gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: અમદાવાદના બગોદરા હાઇવે પર મોતના ખાડા, અનેક ટ્રક પલટ્યાં, ટ્રાફિકજામની સમસ્યા | deadly pothole…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
VIDEO: અમદાવાદના બગોદરા હાઇવે પર મોતના ખાડા, અનેક ટ્રક પલટ્યાં, ટ્રાફિકજામની સમસ્યા | deadly pothole…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bagodara Highway in Ahmedabad: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ રોડ-રસ્તાઓની હાલત દયનિય બની છે. ખાસ કરીને, સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર-ઠેર મોટા ખાડા અને ગાબડાં પડ્યા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ હાઈવે પર જાણે મોતનો ખાડો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મસમોટા ખાડાઓના કારણે  હાઈવે પર ત્રણ જેટલા ભારે વાહનો ખોટકાયા હતા, જેમાંથી બે વાહનો તો ખાડાના કારણે પલટી મારી ગયા હતા. આ સાથે અન્ય નાના વાહનોને પણ ખાડામાં પડવાથી ભારે નુકસાન થયું છે. ખાડામાં વરસાદી પાણી ભરાયેલું હોવાથી વાહનચાલકોને ખાડાની ઊંડાઈનો અંદાજ ન આવતો હોવાથી અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેના કારણે ટ્રાફિકજામ પણ થાય છે.

આ પણ વાંચો: પંચમહાલઃ ભારે વરસાદના કારણે મોડી રાત્રે ધરાશાયી થયું મકાન, કાટમાળમાં દટાતા મહિલાનું મોત

​​અકસ્માતોમાં વાહનોને મોટું નુકસાન 

આ હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે અનેક વાહનચાલકોએ પોતાના વાહનો પરનો કાબૂ ગુમાવ્યો છે અને પલટી મારી છે. આ અકસ્માતોમાં વાહનોને મોટું નુકસાન થયું છે અને વાહનચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થાય છે. અકસ્માતોના કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે, જેના કારણે વાહનચાલકોને કલાકો સુધી અટવાઈ રહેવું પડે છે.

સર્વિસ રોડ પર પણ મોટા ખાડા અને ગાબડાં 

​​હાઈવે પરના મુખ્ય રસ્તા ઉપરાંત, સર્વિસ રોડની પણ હાલત ખરાબ છે. સર્વિસ રોડ પર પણ મોટા ખાડા અને ગાબડાં પડ્યા છે, જેના કારણે સ્થાનિક વાહનચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત, હાઈવે પરના કેટલાક પુલો પર પણ મસમોટા ગાબડાં પડ્યા છે, જે ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે. હાઈવે પર બે ભારે વાહનો ખાડાને કારણે પલટી ગયા હતા, પરંતુ સદ નસીબે તે સમયે બાજુમાંથી કોઈ વાહન જતુ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. તાજેતરમાં ભૂજમાં ખાડાના કારણે ટ્રક પલટી જતા તેના પર રહેલું ટેન્કર સરકીને રસ્તા પર પડતા બાજુમાંથી એક્ટિવા પર પસાર થતા 3 લોકોના મોત થયા હતા.

​​સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર-ઠેર ખાડા 

આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં રોડ તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર-ઠેર ખાડા અને ગાબડાં પડ્યા હોવા છતાં રોડ તંત્ર દ્વારા ખાડા પૂરવાની કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ બેદરકારીના કારણે હજારો વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાયો છે.

આ પણ વાંચો: જામનગરના બેડી વિસ્તારમાં માછીમાર યુવાન પર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ

સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રોડ તંત્રની સક્રિયતા અત્યંત જરૂરી

​અકસ્માતો બાદ વાહનચાલકોને મદદ કરવા માટે બગોદરા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી, અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસ જવાનોએ ખાડામાં ઉતરી ખાડાની ઉંડાઈ તપાસી તો તે પણ ચોંકી ગયા હતા. ગઈકાલે રાત્રે પલટી ગયેલો આઈસર ટેમ્પો આજે બપોરે ક્રેન દ્વારા રસ્તા પરથી દૂર કરવામાં આવ્યો. જ્યારે ઓવર બ્રિજની બાજુના રસ્તા પર ખાડામાં પડેલો માલ સામાન ભરેલો ટ્રક બપોર સુધી દૂર કરવામાં આવ્યો ન હતો. બીજી તરફ ઓવર બ્રિજની ઉપર મસમોટા ખાડામાં પડવાથી ડમ્પરની એન્ગલ તૂટી જતા તે ખોટકાયું હતું. કપચી ભરેલું આ ડમ્પર હટાવવાની કામગીરી બપોર સુધીમાં કરાઈ નહોતી. જેથી વાહનોને ભારે હાલાકી પડી હતી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રોડ તંત્રની સક્રિયતા અત્યંત જરૂરી છે તેવું વાહન ચાલકોનું કહેવું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
પંચમહાલમાં મકાન ધરાશાયી થતાં જીવ ગુમાવનારી મહિલાના પરિવારને રૂ.4 લાખનું વળતર, વરસાદ બાદ થઈ હતી દુર્ઘ…

પંચમહાલમાં મકાન ધરાશાયી થતાં જીવ ગુમાવનારી મહિલાના પરિવારને રૂ.4 લાખનું વળતર, વરસાદ બાદ થઈ હતી દુર્ઘ...

અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોને લ્હાણી, જાણો 24 કેરેટનો લેટેસ્ટ રેટ | gold rate we…

અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોને લ્હાણી, જાણો 24 કેરેટનો લેટેસ્ટ રેટ | gold rate we...

જામનગરના બેડી વિસ્તારમાં માછીમાર યુવાન પર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ | A young fisherman was att…

જામનગરના બેડી વિસ્તારમાં માછીમાર યુવાન પર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ | A young fisherman was att...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી | Private vehicles gather near Amit Circle…

અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી | Private vehicles gather near Amit Circle…

1 year ago
સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded …

સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded …

7 months ago
ટેરિફની અસર: નિકાસલક્ષી MSMEની NPA સાધારણ વધશે | Impact of tariffs: NPA of export oriented MSMEs wil…

ટેરિફની અસર: નિકાસલક્ષી MSMEની NPA સાધારણ વધશે | Impact of tariffs: NPA of export oriented MSMEs wil…

1 year ago
તાલાલા ગીરથી આવકમાં ઘટાડો થતા કેસર કેરીના ભાવ ઉંચા રહ્યા | Prices of saffron and mango remained high…

તાલાલા ગીરથી આવકમાં ઘટાડો થતા કેસર કેરીના ભાવ ઉંચા રહ્યા | Prices of saffron and mango remained high…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News