gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raydhanpar Village Clash: ભુજ તાલુકાના રાયધણપર ગામે શુક્રવારે (29 મે) મોડી રાત્રે અચાનક હિંસા ભભૂકી ઉઠતાં સમગ્ર પંથકમાં અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં વરનોરા ગામના હથિયારધારી યુવકોના ટોળાએ રાયધણપર ગામના લોકો પર ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોખંડના પાઇપો, ધોકા અને પથ્થરો સાથે તૂટી પડેલા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનો પર પણ પથ્થરમારો કરી મોટું નુકસાન પહોંચાડ્યું છે. સમગ્ર ઘટનામાં એક યુવક ગંભીર અને અન્ય 3 જેટલા શખસો ઇજાગ્રસ્ત થયા હોવાનું જણાય છે. 

રાયધણપર ગામના દર્શન મોહનભાઈ બરાડિયા (ઉં.વ. 21) નામના યુવકે માધાપર પોલીસ સ્ટેશનમાં 23 શખસો સામે નામજોગ અને અન્ય અજાણ્યા 5 થી 7 લોકોના ટોળા વિરૂદ્ધ હત્યાના પ્રયાસ અને રાયોટિંગની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં દર્શન અને તેના મિત્રો ગામના નાકે બેઠા હતા ત્યારે વરનોરા ગામના સલીમ મામદ મોખા, અબુ સુફિયાન મોખા, સાહિલ સિદ્દીક મોખા, અબ્બાસ મામદ મોખા અને સમીર અબ્દુલ મમણ ત્યાં આવ્યા હતા. તેઓએ ‘અમારી સામે કેમ જુઓ છો?’ તેમ કહીને જેમતેમ ગાળો ભાંડી બબાલ શરૂ કરી હતી. આ દરમિયાન રઝાક સિદ્દીક મેર નામનો શખસ ત્યાં બોલેરો પિકઅપ ગાડી લઈને ધસી આવ્યો હતો અને ઉગ્ર બોલાચાલી કરીને તમામ શખસો ત્યાંથી ચાલ્યા ગયા હતા.

ગામના લોકો પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ

પ્રાથમિક ઝઘડા બાદ રાત્રે આશરે પોણા અગિયાર વાગ્યે આ તમામ શખસો વરનોરા ગામમાંથી અન્ય 25થી વધુ માણસોના ટોળાને ધોકા અને પાઈપ જેવા ઘાતક હથિયારો સાથે બોલાવી લાવ્યા હતા. ઉશ્કેરાયેલા આ ટોળાએ રાયધણપર ગામના પાદરે આવી પથ્થરમારો શરૂ કરી દીધો હતો. એટલું જ નહીં, રઝાક નામના શખસે બોલેરો ગાડી ગામના લોકો પર પૂરપાટ ઝડપે દોડાવી દઈને તેમને કચડી નાખવાનો અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ વાહનોને નુકસાન

ગ્રામ્ય વિસ્તારમાં હિંસક ધીંગાણું અને પથ્થરમારો થઈ રહ્યો હોવાની બાતમી મળતાં જ માધાપર પોલીસ, પધ્ધર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, બેકાબૂ બનેલા તોફાની તત્વોએ કાયદાનો ડર નેવે મૂકીને પોલીસ ટીમ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ભારે પથ્થરમારો કર્યો હતો. 

બંને ગામો પોલીસ છાવણીમાં ફેરવાયા, તોફાનીઓની અટકાયત

ટોળાના આ હિંસક હુમલામાં ગામના એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં બ્રેઈન હેમરેજ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જ્યારે અન્ય 3 થી 4 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની ગંભીરતાને જોતાં એસપી સહિતનો કાફલો રાત્રે જ સ્થળ પર દોડી ગયો હતો. હાલ રાયધણપર અને વરનોરા બંને ગામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બંને ગામો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે. પોલીસે મુખ્ય સૂત્રધારો સહિત કેટલાક તોફાનીઓની અટકાયત કરી લીધી છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આગળની તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આરોપીઓના નામ

(1) સલીમ મામદ મોખા

(2) અબુ સુફિયાન મોખા

(3) સાહિલ સિદ્દીક મોખા

(4) અબ્બાસ મામદ મોખા

(5) સમીર અબ્દુલ મમણ

(6) રઝાક સિદ્દીક મેર

(7) ફિરોઝ રજાક મમણ

(8) શોયેબ સિદ્દીક મોખા

(8) અમન કરીમ મમણ

(10) અકરમ જુસબ મમણ

(11) મજીદ ઈબ્રાહિમ કેવર

(12) હનીફ રમજુ કેવર

(13) હનીફ અઝીઝ મમણ

(14) ઉમર અઝીઝ મમણ

(15) રેહાન હનીફ ખલીફા

(16) ઈબ્રાહિમ મામદ મમણ

(17) દાઉદ ઈબ્રાહિમ કેવર

(18) એઝાઝ ઉમર મેર

(19) સમીર અઝીઝ મમણ

(20) આફતાબ હનીફ કેવર

(21) આઝાદ મામદ કેવર

(22) અલ્તાફ લતીફ કેવર

(23) મામદ લાખા મોખા અને અન્ય પાંચથી સાત અજાણ્યા શખસો 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…
GUJARAT

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

July 28, 2026
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…
GUJARAT

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

July 28, 2026
વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
Next Post
ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? | Und…

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? | Und...

અક્ષરપાર્કમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો, શખ્સ ફરાર | A quantity of foreign liquor was seized from…

અક્ષરપાર્કમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો, શખ્સ ફરાર | A quantity of foreign liquor was seized from...

બુકીઓ અને પંટરો અવઢવમાં બંને ટીમના એકસરખા ભાવ | Bookies and punters are in a state of uncertainty wi…

બુકીઓ અને પંટરો અવઢવમાં બંને ટીમના એકસરખા ભાવ | Bookies and punters are in a state of uncertainty wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઠ મહિનાની ગણતરીના અંતે અમદાવાદના ૪૮ વોર્ડમાં ૧૨ લાખ વૃક્ષ,નવરંગપુરા હરીયાળો વિસ્તાર | At the end of…

આઠ મહિનાની ગણતરીના અંતે અમદાવાદના ૪૮ વોર્ડમાં ૧૨ લાખ વૃક્ષ,નવરંગપુરા હરીયાળો વિસ્તાર | At the end of…

8 months ago
નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

6 months ago
ગુજરાત-કેડરના IPS અધિકારી મનોજ શશિધર બન્યા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર | gujarat cadre ips manoj shashi…

ગુજરાત-કેડરના IPS અધિકારી મનોજ શશિધર બન્યા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર | gujarat cadre ips manoj shashi…

11 months ago
મહુધાના સિંઘાલીમાં મનરેગાના કામોમાં ગેરરીતિના આક્ષેપ, ગ્રામજનોનો મોરચો

મહુધાના સિંઘાલીમાં મનરેગાના કામોમાં ગેરરીતિના આક્ષેપ, ગ્રામજનોનો મોરચો

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News