gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

GST બચત ઉત્સવની શરૂઆત, આત્મનિર્ભર ભારતની હાકલ: PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની મુખ્ય વાતો | PM Modi Ad…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in INDIA
0 0
0
GST બચત ઉત્સવની શરૂઆત, આત્મનિર્ભર ભારતની હાકલ: PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની મુખ્ય વાતો | PM Modi Ad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Addresses the Nation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST સ્લેબમાં સુધારા લાગુ થયાના એક દિવસ અગાઉ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું, કે ‘નવરાત્રિના પ્રથમ દિવસથી GST બચત ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. તમે તમારી મનપસંદ વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકશો. દેશના ગરીબ, મિડલ ક્લાસ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વેપારીઑને આ બચત ઉત્સવનો લાભ મળશે. તહેવારોની સિઝનમાં સૌ કોઈનું મોં મીઠું થશે.’ 

દાયકાઓ સુધી ટેક્સની જાળમાં ફસાયેલો હતો દેશ: PM મોદી 

PM મોદીએ વધુમાં કહ્યું, કે ભારતના દેશની જનતા તથા વેપારી દાયકાઓ સુધી વિવિધ ટેક્સની જાળમાં ફસાયેલા હતા. એક શહેરથી બીજા શહેરમાં માલ-સામાન પાઠવવો હોય તો અનેક મંજૂરીઓ લેવી પડતી તથા ટેક્સ ભરવા પડતાં. વિવિધ સ્થળો પર ટેક્સના જુદા જુદા નિયમો હતા. 2014માં એક કંપનીને કોઈ માલ-સામાન બેંગલુરુથી હૈદરાબાદ મોકલવો હોય તો, માલ-સામાન બેંગલુરુથી સીધું જ હૈદરાબાદ મોકલો તેની સરખામણીમાં માલ-સામાન પહેલા યુરોપ મોકલી ત્યાંથી હૈદરાબાદ મોકલવો સરળ પડતો. 

રોજિંદા જીવનની વસ્તુઓ સસ્તી થશે: PM મોદી

PM મોદીએ કહ્યું, કે ‘દેશની વર્તમાન જરૂરિયાત અને ભવિષ્યના સપનાઓને જોતાં GSTમાં સુધારા લાગુ થશે. હવેથી માત્ર 5 અને 18 ટકા એમ બે જ સ્લેબ રહેશે. ખાણીપીણીનો સામાન, દવાઓ, સાબુ, બ્રશ, આરોગ્ય વીમા સહિત અનેક સામાન-સેવાઓ સસ્તી થઈ જશે. જે સામાન અગાઉ 12 ટકા ટેક્સ લગાવાતો હતો, તેમાંથી 99 ટકા વસ્તુઓ હવે 5 ટકા સ્લેબમાં સમાવાઈ છે. 

ફરવા જવું પણ સસ્તું થઈ જશે: PM મોદી

આ વર્ષે જ સરકારે 12 લાખ રૂપિયાની સુધીની આવક પર આવકવેરા પર રાહત આપી. હવે GSTમાં સુધારાના કારણે લોકોને ડબલ ગિફ્ટ મળી છે. ઘર માટે ટીવી, ફ્રિજ, બાઈક કે કાર ખરીદવી સસ્તી થઈ જશે. હવે ફરવા જવું પણ સસ્તું થઈ જશે કારણ કે હોટલ રૂમના ભાડા પર પણ GST ઘટાડવામાં આવ્યો છે. મને ખુશી છે કે આ સુધારાથી વેપારીઓ પણ ખુશ છે. 

PM મોદીએ દાવો કર્યો છે કે આવકવેરા અને GSTના છૂટનો સરવાળો કરીએ તો છેલ્લા એક વર્ષમાં લેવાયેલા નિર્ણયના કારણે દેશના લોકોની અઢી લાખ કરોડ રૂપિયાની બચત થશે. 

આત્મનિર્ભર ભારતની હાંકલ 

PM મોદીએ આત્મનિર્ભર ભારતની હાંકલ કરતાં કહ્યું કે, GSTમાં સુધારાના કારણે MSMEsને પણ ડબલ ફાયદો થવાનો છે. મારી તમારાથી ઘણી અપેક્ષા છે. ભારતની જરૂરિયાતની ચીજ વસ્તુઓ ભારતમાં જ બનવી જોઈએ. આપણાં દેશમાં તૈયાર થયેલી પ્રોડક્ટ્સ દુનિયામાં દરેક કસોટી પર શ્રેષ્ઠ હોવી જોઈએ. ઉદ્યોગો એવી પ્રોડક્ટ્સ બનાવે જે દુનિયામાં ભારતનું ગૌરવ વધારે. દેશની સમૃદ્ધિને સ્વદેશીના મંત્રથી જ શક્તિ મળશે. આપણાં રોજબરોજની વસ્તુઓમાં વિદેશી વસ્તુઓ જોડાઈ ગઈ છે. આપણે તેનાથી પણ મુક્તિ મેળવવી પડશે. આપણે મેડ ઈન ઈન્ડિયા સામાન જ ખરીદવો જોઈએ. 

રાજ્યોને અપીલ

PM મોદીએ ભારતની તમામ રાજ્ય સરકારોને અપીલ કરતાં કહ્યું, કે આત્મનિર્ભર ભારતના અભિયાનમાં તમે પણ જોડાઓ અને તમારા રાજ્યમાં રોકાણ માટે માહોલ બનાવો. મેન્યુફેક્ચરિંગને ગતિ આપો. કેન્દ્ર અને રાજ્ય મળીને આગળ વધશે તો દરેક રાજ્ય વિકસિત થશે અને ભારત વિકસિત થશે. 

PM મોદીનું ભાષણ લાઈવ:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારે ક્યારે કર્યું રાષ્ટ્રજોગ સંબોધન? 

8 નવેમ્બર 2016 – નોટબંધીની જાહેરાત

27 માર્ચ 2019 – મિશન શક્તિ

24 માર્ચ 2020 – કોવિડ 19 લોકડાઉનની જાહેરાત .

14 એપ્રિલ 2020 – ફરી લોકડાઉનને લઈને સંબોધન

12 મે 2020 –  આત્મનિર્ભર ભારત આર્થિક પેકેજની જાહેરાત 

30 જૂન 2020 – લોકડાઉનમાં છૂટ એટલે કે અનલોક 2.0 અંગે જાહેરાત 

20 ઓકટોબર 2020 – કોવિડ સંબંધિત નીતિઓ મુદ્દે જાહેરાત 

7 જૂન 2021 – કોરોના વેક્સિનેશન ડ્રાઈવ અંગે જાહેરાત 

19 નવેમ્બર 2021 – ત્રણ કૃષિ કાયદા રદ કરવા અંગે જાહેરાત 

8 ઓગસ્ટ 2019 – કલમ 370 હટાવ્યા બાદ સંબોધન

12 મે 2025 – ઓપરેશન સિંદૂર અંગે 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…
INDIA

CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…

March 19, 2026
VIDEO : અયોધ્યામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના! જાણો શું છે તેની ખા…
INDIA

VIDEO : અયોધ્યામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના! જાણો શું છે તેની ખા…

March 19, 2026
LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…
INDIA

LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…

March 19, 2026
Next Post
આવું ન ચાલે, પરીક્ષા રદ કરો… અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોનો હોબાળો, પેપર લીકનો …

આવું ન ચાલે, પરીક્ષા રદ કરો... અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોનો હોબાળો, પેપર લીકનો ...

દિવાળીમાં સુરતથી એક્સ્ટ્રા 1600 ST બસો દોડાવાશે, વતન જવા માટે ગૃપ બુકિંગ પણ કરાવી શકાશે | Extra 1600…

દિવાળીમાં સુરતથી એક્સ્ટ્રા 1600 ST બસો દોડાવાશે, વતન જવા માટે ગૃપ બુકિંગ પણ કરાવી શકાશે | Extra 1600...

વડોદરામાં રોજ દસ લાખથી વધુ લોકો ગરબા રમવા અને જોવા ઉમટશે, પાસ પાછળ રૂ. 40 કરોડથી વધુનો ખર્ચ કરશે | N…

વડોદરામાં રોજ દસ લાખથી વધુ લોકો ગરબા રમવા અને જોવા ઉમટશે, પાસ પાછળ રૂ. 40 કરોડથી વધુનો ખર્ચ કરશે | N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો, કપાળે વાગ્યો લોખંડનો ટુકડો | ahmedabad m…

અમદાવાદ: પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો, કપાળે વાગ્યો લોખંડનો ટુકડો | ahmedabad m…

5 months ago
વખારની નવી ચણેલી 10 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરના મોત | 2 laborers die as newly constructed 1…

વખારની નવી ચણેલી 10 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરના મોત | 2 laborers die as newly constructed 1…

3 months ago
નશાની હાલતમાં અર્ધનગ્ન થઈને ટ્રાન્સજેન્ડરે વલસાડ પોલીસ પરિસરમાં કરી ધમાલ, લોકઅપમાં કર્યો આપઘાતનો પ્ર…

નશાની હાલતમાં અર્ધનગ્ન થઈને ટ્રાન્સજેન્ડરે વલસાડ પોલીસ પરિસરમાં કરી ધમાલ, લોકઅપમાં કર્યો આપઘાતનો પ્ર…

2 months ago
વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે | E…

વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે | E…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News