય બની જશે.

વર્તમાન જગતનું સૌથી શક્તિશાળી સક્રિય પરમાણુ શસ્ત્ર: B-83 

વર્તમાન સમયમાં વિશ્વનો સૌથી વધુ શક્તિશાળી પરમાણુ બોમ્બ અમેરિકાનો B-83 છે. આ એક પ્રકારનો થર્મોન્યુક્લિયર બોમ્બ છે. તે સક્રિય સ્થિતિમાં હોવાથી કોઈપણ ક્ષણે ઉપયોગમાં લઈ શકાય એમ છે. 

  • B-83ની શક્તિ – 1.2 મેગાટન TNT 
  • 1 મેગાટન એટલે 10 લાખ ટન TNT થતું હોવાથી B-83 માં 12 લાખ ટન TNT જેટલી વિનાશક શક્તિ સમાયેલી છે. 
  • 1945 માં જાપાનના હિરોશિમા શહેર પર ફેંકવામાં આવેલ ‘લિટલ બોય’ બોમ્બ કરતાં B-83 લગભગ 80 ગણો વધારે શક્તિશાળી છે.

B-83 કેવો વિનાશ સર્જી શકે એમ છે? 

જો B-83 કોઈ વિશાળ અને ગીચ વસ્તીવાળા મહાનગર પર ફેંકવામાં આવે, તો તેના પરિણામો અત્યંત ભયાનક હશે. વિસ્ફોટના કેન્દ્રથી 10 થી 15 કિલોમીટરના ગોળાકાર દાયરામાં આવેલી તમામ ઇમારતો, રસ્તાઓ, પુલો અને જીવજંતુઓનો સંપૂર્ણ નાશ થઈ જશે. વિસ્ફોટ દરમિયાન ઉત્પન્ન થતું તાપમાન લગભગ 1 લાખ ડિગ્રી સેલ્સિયસ જેટલું પહોંચી શકે છે. આ તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતાં પણ વધારે છે! એનાથી ઉત્પન્ન થતી થર્મલ વેવ(તાપતરંગ) વિસ્ફોટ કેન્દ્રથી કિલોમીટરો દૂર સુધીના વિસ્તારમાં આગના ગોળા જેવી સ્થિતિ ઊભી કરશે, જે ત્યાંના સજીવોને તત્કાળ ભસ્મ કરી દેશે. વિસ્ફોટ બાદ ફેલાતો કિરણોત્સર્ગી પદાર્થ (રેડિયો એક્ટિવ ફૉલઆઉટ) લાખો લોકોમાં કેન્સર સહિતની અનેક ગંભીર આનુવંશિક બિમારીઓને જન્મ આપશે, જેની અસર ઘણી પેઢીઓ સુધી રહેશે.

આ પણ વાંચો : ચીને અમેરિકા સામેનો 24% ટેરિફ હટાવ્યાની કરી જાહેરાત, શું બંને ધૂરંધર દેશના ટ્રેડ વોરનો અંત?

ભૂતકાળમાં B-83 નેય બચ્ચું ગણાવે એવો મહા-બોમ્બ બન્યો હતો!

આજે B-83 સૌથી શક્તિશાળી સક્રિય બોમ્બ છે, પણ ભૂતકાળમાં એક એવું પરમાણુ શસ્ત્ર બનાવવામાં આવ્યું હતું, જેની સામે B-83 પણ બચ્ચું લાગે. 1961 માં તત્કાલીન સોવિયેત યુનિયન (આજનું રશિયા) દ્વારા ‘ઝાર બોમ્બ’ નામના એક વિશાળ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેની શક્તિ 50 મેગાટન TNT જેટલી હતી. એ હિરોશિમા બોમ્બ કરતાં 3,333 ગણો વધારે શક્તિશાળી હતો! જોકે, એ ફક્ત પ્રયોગ માટે જ બનાવવામાં આવ્યો હતો. કદ અને વજનમાં ખૂબ જ વિશાળ હોવાથી એને વ્યવહારિક ઉપયોગ માટે તૈનાત નહોતો કરાયો.

પરમાણુ શસ્ત્રોમાં કયો દેશ કેટલો ખમતીધર?

  • હાલમાં વિશ્વના નવ દેશો પાસે પરમાણુ શસ્ત્રોનો જથ્થો છે: અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન, ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા. 
  • રશિયા પાસે સૌથી વધુ સંખ્યામાં (આશરે 4,300) પરમાણુ શસ્ત્રો છે, પરંતુ શક્તિ અને તકનીકી ઉન્નતતાની દૃષ્ટિએ અમેરિકા આગળ છે. 
  • રશિયા પાસે RS-28 સરમાટ નામની એક અત્યાધુનિક આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ છે, જે 5 થી 10 મેગાટનની શક્તિ ધરાવે છે અને એક સાથે બહુવિધ સ્વતંત્ર લક્ષ્યભેદક વોરહેડ્સ (MIRV) વહન કરી શકે છે, જેના દ્વારા એક જ હુમલામાં સમગ્ર ખંડને લક્ષ્ય બનાવી શકાય છે. 
  • ચીનની DF-5 મિસાઇલ પણ 3 થી 5 મેગાટન શક્તિ ધરાવે છે. તે લિક્વિડ ફ્યુઅલ પર ચાલે છે. તેના વિસ્ફોટથી 50 કિમીના દાયરામાં પૂર્ણ વિનાશ થઈ શકે છે. 
  • ઉત્તર કોરિયાની હવાસોંગ-15 મિસાઇલની શક્તિ અનિશ્ચિત છે, પરંતુ તેના પરીક્ષણો દરમિયાન થયેલા જોરદાર વિસ્ફોટોને લીધે તેની ક્ષમતા વિનાશક હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે.

ભારત અને પાકિસ્તાનની પરમાણુ શક્તિ કેવી છે? 

ભારતની અગ્નિ-5 મિસાઇલ અને પાકિસ્તાનની શાહીન-3 મિસાઇલ અન્ય દેશોના શસ્ત્રો કરતાં ઓછી શક્તિશાળી છે, પરંતુ તેમની વિનાશક ક્ષમતા ઊંચી છે. અગ્નિ-5 મિસાઇલ 0.05 થી 0.2 મેગાટન (50 થી 200 કિલોટન) શક્તિ ધરાવે છે અને તે લક્ષ્યથી 5 કિમીના દાયરામાં વિનાશ કરી શકે છે. પાકિસ્તાનની શાહીન-3 મિસાઇલ 0.05 મેગાટન (50 કિલોટન) જેટલી શક્તિ ધરાવે છે, જે મુખ્યત્વે સરહદી વિસ્તારોમાં નુકસાન કરવા માટે સક્ષમ છે. 

પરમાણુ હુમલાના બહુમુખી ભીષણ પરિણામો

પરમાણુ બોમ્બના વિસ્ફોટથી થતા તાત્કાલિક વિનાશ ઉપરાંત તેના ઘણા બધા દૂરગામી પરિણામો હોય છે, જે વર્ષો અને દાયકાઓ સુધી માનવજાતિને પીડા આપતા રહે છે.

1.    બ્લાસ્ટ વેવ (હવાનો જોરદાર ધક્કો): વિસ્ફોટથી ઉત્પન્ન થતો હવાનો પ્રચંડ ધક્કો તેના માર્ગમાં આવતી દરેક વસ્તુને નષ્ટ કરી દે છે. હિરોશિમામાં વિસ્ફોટ કેન્દ્રથી 1 કિમી દૂર સુધીના દાયરામાં રહેલા લોકો હવામાં ફેંકાઈ ગયા હતા. B-83 જેવા મોટા બોમ્બના કેસમાં આવી અસર 20 થી 50 કિમી દૂર સુધીના વિસ્તારને પ્રભાવિત કરી શકે છે.

2.    થર્મલ રેડિયેશન (ઉષ્મા વિકિરણ): વિસ્ફોટ થતાં જ અત્યંત તીવ્ર પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમી લોખંડને પણ પીગાળી દે એવી હોય છે. B-83 બોમ્બના કિસ્સામાં વિસ્ફોટ કેન્દ્રથી 10 કિમી દૂર સુધીના લોકો ‘થર્ડ ડિગ્રી બર્ન’ પામીને મોતને ભેટી શકે છે.

3.    આયોનાઇઝિંગ રેડિયેશન (કિરણોત્સર્ગ): આ એક અદ્રશ્ય, સુગંધહીન અને સ્વાદહીન ખતરો છે, જે માનવ શરીરના કોષોને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. તે તાત્કાલિક ઉલટી, અતિસાર, તાવ અને વાળ ખરવાનું કારણ બની શકે છે. લાંબા ગાળે તે કેન્સર, હૃદય રોગ અને આનુવંશિક વિકૃતિઓનું કારણ બને છે.

4.    ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ (EMP): વિસ્ફોટથી ઉત્પન્ન થતો એક શક્તિશાળી EMP (વિદ્યુતચુંબકીય ઝાટકો) હજારો કિલોમીટરના દાયરામાં બધી જ ઇલેક્ટ્રોનિક ઉપકરણો, પાવર ગ્રીડ, કમ્પ્યુટર્સ અને સંચાર વ્યવસ્થાનો નાશ કરી શકે છે. તેથી સમગ્ર શહેર અથવા દેશ અંધારામાં ડૂબી જઈ અત્યાધુનિક તકનીકથી વંચિત થઈ જાય છે.

5.    ન્યુક્લિયર વિન્ટર (પરમાણુ શિયાળો): પરમાણુ યુદ્ધનું સૌથી વિશ્વવ્યાપી અને ભયાનક પરિણામ છે ન્યુક્લિયર વિન્ટર. જો સેંકડો પરમાણુ બોમ્બનો વિસ્ફોટ થાય તો તેમાંથી વિશાળ માત્રામાં ઉડતી ધૂળ અને રાખ વાતાવરણમાં છવાઈ જશે અને સૂર્યપ્રકાશને પૃથ્વી પર આવતો અવરોધશે. આના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન ઘણું જ ઘટી જશે (કેટલાક અંદાજો મુજબ -20 ડિગ્રી સેલ્સિયસ સુધી), ખેતપેદાશો નિષ્ફળ થશે, ફૂડ-ચેઈન તૂટી જશે અને અબજો લોકો ભૂખમરાને ભોગ બનશે. આ પરિસ્થિતિ માનવ સંસ્કૃતિના અસ્તિત્વ પર જ પ્રશ્નચિહ્ન લગાવી શકે છે.

આ પણ વાંચો : સૌથી મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે, ડીલ ફાઈનલ થયાની ચર્ચા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…
INDIA

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…

February 15, 2026
કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…
INDIA

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

February 15, 2026
જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…
INDIA

જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

February 15, 2026
Next Post
છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા | Pa…

છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા | Pa...

સાળંગપુરમાં દેવ દિવાળીએ દાદાને શણગાર, ડાયમંડ જડિત મયુરાકાર મુગટથી શોભી ઉઠ્યા કષ્ટભંજન દેવ | Hanuman …

સાળંગપુરમાં દેવ દિવાળીએ દાદાને શણગાર, ડાયમંડ જડિત મયુરાકાર મુગટથી શોભી ઉઠ્યા કષ્ટભંજન દેવ | Hanuman ...

જામનગર પોલીસનો સપાટો : ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે આરોપીને દબોચ્યા | Jamnagar Police ar…

જામનગર પોલીસનો સપાટો : ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે આરોપીને દબોચ્યા | Jamnagar Police ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે, નવી દિલ્હી રેલવે સ્ટેશને ટ્રાયલનો બીજો તબક્કો શરૂ | N…

હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે, નવી દિલ્હી રેલવે સ્ટેશને ટ્રાયલનો બીજો તબક્કો શરૂ | N…

6 months ago
નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રદ મુખવાસની ખરીદી માટે ભીડ ઉમટી | Crowds gather to buy healthy mou…

નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રદ મુખવાસની ખરીદી માટે ભીડ ઉમટી | Crowds gather to buy healthy mou…

4 months ago
52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

2 months ago
હીરાબાગ અને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ | People are angry over contaminat…

હીરાબાગ અને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ | People are angry over contaminat…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News