gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Retired DySP Firing Case: અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં બે દિવસ પહેલાં પાથરણા બજારની જમીન પર થયેલા પાંચ રાઉન્ડ ધડાધડ ફાયરિંગના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી (DySP) અશોકસિંહ ચૌહાણ, તેના દીકરા અને દીકરીની ધરપકડ બાદ જેલહવાલે કરી દેવાયા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જે પોણા છ વીઘા જમીન માટે આ વિવાદ થયો તેની બજાર કિંમત 675 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ કરોડો રૂપિયાની જમીન પર નિવૃત્ત DySPના દાદા ક્યારેક સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા અને પિતા ચાની કીટલી ચલાવતા હતા. જેના આધારે આખો પરિવાર ખોટા દસ્તાવેજો ઊભા કરી જમીન પચાવી પાડવા માંગતો હતો.

દાદાની નોકરી અને પિતાની ચાની કીટલીના જોરે કરોડોની જમીન પર દાવો!

મળતી માહિતી અનુસાર, નહેરૂનગર ખાતે આવેલી આ આશરે પોણા 6 વીઘા એટલે કે 13,500 ચોરસ મીટરની જમીનની કિંમત આશરે 675 કરોડ રૂપિયા થાય છે. વર્ષો પહેલાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણના દાદા આ જમીન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને ત્યારબાદ તેના પિતા પ્યારેસિંહ ત્યાં ચાની કીટલી ચલાવતા હતા. આ કનેક્શનના જોરે અશોકસિંહ ચૌહાણ ભાડૂઆત બનીને ગમે તે ભોગે આ કિંમતી જમીન હડપ કરવાના પેંતરા રચી રહ્યા હતા. હદ તો ત્યાં થઈ કે, વર્ષ 2016માં અશોકસિંહે પોતાના આઈટી (IT) રિટર્નમાં પણ આ જમીન પોતાની હોવાનું દર્શાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ ફાયરિંગ કેસ: ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ડ્રામા, ‘પોલીસ મને બોલવા નથી દેતી’

કોર્ટ અને તંત્રએ તમામ દાવા ફગાવ્યા

આ જમીન પચાવી પાડવા માટે ચૌહાણ પરિવારે અનેક કાયદાકીય દાવપેચ ખેલ્યા પરંતુ દર વખતે તેમને જોરદાર લપડાક મળી છે. વર્ષ 2000માં મામલતદારે અશોકસિંહ ચૌહાણનો દાવો નકાર્યો, જેની સામે SDMમાં અપીલ કરતાં તેમણે પણ મામલતદારનો ઓર્ડર કન્ફર્મ રાખી દાવો ફગાવ્યો. વર્ષ 2016માં સિટી સિવિલ કોર્ટમાં કરેલો ભાડૂઆતનો દાવો પણ કોર્ટે ફગાવી દીધો. ત્યારબાદ

એપ્રિલ 2023માં અશોકસિંહ ચૌહાણે એડવર્સ પઝેશન (લાંબા સમયના ગેરકાયદે કબજાના આધારે માલિકી હક) માટે પિટિશન કરી હતી. પરંતુ જમીનના મૂળ માલિક બપિન વાડીલાલ મહેતાના વારસદારોની રજૂઆતના પગલે ગત છઠ્ઠી મે 2026ના રોજ કોર્ટે તે ઓર્ડર પણ રિજેક્ટ કરી દીધો હતો.

ગેરકાયદે ભાડું વસૂલતા હતા

કોઈપણ કાયદેસરનો માલિકી હક ન હોવા છતાં ચૌહાણ પરિવારે વર્ષ 2025માં ગેરકાયદે રીતે પાથરણાવાળાઓ સાથે ભાડા કરાર કરી દીધા હતા અને આશરે 30 લાખ રૂપિયા એડવાન્સ મેળવીને મહિને 1 લાખ રૂપિયા જેટલું ભાડું વસૂલવાનું શરૂ કર્યું હતું. જોકે, કોર્પોરેશન (AMC) દ્વારા આ ગેરકાયદે બજાર બંધ કરાવી દેવામાં આવ્યું હતું.

અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ અને ધોકા-સળિયા સાથેનો વીડિયો

છઠ્ઠી મે 2026ના રોજ કોર્ટમાંથી ઓર્ડર રિજેક્ટ થતાં જ ચૌહાણ પરિવાર ઉકળી ઉઠ્યો હતો. જેમને જગ્યા ભાડે આપી હતી તેમની સાથે જ વિવાદ વકર્યો હતો અને બે દિવસ પહેલાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે સામી વ્યાજની અદાવતમાં ધડાધડ 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. આ અંગે સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી હતી.

દીકરા-દીકરી પણ ગુનામાં સામેલ

પોલીસ તપાસ દરમિયાન સોશિયલ મીડિયા અને સીસીટીવી ફૂટેજમાં ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે. જેમાં નિવૃત્ત DySPના દીકરા અને દીકરી હાથમાં લોખંડની પાઇપો, સળિયા અને ધોકા લઈને આ ગેરકાયદે જમીનની રખેવાળી કરતા અને લોકોને ધમકાવતા નજરે પડે છે. પોલીસે આ વીડિયોના આધારે તેમની સામે પણ ગુનો નોંધી ત્રણેય સભ્યોને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતન…

બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતન...

યુવાનીમાં જ દાઢી-વાળ સફેદ થઈ રહ્યા છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો અને બચવાના સરળ ઉપાયો | premature white beard causes remedies young men

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના પૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે લગ્ન કર્યાની અટકળો! તસવીરો વાઈરલ | Madhya Pradesh Po…

ભાજપના પૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે લગ્ન કર્યાની અટકળો! તસવીરો વાઈરલ | Madhya Pradesh Po…

7 months ago
વડોદરામાંથી નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો રોલ વેચતા બે દુકાનદાર પકડાયા | Two shopkeepers caught sell…

વડોદરામાંથી નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો રોલ વેચતા બે દુકાનદાર પકડાયા | Two shopkeepers caught sell…

7 months ago
ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ…

ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ…

8 months ago
રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર: ટેકાના ભાવે વેચાણ માટે 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર…

રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર: ટેકાના ભાવે વેચાણ માટે 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News