gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Explainer: ડૉલર કરતાં 10 ગણો મોંઘો રૂપિયો ગગડીને 91 સુધી કેવી રીતે પહોંચ્યો, જાણો સંપૂર્ણ ઈતિહાસ | i…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in Business
0 0
0
Explainer: ડૉલર કરતાં 10 ગણો મોંઘો રૂપિયો ગગડીને 91 સુધી કેવી રીતે પહોંચ્યો, જાણો સંપૂર્ણ ઈતિહાસ | i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Rupee Devaluation History: હાલમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય 1 અમેરિકન ડૉલરના 91 રૂપિયા જેટલું થઈ ગયું છે. રૂપિયો સતત ગગડતો રહ્યો હોવાથી એની આ ‘પડતી’ બાબતે કોઈને આશ્ચર્ય નહીં થાય, પણ આશ્ચર્યજનક લાગે એવી હકીકત એ છે કે, ભૂતકાળમાં રૂપિયો ડૉલર કરતાં વધુ શક્તિશાળી હતો! 100 વર્ષ અગાઉ 1 રૂપિયાનું મૂલ્ય 10 ડૉલર જેટલું હતું! તો પછી આજે રૂપિયાનું આટલું બધું અવમૂલ્યન કેવી રીતે થયું? ચાલો, જાણીએ તેની પાછળના આર્થિક, રાજકીય અને વૈશ્વિક કારણો.

બ્રિટિશ શાસનમાં ‘મજબૂત’ હતો રૂપિયો

100 વર્ષ અગાઉ ભારત બ્રિટિશ સામ્રાજ્યને આધીન હતું ત્યારે ભારતીય રૂપિયો(INR) બ્રિટિશ પાઉન્ડ(GBP) સાથે સીધો જોડાયેલો હતો. આજની જેમ એ જમાનામાં પણ પાઉન્ડ ડૉલર કરતાં વધુ મૂલ્યવાન ચલણ હતું. (હાલમાં 1 GBP= 120 INR છે.) પાઉન્ડ સાથેના જોડાણને કારણે ભારતીય રૂપિયાનું મૂલ્ય પણ ડૉલર કરતાં ઘણું ઊંચું હતું. ઐતિહાસિક સંદર્ભો પ્રમાણે, 1925 સુધી 1 ભારતીય રૂપિયો લગભગ 10 ડૉલરની સમકક્ષ હતો. આ સ્થિતિ સ્વાભાવિક હતી કારણ કે તે સમયે ચલણનું મૂલ્ય તેને ટેકો આપતા સોનાના ભંડાર અને સામ્રાજ્યની આર્થિક શક્તિ પર આધારિત હતું. બ્રિટિશ શાસનનો પાવર રૂપિયાને મજબૂતી બક્ષતો હતો. 

સ્વતંત્રતા પછી રૂપિયાની પડતી થવા લાગી 

1947માં સ્વતંત્રતા મળ્યા પછી ભારતે સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે આર્થિક નીતિઓને આકાર આપવાનું શરૂ કર્યું. રૂપિયાનું મૂલ્ય હવે પાઉન્ડ સાથે જોડાયેલું નહોતું, જેને કારણે રૂપિયાનું મૂલ્ય ઘટવાની શરૂઆત થઈ. ત્યાર પછી વર્ષોવર્ષ રૂપિયાનું મૂલ્ય ઘટતું ગયું. 

– 1947 (સ્વતંત્રતા પછી): 1 USD = 3.3 INR

– 1966: ગંભીર આર્થિક પરિસ્થિતિના કારણે ભારત સરકારે રૂપિયાનું નાટકીય અવમૂલ્યન કર્યું, જેના કારણે દર 1 USD = 7.5 INR થઈ ગયો.

– 1991: ઊંચા ફુગાવાને કારણે ભારતે બીજા મોટા અવમૂલ્યન અને આર્થિક સુધારા કર્યા, જેથી રૂપિયાની કિંમત 1 USD = 17.5 INR પર પહોંચી ગઈ.

– 2000થી 2020: વધતી આયાત અને અન્ય વૈશ્વિક કારણોસર રૂપિયો સતત નબળો પડતો ગયો. 2020 સુધીમાં 1 USD = 76 INR ના સ્તરે પહોંચી ગયો.

– 2025: હાલમાં વિદેશી રોકાણમાં ઘટાડો, વેપાર ખાધ અને વૈશ્વિક અનિશ્ચિતતા જેવા કારણોસર રૂપિયો ઐતિહાસિક નીચા સ્તરે (1 USD = 91 INR) પહોંચી ગયો છે.

આ પણ વાંચો: ચાંદી ઐતિહાસિક ટોચે: MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો

રૂપિયાના ઘટાડાના પાછળના મુખ્ય કારણો

રૂપિયાના મૂલ્યમાં વર્ષોવર્ષ થતો ઘટાડો કોઈ એક કારણસર નથી થયો; એમાં નીચે મુજબના પરિબળો સામેલ છે. 

1.  સ્વતંત્ર નીતિઓ અને અર્થતંત્રનો વિકાસ: બ્રિટિશ પાઉન્ડ સાથેનું જોડાણ સમાપ્ત થઈ જતાં રૂપિયાનું મૂલ્ય ભારતના પોતાના આર્થિક સંદર્ભો, વેપાર સંતુલન અને નીતિ નિર્ણયો પર આધારિત બની ગયું.

2.  આર્થિક સંકટો અને અવમૂલ્યન: 1966 અને 1991ના આર્થિક સંકટોએ રૂપિયાના મૂલ્યમાં મોટા અને સતત ઘટાડા કર્યા, જેમાંથી પૂર્ણપણે સાજા થવામાં વર્ષો લાગી ગયા.

3.  વેપાર અસંતુલન (ખાધ): ભારત તેની ઘણી જરૂરિયાતો, જેમ કે ક્રૂડ ઓઇલ, સોનું અને ઇલેક્ટ્રૉનિક્સ, માટે આયાત પર ખૂબ આધાર રાખે છે. આયાત વધુ અને નિકાસ ઓછી હોવાથી વેપાર ખાધ (Trade Deficit) ઊભી થાય છે, જે રૂપિયા પર ઘટાડાનું દબાણ લાવે છે.

4.  વૈશ્વિક પરિબળો: 2008ની વૈશ્વિક મંદી અને 2020ના કોવિડ-19 મહામારી જેવી વૈશ્વિક આર્થિક ઘટનાઓ વિશ્વભરના રોકાણને પ્રભાવિત કરે છે, જેને પરિણામે ભારત જેવા ઉભરતા બજારોમાંથી ભંડોળ બહાર ખેંચાઈ જાય છે.

5.  ડૉલરની સ્થિતિ: અમેરિકન ડૉલર વિશ્વનું પ્રાથમિક આરક્ષિત ચલણ (Reserve Currency) છે. જ્યારે પણ વૈશ્વિક આર્થિક અથવા ભૂ-રાજકીય અનિશ્ચિતતા સર્જાય છે, ત્યારે રોકાણકારો અને કેન્દ્રીય બેંકો જોખમથી દૂર જઈને પોતાની મૂડીને સુરક્ષિત ગણાતાં ડૉલર અને યુ.એસ. ટ્રેઝરીમાં ખસેડી લે છે, જેનાથી વિશ્વભરમાં ડૉલરની માંગ અને મૂલ્ય વધે છે. પરિણામે ભારતીય અર્થતંત્ર પર બેવડી નકારાત્મક અસર પડે છે. એક તરફ, ભારતમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) તેમનું ભંડોળ પાછું ખેંચી ડૉલરમાં રૂપાંતરિત કરે છે, જેથી રૂપિયા પર વેચાણનું દબાણ ઊભું થાય છે. બીજી તરફ, મજબૂત ડૉલર ક્રૂડ ઓઇલ અને અન્ય આયાતી માલને વધુ મોંઘો બનાવે છે, જેથી દેશની વેપાર ખાધ વધે છે અને રૂપિયાની કિંમત પર ઘટાડાનું દબાણ આવે છે. આમ, વૈશ્વિક તણાવના સમયે ડૉલર તરફ થતાં પલટો સીધી રીતે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કરે છે.

વિશ્વમાં ડૉલર કરતાં વધુ મજબૂત ચલણો પણ છે, કયાં કયાં? 

વિશ્વભરમાં અમેરિકન ડૉલરનો દબદબો હોવા છતાં એવા પણ ઘણાં ચલણ છે જે ડૉલર કરતા મજબૂત છે. BookMyForex વેબસાઇટ પ્રમાણે, વર્તમાન વિનિમય દરો અનુસાર, નીચેના ચલણો ડૉલર કરતાં વધુ મૂલ્યવાન છે.

–  કુવૈતી દિનાર (KWD): 1 KWD = 292.28 INR (એટલે કે 1 KWD = 3.25 USD)

–  બહેરીન દિનાર (BHD): 1 BHD = 238.09 INR (= 2.65 USD)

– ઓમાની રિયાલ (OMR): 1 OMR = 226.38 INR (= 2.52 USD)

– બ્રિટિશ પાઉન્ડ (GBP): 1 GBP = 120.19 INR

– યુરો (EUR): 1 EUR = 105.13 INR

– સ્વિસ ફ્રેંક (CHF): 1 CHF = 112.84 INR

આ પણ વાંચો: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટેરિફ મુક્ત વેપાર સમજૂતી, કૃષિથી લઈને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને ફાયદો

આ ચલણો મુખ્યત્વે મજબૂત ક્રૂડ ઓઈલ ઈકોનોમી (કુવૈત, બહેરીન, ઓમાન)ની સાથે સમૃદ્ધિ, રાજકીય સ્થિરતા (યુ.કે., સ્વિટ્ઝરલેન્ડ, યુરોઝોન) ધરાવતા દેશો સાથે સંકળાયેલા છે.

તો પછી ભારતી રૂપિયાનું ભવિષ્ય શું હોઈ શકે?

100 વર્ષમાં 1 રૂપિયાના 10 ડૉલરથી લઈને 1 ડૉલરના 91 રૂપિયા થઈ જવાની યાત્રા એ સ્વતંત્ર ભારતની આર્થિક સફર, વૈશ્વિક પડકારોનો સામનો કરવાની તેની ક્ષમતા અને વૈશ્વિક અર્થતંત્રોમાં રહેલી ગતિશીલતાનું પ્રતિબિંબ છે. રૂપિયાની શક્તિ આજે પણ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ, વિદેશી રોકાણના પ્રવાહ અને કેન્દ્રીય બેંકની નીતિઓ જેવા ઘણાં પરિબળો દ્વારા નિર્ધારિત થાય છે. રૂપિયાની આ ‘પડતી-કથા’ દર્શાવે છે કે ચલણના મૂલ્યની ઉત્ક્રાંતિ એક જટિલ પ્રક્રિયા છે, જે રાષ્ટ્રની આર્થિક નીતિઓ અને વૈશ્વિક ઘટનાઓની ગતિ સાથે ગૂંથાયેલી હોય છે.

Explainer: ડૉલર કરતાં 10 ગણો મોંઘો રૂપિયો ગગડીને 91 સુધી કેવી રીતે પહોંચ્યો, જાણો સંપૂર્ણ ઈતિહાસ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રક્ષા શક્તિ સ્કૂલ, જીરા (ગીર પૂર્વ), અમરેલી ખાતે ગ્રેનેડિયર રેજીમેન્ટના નિવૃત્ત આર્મીમેન શ્રી ભાવેશભ…

રક્ષા શક્તિ સ્કૂલ, જીરા (ગીર પૂર્વ), અમરેલી ખાતે ગ્રેનેડિયર રેજીમેન્ટના નિવૃત્ત આર્મીમેન શ્રી ભાવેશભ...

અરવલ્લીના પહાડો-જંગલો બચાવો! આવતીકાલે ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાનું જન સંમેલન, આંદોલનની ચિમકી | Sabark…

અરવલ્લીના પહાડો-જંગલો બચાવો! આવતીકાલે ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાનું જન સંમેલન, આંદોલનની ચિમકી | Sabark...

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ | Gujarat STD 10 1…

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ | Gujarat STD 10 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી | Delhi Blast: Dr Umar aide arrest…

દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી | Delhi Blast: Dr Umar aide arrest…

8 months ago
વડોદરા કોર્પોરેશન 10 પ્લોટોની તા.23 અને 30મીએ હરાજી કરાશે | Vadodara Corporation will auction 10 plo…

વડોદરા કોર્પોરેશન 10 પ્લોટોની તા.23 અને 30મીએ હરાજી કરાશે | Vadodara Corporation will auction 10 plo…

1 year ago
ખિસકોલી સર્કલ નજીક અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત | Woman injured in accident near Khishkoli Circle di…

ખિસકોલી સર્કલ નજીક અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત | Woman injured in accident near Khishkoli Circle di…

2 months ago
સુરત પાલિકાના સફાઈ કામદારોને વગર વ્યાજની લોન મળે તે માટે થશે આયોજન | SMC Plans to provide interest f…

સુરત પાલિકાના સફાઈ કામદારોને વગર વ્યાજની લોન મળે તે માટે થશે આયોજન | SMC Plans to provide interest f…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News