
Indian Army Amogh Fury Exercise : પાકિસ્તાન સરહદથી લગભગ 100 કિલોમીટર દૂર, રાજસ્થાનના થાર રણમાં આવેલા મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સપ્ત શક્તિ કમાન્ડે ‘અમોઘ ફ્યુરી’ નામનો મહાઅભ્યાસ હાથ ધર્યો છે. ભારતીય સેનાએ આ ઈન્ટિગ્રેટેડ ફાયરપાવર એક્સરસાઇઝ કરીને પોતાની યુદ્ધ ક્ષમતા, સંકલન અને ઓપરેશનલ તૈયારીઓનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં સેનાની સજ્જતાનું પરીક્ષણ કરવાનો હતો.










