![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ૭૪મા પદવીદાન સમારોહમાં ૧૫૦૩૧ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે.જેમાં બેચલર કોર્સના ૧૧૫૨૫ અને માસ્ટર કોર્સના ૨૭૦૮ વિદ્યાર્થીઓની સાથે પીએચડીના ૨૭૧ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
તા.૮ નવેમ્બરે યુનિવર્સિટી હેડ ઓફિસની પાછળ આવેલા કોન્વોકેશન ગ્રાઉન્ડમાં ૭૪મો પદવીદાન સમારોહ યોજવા માટેની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.સવારે ૧૧ વાગ્યાથી સમારોહનો પ્રારંભ થશે.જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દીક્ષાંત પ્રવચન આપશે.વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સત્તાધીશોએ વોટરપ્રૂફ ડોમ ઉભો કરવાનો નિર્ણય લીધો છે.ડિગ્રી મેળવનારાઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગર્લ્સની સંખ્યા બોયઝ કરતા વધારે છે.બેચલર ડિગ્રી મેળવનારાઓમાં ૬૧૨૯ ગર્લ્સ અને ૫૩૯૬ બોયઝ છે.જ્યારે માસ્ટર ડિગ્રી મેળવનારાઓમાં ૧૬૩૨ ગર્લ્સ અને ૧૦૭૬ બોયઝ છે.પીએચડીની ડિગ્રી મેળવનારા સ્ટુડન્ટસમાં પણ ૧૪૫ ગર્લ્સ અને ૧૨૬ બોયઝનો સમાવેશ થાય છે.ડિગ્રી મેળવનારા ૧૫૦૩૧ સ્ટુડન્ટસમાંથી ૮૦૪૪ તો કોમર્સ ફેકલ્ટીના છે.આમ ૫૦ ટકા કરતા વધારે વિદ્યાર્થીઓને બીકોમ અને એમકોમની ડિગ્રી મળશે.
ફેકલ્ટી પ્રમાણે ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ
ફેકલ્ટી બેચલર માસ્ટર પીએચડી
આર્ટસ ૮૪૮ ૨૬૯ ૫૮
કોમર્સ ૭૦૩૫ ૭૯૩ ૧૫
એજ્યુકેશન ૨૪૭ ૯૬ ૧૯
હોમસાયન્સ ૩૧૦ ૫૭ ૧૮
ફાઈન આર્ટસ ૧૨૧ ૮૨ ૫
જર્નાલિઝમ ૨૮ ૨૬
લો ૫૦૧ ૬૦ ૪
મેનેજમેન્ટ ૧૧૯ ૫
મેડિસિન ૬૫૦ ૨૦૫
પરફોર્મિંગ આર્ટસ ૧૦૦ ૫૫ ૧૩
ફાર્મસી ૩૫ ૪૨ ૧૦
સાયન્સ ૯૧૨ ૪૮૮ ૬૭
સોશ્યલ વર્ક ૨૩ ૯૩ ૫
ટેકનોલોજી ૭૧૫ ૩૨૩ ૫૨
ગત્ વર્ષ કરતાં બમણા વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી મળશે
યુનિવર્સિટીમાં પીએચડી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.ગત વર્ષે ૧૪૨ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.આ વર્ષે ૭૪મા પદવીદાન સમારોહમાં ૨૭૧ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી અપાશે.સૂત્રોનું કહેવું છે કે, તત્કાલિન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવના કાર્યકાળમાં લેવાયેલા કેટલાક વહીવટી નિર્ણયોના લીધે ઘણા વિદ્યાર્થીઓનું પીએચડી કાર્ય અટક્યું હતું અથવા તો વિલંબમાં પડયું હતું અને તેના કારણે ૨૦૨૪-૨૫ના વર્ષમાં પીએચડીની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.










