gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

G METRO NEWS by G METRO NEWS
August 17, 2026
in GUJARAT
0 0
0
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
1
VIEWS
Share on FacebookShare on Twitter

સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી હિમાંજય પાલિવાલજી મહોદયના શુભહસ્તે સંસ્કૃતકક્ષનું ઉદ્ઘાટન, પુસ્તકવિમોચન અને ‘वैदिक-युवा-संस्कृत-केन्द्रम्’ની સ્થાપના

ગઢડા : ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી ડૉ. હિમાંજય પાલિવાલજી મહોદયના શુભહસ્તે ‘संस्कृत-चेतना-युवोत्सवः’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કૃત વિષયના પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ અને ગૌરવની ભાવના જાગૃત કરવા તેમજ ભારતીય જ્ઞાનપરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી યોજાયેલ આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉમંગભેર સંપન્ન થયો હતો.

સંસ્કૃત વિભાગ અને સપ્તધારાના સહિયારા પ્રયાસથી સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષશ્રી ડૉ. વિમળાબેન ચૌધરી દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય, પ્રાર્થના અને સંસ્કૃત સમૂહગીતથી કરવામાં આવ્યો હતો. મહાવિદ્યાલયમાં પ્રથમવાર સંસ્કૃતને મુખ્ય વિષય તરીકે સ્થાન મળ્યું હોવાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમના ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના સાથે આશીર્વાદરૂપે સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી ડૉ. હિમાંજય પાલિવાલજી મહોદયના શુભહસ્તે વિદ્યાર્થીઓને ભેટ અર્પણ કરવામાં આવી હતી.

સંસ્કૃત બોર્ડ દ્વારા મહાવિદ્યાલયને પ્રાપ્ત થયેલ સંસ્કૃતકક્ષનું ભવ્ય ઉદ્ઘાટન પણ સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી ડૉ. હિમાંજય પાલિવાલજી મહોદયના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃતકક્ષને ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા અને જ્ઞાનપરંપરાના અભ્યાસનું જીવંત કેન્દ્ર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રીનો પરિચય કોમર્સ વિભાગના ડૉ. હિતેશભાઈ મોરી દ્વારા આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષશ્રી ડૉ. વિમળાબેન ચૌધરી દ્વારા લિખિત પુસ્તક ‘શિવપુરાણમાં જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય’નું વિમોચન મુખ્ય અતિથિશ્રી ડૉ. હિમાંજય પાલિવાલજી મહોદય, કાર્યક્રમના અધ્યક્ષશ્રી ડૉ. હિંમતભાઈ સેંજલિયા, સંજયભાઈ ચૌધરી, ડૉ. એચ. એલ. મોરી, ડૉ. એ. ડી. લાણિયા, મહેશભાઈ સોની વગેરે મહાનુભાવોના શુભહસ્તે કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે વધુ સંપન્ન બને, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી પરિચિત થાય, સંસ્કૃતમાં રહેલા વિશાળ જ્ઞાનભંડારને પ્રાપ્ત કરે, સદ્‌ગુણોનો વિકાસ કરે તથા રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ રાષ્ટ્રકાર્યમાં પોતાની ઊર્જાનો વિનિયોગ કરે તેવા ઉદ્દેશથી  ‘वैदिक-युवा-संस्कृत-केन्द्रम्’ ની સ્થાપના કરવામાં આવી હતી. આ કેન્દ્ર મહાવિદ્યાલયથી સમાજપર્યંત પોતાની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરી ભારતીય જ્ઞાનપરંપરાને ગામડાં સુધી પહોંચાડવા માટે સક્રિય પ્રયાસ કરશે.

મહાવિદ્યાલયના પુસ્તકાલય વિભાગમાં પણ ચંદ્રશકુમાર ચૌહાણ દ્વારા સંસ્કૃત વિષયનાં પુસ્તકોનું સુંદર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સંસ્કૃતના વિવિધ ગ્રંથો અને પુસ્તકોનો લાભ લઈ ભારતીય જ્ઞાનપરંપરાના વિવિધ સ્વરૂપોને સમજવાનો અને જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. હિમાંજય પાલિવાલજી મહોદયે પોતાના પ્રેરણાદાયી અને ધુરંધર વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓમાં નવી ચેતનાનું જાગરણ કર્યું હતું. તેમણે ભારતીય જ્ઞાનપરંપરા, સમૃદ્ધિ, વિકાસ અને વિવિધ યોજનાઓના પાયામાં રહેલી સંસ્કૃત ભાષાના મહત્ત્વને વિવિધ ઉદાહરણો દ્વારા ઉજાગર કર્યું હતું. સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ અને પરંપરાનો અમૂલ્ય વારસો છે તે વાત તેમણે અસરકારક રીતે સમજાવી હતી. તેમના વક્તવ્યથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે નવો ઉત્સાહ, જિજ્ઞાસા અને ગૌરવભાવ જોવા મળ્યો હતો.

કાર્યક્રમનું સુંદર સંચાલન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ખાચર મહાવીર અને હિનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સપનાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહાવિદ્યાલયમાંથી ડૉ. એ. ડી. લાણિયા, ભાવેશભાઈ, વિવિધ વિભાગોના મુલાકાતી સ્ટાફ, શિક્ષણ વિભાગમાં કાર્યરત સંજયભાઈ ચૌધરી, નૂતન હાઈસ્કૂલનાં સંસ્કૃત શિક્ષિકા છાયાબેન તથા ગઢડા તાલુકાના BRCશ્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહાવિદ્યાલયના સમગ્ર વિદ્યાર્થીમિત્રોના સાથ-સહકારથી અને સંસ્કૃત વિભાગ તથા સપ્તધારાના સંયુક્ત પ્રયાસોથી ‘संस्कृत-चेतना-युवोत्सवः’નો આ ભવ્ય કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃતપ્રેમ, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને રાષ્ટ્રનિર્માણ માટેની નવી ચેતનાનો સંદેશ પ્રબળ રીતે પ્રસર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…
GUJARAT

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

September 21, 2026
શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!
GUJARAT

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

September 21, 2026
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

September 20, 2026
Next Post
Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સે…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સે...

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago
રિક્ષાની અડફેટે દરણું દળાવવા જતા રાહદારી વૃદ્ધનું મોત | Elderly pedestrian dies after being hit by r…

રિક્ષાની અડફેટે દરણું દળાવવા જતા રાહદારી વૃદ્ધનું મોત | Elderly pedestrian dies after being hit by r…

12 months ago
UPI થયું ડાઉન, Google Payથી લઈને SBIના યુઝર્સ હેરાન, ટ્રાન્જેક્શનમાં આવી ખામી | upi down gpay paytm …

UPI થયું ડાઉન, Google Payથી લઈને SBIના યુઝર્સ હેરાન, ટ્રાન્જેક્શનમાં આવી ખામી | upi down gpay paytm …

1 year ago
ભાવનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2,52,679 નવા વાહનોનો ઉમેરો | 2 52 679 new vehicles added in Bhavna…

ભાવનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2,52,679 નવા વાહનોનો ઉમેરો | 2 52 679 new vehicles added in Bhavna…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News