gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

UAEના પ્રમુખ-PM મોદીની બેઠકમાં ગુજરાત અંગે 2 મોટા નિર્ણય, નકશીકામ કરેલો હીંચકો ભેટમાં આપ્યો | Meetin…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in INDIA
0 0
0
UAEના પ્રમુખ-PM મોદીની બેઠકમાં ગુજરાત અંગે 2 મોટા નિર્ણય, નકશીકામ કરેલો હીંચકો ભેટમાં આપ્યો | Meetin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

UAE President in Delhi: UAEના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સોમવારે 2 થી 3 કલાકની ભારતની મુલાકાતે ભારત પહોંચ્યા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે 4:30 કલાકે પ્રોટોકોલ તોડીને દિલ્હીના પાલમ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. અને એક જ કારમાં બેસી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં કહ્યું હતું કે હું મારા ભાઈને લેવા જાતે જ એરપોર્ટ પર આવ્યો છું.

ગુજરાતનો નકશીકામ કરેલો રજવાડી હિંચકો ભેટ આપ્યો

જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર પ્રમુખ શેખ ઝાયદ અને તેમના પરિવારનું દિલ્હીમાં પોતાના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર પણ ભવ્ય સ્વાગત કર્યું હતું.  કાશ્મીરની પશ્મિના શાલ તથા ગુજરાતનો નકશીકામ કરેલો હીંચકો ભેટમાં આપ્યો હતો. મહત્વનું છે કે UAEના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાને છેલ્લા 10 વર્ષોમાં ભારતની 5મી વખત યાત્રા કરી છે અને UAEના રાષ્ટ્ર પ્રમુખ તરીકે તેમની ત્રીજી સત્તાવાર ભારતની યાત્રા છે. 

દ્વિપક્ષીય વેપાર બમણો કરાશે

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પ્રમુખ શેખ ઝાયદ વચ્ચે થયેલી બેઠકની માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે વેપારના મોરચે 2022માં બંને દેશોએ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે પછી બંને દેશો વચ્ચે 100 બિલિયન ડોલરનો કારોબાર થયો છે. તેને જોતાં બંને નેતાઓએ લક્ષ્યને વધારવાનો નિર્ણય કર્યો છે. જે 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરી 200 અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે MSME ઉદ્યોગો માટે નિકાસને પશ્ચિમ એશિયાઈ, આફ્રિકન અને યુરેશિયન પ્રદેશોમાં તે સરળ બનાવવામાં આવશે’

ગુજરાત માટે બે મોટા નિર્ણયો

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR): ગુજરાતના ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ટ્રેનિંગ સ્કૂલ, ગ્રીનફિલ્ડ પોર્ટ અને સ્માર્ટ અર્બન ટાઉનશિપના વિકાસ માટે UAEની ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી છે.

ગિફ્ટ સિટી (GIFT City): ગિફ્ટ સિટીમાં ‘ડીપી વર્લ્ડ’ (DP World) અને ‘ફર્સ્ટ અબુ ધાબી બેંક’ (FAB) ની શાખાઓની સ્થાપના કરશે.

મુખ્ય આર્થિક અને વ્યૂહાત્મક પહેલ

દ્વિપક્ષીય વેપાર: બંને દેશોએ 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 200 અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય

MSME ક્ષેત્ર: બંને દેશોના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને જોડવા માટે ‘ભારત માર્ટ’, ‘વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોર’ અને ‘ભારત-આફ્રિકા સેતુ’ જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે.

રોકાણ: વર્ષ 2026માં લોન્ચ થનારા બીજા ‘NIIF ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ’ માં રોકાણ કરવા માટે ભારતના વડાપ્રધાને UAE ને આમંત્રણ આપ્યું

ટેકનોલોજી અને વિજ્ઞાન

અવકાશ ક્ષેત્ર (Space Sector): અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના વ્યાપારીકરણ માટે સંયુક્ત મિશન અને ઉદ્યોગિક બેઝ તૈયાર કરવા પર સહમતી સધાઈ છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI): ભારતમાં સુપરકમ્પ્યુટિંગ ક્લસ્ટર અને ડેટા સેન્ટર્સ સ્થાપવા તેમજ બંને દેશો વચ્ચે ‘ડિજિટલ એમ્બેસી’ બનાવવાની શક્યતાઓ પર વિચાર કરવામાં આવશે. ફેબ્રુઆરી 2026માં ભારતમાં યોજાનાર ‘AI ઇમ્પેક્ટ સમિટ’ ને UAEએ સમર્થન જાહેર કર્યું

ઊર્જા અને ખાદ્ય સુરક્ષા

LNG કરાર: હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ADNOC ગેસ વચ્ચે 10 વર્ષનો કરાર થયો છે, જે અંતર્ગત 2028 થી દર વર્ષે 0.5 મિલિયન ટન લિક્વિફાઇડ નેચરલ ગેસની સપ્લાય કરવામાં આવશે.

પરમાણુ ઊર્જા: ‘શાંતિ’ (SHANTI) કાયદા હેઠળ સિવિલ ન્યુક્લિયર કોઓપરેશન અને સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ (SMRs)ના વિકાસમાં સહયોગની વાત કરવામાં આવી છે.

ખાદ્ય સુરક્ષા: ટકાઉ કૃષિ અને સપ્લાય ચેઈનને મજબૂત કરવા માટે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) પર ભાર મૂકવામાં આવ્યો

ન્યુક્લિયર અંગે સહકાર વધારવા બંને પક્ષો વચ્ચે ચર્ચા 

આ સિવાય બંને દેશો વચ્ચે એડવાન્સ્ડ ન્યુક્લિયર ટેકનોલોજીમાં પાર્ટનરશિપ માટે પણ ચર્ચા કરવામાં આવી છે. જેમાં મોટા ન્યુક્લિયર રિએક્ટર, પાવર પ્લાન્ટ ઓપરેશન, મેઈન્ટેનન્સ, ન્યુક્લિયર સેફ્ટી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ભારતમાં એક સુપરકોમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપિત કરવામાં પણ UAE મદદ કરશે. UAE ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા વધારવા પર વિચાર કરશે તથા આવતા મહિને ભારતમાં આયોજિત AI સમિટમાં પણ ભાગ લેશે. બંને પક્ષોએ ડિજિટલ અથવા ડેટા એમ્બેસી સ્થાપિત કરવા પણ વિચાર કર્યો.

આ પણ વાંચો: UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | UAE President …

UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | UAE President ...

શિંદે પોતાની જ જાળમાં ફસાયા? મુંબઈમાં મેયરની ખેંચતાણ વચ્ચે ભાજપે મૂકી મોટી શરત | BMC Election : Than…

શિંદે પોતાની જ જાળમાં ફસાયા? મુંબઈમાં મેયરની ખેંચતાણ વચ્ચે ભાજપે મૂકી મોટી શરત | BMC Election : Than...

નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ, અટલ-અડવાણી જેવા દિગ્ગજોના પક્ષનું સુકાન હવે 45 વર્ષીય…

નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ, અટલ-અડવાણી જેવા દિગ્ગજોના પક્ષનું સુકાન હવે 45 વર્ષીય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

4 months ago
બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

7 months ago
વરસાદની એન્ટ્રી થતા તમામ મોટા ગરબા કેન્સલ કરાયા | All major Garba celebrations cancelled due to rain

વરસાદની એન્ટ્રી થતા તમામ મોટા ગરબા કેન્સલ કરાયા | All major Garba celebrations cancelled due to rain

9 months ago
ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ છતાં સરકાર અમલ કરવા રાજી નથી | suprem…

ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ છતાં સરકાર અમલ કરવા રાજી નથી | suprem…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News