gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના વેપારી સાથે ‘હનીટ્રેપ’: ફેસબુક ફ્રેન્ડ મહિલાએ મળવા બોલાવી નકલી પોલીસ સાથે મળી રૂ.5 લાખ પડા…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના વેપારી સાથે ‘હનીટ્રેપ’: ફેસબુક ફ્રેન્ડ મહિલાએ મળવા બોલાવી નકલી પોલીસ સાથે મળી રૂ.5 લાખ પડા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય વેપારી હનીટ્રેપ અને તોડબાજીનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવ્યા બાદ એક મહિલાએ વેપારીને મળવા બોલાવ્યા હતા અને ત્યારબાદ પોલીસના સ્વાંગમાં આવેલા શખસોએ વેપારીનું અપહરણ કરી ડ્રગ્સ કેસમાં જેલભેગા કરી દેવાની ધમકી આપી રૂ.5 લાખ પડાવી લીધા હતા. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ફેસબુક પર ‘હેતલ’ સાથે થઈ હતી મિત્રતા

ફરિયાદ મુજબ, નારણપુરામાં દુકાન ધરાવતા દીશીષભાઈ પટેલ ત્રણ મહિના અગાઉ ફેસબુક પર હેતલ પટેલ નામની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ હતી. ગત 1 જાન્યુઆરીએ હેતલે દીશીષભાઈને નરોડા નાના ચિલોડા ચાર રસ્તા પાસે એક રેસ્ટોરન્ટમાં મળવા બોલાવ્યા હતા. વેપારી પોતાની ફોર્ચ્યુનર કાર લઈને ત્યાં પહોંચ્યા હતા.

પૂજાના બહાને કાર ઊભી રખાવી અને ખેલ શરૂ થયો

ત્યારબાદ હેતલે વેપારીને પાલેજ ગામ સુધી મૂકી જવાની વિનંતી કરી હતી. વેપારી મહિલાને મૂકવા જતાં દરમિયાન રસ્તામાં ડભોડા ચાર રસ્તા પાસે જોગણી માતાના મંદિરે દર્શન કરવાના બહાને મહિલાએ કાર ઊભી રખાવી હતી. આ સમયે નંબર પ્લેટ વગરની એક સફેદ કાર ત્યાં આવી પહોંચી હતી, જેમાંથી પોલીસના યુનિફોર્મમાં સજ્જ એક શખસ સહિત ત્રણ લોકો ઉતર્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: સરદારનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હથિયારધારી ટોળાએ મકાન પર કર્યો હુમલો, CCTV વાઈરલ

“તમે ડ્રગ્સની હેરાફેરી કરો છો” કહી ધમકાવ્યા

નકલી પોલીસ બનેલા શખસોએ મહિલા પર ડ્રગ્સ તસ્કરીનો આરોપ લગાવી દીશીષભાઈને તેના મદદગાર ગણાવ્યા હતા. “તમારી વિરુદ્ધ કેસ કરીશું અને આજીવન જેલની હવા ખવડાવીશું, તમારો પરિવાર તમને શોધી પણ નહીં શકે” તેવી ધમકી આપી દીશીષભાઈને પોતાની જ કારની પાછળની સીટ પર બેસાડી દીધા હતા.

હિંમતનગર હાઈવે પર અપહરણ અને 5 લાખનો તોડ

આરોપીઓ કાર હિંમતનગર-પ્રાંતિજ હાઈવે તરફ લઈ ગયા હતા અને મામલો થાળે પાડવા રૂ.30.70 લાખની માંગણી કરી હતી. અંતે ડરના માર્યા વેપારીએ પોતાના મિત્ર મારફતે એરપોર્ટ રિંગ રોડ પાસે રૂ.5 લાખ ચૂકવ્યા હતા. નાણાં મળ્યા બાદ આરોપીઓ વેપારીને મુક્ત કરી ભાગી ગયા હતા.

આ પણ વાંચો: VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20નું ટોળું ધસી આવતા પોલીસકર્મીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા

રામોલ પોલીસે પકડેલી ગેંગની મોડસ ઓપરેન્ડી પરથી ભાંડો ફૂટ્યો

સમગ્ર ઘટના બાદ પણ આરોપીઓ ફોન પર નાણાંની માંગણી કરતા હતા, પરંતુ વેપારીએ પ્રતિસાદ આપવાનું બંધ કર્યું હતું. તાજેતરમાં રામોલ પોલીસે આવી જ એક હનીટ્રેપ ગેંગને ઝડપી હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાંચ્યા બાદ દીશીષભાઈએ હિંમત ભેગી કરી નરોડા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે હેતલ અને ‘રવિ’ નામના શખસ સહિતની ગેંગ વિરુદ્ધ ખંડણી, નકલી પોલીસ બનવા અને અપહરણનો ગુનો નોંધી આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન
GUJARAT

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

June 17, 2026
વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 5 લોકોના દર્દનાક મોત | vadodara kotam…
GUJARAT

વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 5 લોકોના દર્દનાક મોત | vadodara kotam…

June 17, 2026
અમદાવાદ: બાવળામાં ભૂમાફિયાઓ પર ખાણ ખનિજ વિભાગના દરોડા, રૂ.1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad bav…
GUJARAT

અમદાવાદ: બાવળામાં ભૂમાફિયાઓ પર ખાણ ખનિજ વિભાગના દરોડા, રૂ.1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad bav…

June 17, 2026
Next Post
બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે ...

VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20નું ટોળું ધસી આવતા પોલીસકર્મીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા | …

VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20નું ટોળું ધસી આવતા પોલીસકર્મીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા | ...

જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પા…

જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા 'ચકલી બચાવો અભિયાન' અન્વયે પા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જીવન ગાડી છે સમય ચક્ર’, ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે | Retu…

‘જીવન ગાડી છે સમય ચક્ર’, ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે | Retu…

10 months ago
રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સની સ્ટાર્ચ સેક્ટરમાં રિ-એન્ટ્રી, કારગિલ ઈન્ડિયાનો બિઝનેસ ખરીદવાની જાહેરા…

રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સની સ્ટાર્ચ સેક્ટરમાં રિ-એન્ટ્રી, કારગિલ ઈન્ડિયાનો બિઝનેસ ખરીદવાની જાહેરા…

5 months ago
ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! 39 સાંસદ અને 273 ધારાસભ્યો થઈ શકે, કેન્દ્રના બે નિર્ણયની થશે અસર | Lok …

ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! 39 સાંસદ અને 273 ધારાસભ્યો થઈ શકે, કેન્દ્રના બે નિર્ણયની થશે અસર | Lok …

2 months ago
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News