![]()
Iran-America War Astrological Prediction: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને લઈને જ્યોતિષ જગતમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાની ગ્રહદશાની ગણતરી મુજબ, આગામી સમયમાં યુદ્ધની સ્થિતિ ધીરે-ધીરે શાંત પડતી જણાશે અને મોટી જાનહાનિ કે આફતની શક્યતાઓ ઓછી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની કુંડળી અને વિદેશ નીતિ
જ્યોતિષીય આગાહી મુજબ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શપથ કુંડળી તેમના કડક અને આપખુદ નિર્ણયો તરફ ઈશારો કરતી હતી. તેમની વિદેશ નીતિમાં ધાર્યું કરવાની વૃત્તિ અને કાયદાકીય પરેશાનીઓ અંગેની અગાઉની આગાહીઓ સત્ય સાબિત થતી જણાઈ રહી છે. જોકે, વર્તમાન ગ્રહગોચર સૂચવે છે કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં આવી શકે છે.
ગ્રહણની અસરમાં ઘટાડો
સામાન્ય રીતે 15 દિવસમાં બે ગ્રહણ આવતા હોય ત્યારે ગંભીરતા વધતી હોય છે, પરંતુ ડો. લાઠીયાના જણાવ્યા મુજબ તાજેતરમાં પક્ષની ક્ષય તિથિ ન હોવાથી ગ્રહણની ગંભીરતા ઓછી જણાય છે. 3 માર્ચ, 2026 ના ચંદ્રગ્રહણ સમયે સિંહ રાશિમાં ચંદ્ર-કેતુ અને કુંભ રાશિમાં ચાર ગ્રહો (સૂર્ય, મંગળ, બુધ, રાહુ) ભ્રમણ કરતા હતા. ગુરુની નવમી દ્રષ્ટિ કુંભ રાશિ પર હોવાથી ગ્રહણની તીવ્રતામાં ઘટાડો થયો છે.
આગામી ગ્રહણો અને શુભ યોગ
વર્ષ 2026ના ઉત્તરાર્ધમાં પણ ગ્રહદશા શાંતિના સંકેત આપે છે. 12 ઓગસ્ટ, 2026 સૂર્યગ્રહણમાં પણ ગ્રહયોગો તીવ્રતા ઓછી કરતા જણાય છે. 28 ઓગસ્ટ, 2026: ચંદ્રગ્રહણ સમયે ચંદ્ર-ગુરુ-શનિનો ‘શુભ રાશિ પરિવર્તન યોગ’ સર્જાઈ રહ્યો છે, જે યુદ્ધ કે અશાંતિની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો કરશે.
ભારત અને ખાડી દેશો પર અસર
જ્યોતિષીય વિશ્લેષણ મુજબ, બહેરિન, દુબઈ, કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશોના નાગરિકોને કોઈ મોટી તકલીફ પડવાની શક્યતા નથી. જો તેઓ સરકારી સૂચનાઓનું પાલન કરશે તો ઘણી રાહત અનુભવશે.
આ પણ વાંચો: ઈરાનનો બદલો! પર્સિયન ગલ્ફમાં અમેરિકન ટેન્કર પર મિસાઈલ હુમલો, સમુદ્રની વચ્ચે ભડભડ સળગ્યું જહાજ
ભારત માટે શું છે સંકેત?
ભારતની પ્રજા માટે પણ કોઈ મોટી આફત દેખાતી નથી. જોકે, અર્થતંત્રમાં થોડી અસ્થિરતા આવી શકે છે, પરંતુ તે ચિંતાજનક સ્તરે નહીં હોય. એકંદરે ડિસેમ્બર 2026 સુધી કોઈ મોટી વૈશ્વિક દુર્ઘટનાના એંધાણ નથી. ગ્રહોના શુભ પરિવર્તનને કારણે ‘શૂળીનો ઘા સોયે સરે’ તેવી સ્થિતિ ડિસેમ્બર 2026 સુધી રહેશે તેવું પણ જ્યોતિષાચાર્યનું કહેવું છે.










