![]()
Ahmedabad News: અમદાવાદના પશ્ચિમમાં આવેલા અખબારનગર વિસ્તારમાં મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા એ.એમ.ટી.એસ.દ્વારા ઓફર મંગાવાઈ છે.આ પ્રકારે હંસપુરા ખાતે રૂપિયા 233 કરોડના ખર્ચથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા પ્રક્રીયા શરૂ કરવામા આવી છે. કુલ 19,133 સ્કેવરમીટરના કુલ પ્લોટ એરીયા પૈકી 3,554 સ્કેવર મીટર એરીયામાં એ.એમ.ટી.એસ.બસ માટેનુ પાર્કિંગ સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવશે. આ ટ્રાન્સપોર્ટ હબ દસ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સના કોન્ટ્રાકટથી અપાશે. 19 હજાર સ્કવેરમીટર કુલ પ્લોટ એરિયા પૈકી 3554 સ્કવેર મીટરમાં 100 સિટી બસનુ પાર્કિંગ તૈયાર કરાશે
થોડા દિવસ અગાઉ અખબારનગર વિસ્તારમાં 18 માળનુ મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા એ.એમ.ટી.એસ.દ્વારા ટેન્ડર કરાયુ હતુ. હંસપુરા ખાતે નરોડા -દહેગામ રોડથી નજીક અમદાવાદ પૂર્વમાં વધતા જતા વિકાસ અને ટ્રાફિકની સમસ્યાને ઘ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટ હબ બનાવવા આયોજન કરવામા આવ્યુ છે.આ હબમાં ઓછામા ઓછી 100 મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ પાર્ક થઈ શકે એ માટે વ્યવસ્થા કામગીરી મેળવનાર એજન્સીએ વ્યવસ્થા કરવાની રહેશે.
આ હબમાં 3554 સ્કેવરમીટર જગ્યામા મ્યુનિ.બસો માટે પાર્કિંગ બનશે.જયારે 9,020 સ્કેવરમીટર જગ્યામાં કોમર્શીયલ ડેવલપમેન્ટ કરવા માટે આયોજન કરાશે. કુલ પ્રોજેકટ કોસ્ટ પૈકી 46.31 કરોડ બસ પાર્કિંગ તથા 187.35 કરોડ કોમર્શીયલ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કરવામા આવશે.આ હબ કાર્યરત થયા પછી પૂર્વ અમદાવાદમાં ટ્રાફિકની ગીચતા ઘટશે તેવો તંત્ર તરફથી આશાવાદ વ્યકત કરવામા આવ્યો છે.










