gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિ…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ambaji Bhadarvi Poonam: શક્તિપીઠ અંબાજી ખાતે આજથી (પહેલી સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવે તેવી સંભાવના છે. હાલ મંદિરને જોડતા માર્ગો પર સંઘો જોવા મળી રહ્યા છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી સાંજે પાંચ બાદ દર્શન થઈ શકશે નહીં. 

દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા

ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ 7 તથા ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર 8 રહેશે. 

દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સિનીયર સિટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન, ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઊભી કરાઈ છે. આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વોટર પ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ, સાઈનેજિસ, ફ્‌લોર કાર્પેટ, ફ્‌લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના રોજ રાતે 8.30 કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, ‘જય માતાજી’નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત્ રચનાઓ થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર

શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરાવી શકે છે

•1 લાખ 83 હજાર 855 ચોરસ મીટર એરિયામાં કુલ 35 જેટલા પાર્કિંગ કરાયા છે. જેમાં કુલ 22541 કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર 23 તથા હડાદ રોડ પર 12 પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે.

•શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show My Parking એપની ઓનલાઇન સુવિધા. પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા-આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા.

•પ્રસાદ વિતરણ માટે કુલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ 1000થી 1200 ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. 1 ઘાણમાં કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનશે. 750 જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.

•યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિઃ શુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

•સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો. 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ. 

મહામેળા દરમિયાન દર્શનનો સમય 

સવારે 6થી 6.30ના આરતી, સવારે 6થી 11.30ના દર્શન, સવારે 11.30થી 12.30ના દર્શન બંધ, બપોરે 12.30થી સાંજે 5 દર્શન, સાંજે 5થી રાતે 12 સુધી દર્શન. રાતે 12થી સવારે 6 વાગ્યે દર્શન બંધ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
GUJARAT

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

May 11, 2026
વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…
GUJARAT

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

May 11, 2026
ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…
GUJARAT

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

May 11, 2026
Next Post
સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સાધન-દવાની ખરીદીમાં ગોટાળા, ટેન્ડરિંગમાં પણ ગરબડ | Scam in Equipment…

સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સાધન-દવાની ખરીદીમાં ગોટાળા, ટેન્ડરિંગમાં પણ ગરબડ | Scam in Equipment...

સરકારી કચેરીનો સમય બદલવાના મુદ્દે કર્મચારી મંડળ જ અસહમત, પહેલા જૂના પ્રશ્નો ઉકેલવા માગ | Gujarat Gov…

સરકારી કચેરીનો સમય બદલવાના મુદ્દે કર્મચારી મંડળ જ અસહમત, પહેલા જૂના પ્રશ્નો ઉકેલવા માગ | Gujarat Gov...

દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો? ભારતને ટોપ-100માં પણ સ્થાન નહીં, પાકિસ્તાન છેક 144માં ક્રમે | glob…

દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો? ભારતને ટોપ-100માં પણ સ્થાન નહીં, પાકિસ્તાન છેક 144માં ક્રમે | glob...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

1 month ago
છત્રાલ ગામે શોભાયાત્રામાં ગઠિયા જોડાયા ઃ બે મહિલાના દોરા તોડી લીધા | Arthritics join procession in C…

છત્રાલ ગામે શોભાયાત્રામાં ગઠિયા જોડાયા ઃ બે મહિલાના દોરા તોડી લીધા | Arthritics join procession in C…

5 months ago
પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister…

પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister…

7 months ago
કઠલાલ બ્રિજ પાસે મુખ્ય માર્ગ પર ગટર લાઈનના ખાડાંમાં ટ્રેલર ફસાયું | Trailer stuck in a ditch in a se…

કઠલાલ બ્રિજ પાસે મુખ્ય માર્ગ પર ગટર લાઈનના ખાડાંમાં ટ્રેલર ફસાયું | Trailer stuck in a ditch in a se…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News