gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ક્લિનિકમાં દર્દી બનીને બે ઠગે 5 લાખ રૂપિયા ડૉક્ટરના ડ્રોવરમાંથી ચોરી લીધા, બંનેની ધરપકડ |…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ક્લિનિકમાં દર્દી બનીને બે ઠગે 5 લાખ રૂપિયા ડૉક્ટરના ડ્રોવરમાંથી ચોરી લીધા, બંનેની ધરપકડ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડૉ. પ્રવીણના ક્લિનિકમાં એક સનસનાટીભર્યો ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જ્યાં દર્દી બનીને આવેલા બે ઠગોએ ડૉક્ટરને વાતોમાં ફસાવી ડ્રોવરમાંથી રૂપિયા 5 લાખની રોકડ રકમ સેરવી લીધી હતી. ડૉ. પ્રવીણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આખરે સીસીટીવી ફૂટેજની મદદથી બે આરોપીઓ રાજકુમાર શર્મા અને બ્રિજ કિશોરને પકડી પાડવામાં આવ્યા છે, જેઓ મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી છે અને હાલ સાબરમતી વિસ્તારમાં રહે છે. પોલીસે ચોરીમાં વપરાયેલી કાર અને રોકડ રકમ પણ કબજે કરી છે, તેમજ આ ગેંગે અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બે ઈસમો દર્દી બનીને આવ્યા હતા. 

આ ઘટના અંગે પોલીસે જણાવ્યા મુજબ, વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 30 નવેમ્બર, 2025ના રોજ બપોર પછીના સમયે આરોગ્ય કેન્દ્ર નામનું પ્રાઇવેટ ક્લિનિક ધરાવતા ડોક્ટર પ્રવીણભાઈ આચાર્યના ત્યાં બે આધેડ ઈસમો દર્દી બનીને આવ્યા હતા. આ આરોપીઓએ ડોક્ટર પ્રવીણભાઈને વાતોમાં રાખીને તેમાંથી એક ઈસમે ડોક્ટરની પાછળની બાજુની ખુરશી તરફ જઈને તેમના ડ્રોવરમાં મૂકેલા 5 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી હતી. આ બનાવની જાણ ડોક્ટરને થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે કાયદેસરની ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. 

અમદાવાદમાં ક્લિનિકમાં દર્દી બનીને બે ઠગે 5 લાખ રૂપિયા ડૉક્ટરના ડ્રોવરમાંથી ચોરી લીધા, બંનેની ધરપકડ 2 - image

સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પર હોવાની બાતમી મળી હતી

ક્લિનિકના કેમેરા ફૂટેજની મદદથી ફેસ આઈડેન્ટિફાય કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી ગુનો શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી કે સીસીટીવી કેમેરામાં દેખાતા ભળતા ચહેરાવાળા બે વ્યક્તિઓ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પર ઊભેલા છે. આ બાતમીના આધારે, પોલીસે બંને ઈસમોની પૂછપરછ કરી છેવટે બંને આરોપીઓ ભાંગી પડ્યા અને તેમણે ડોક્ટર પ્રવીણભાઈ આચાર્યના ત્યાં તેમની નજર ચૂકવીને 5 લાખ રૂપિયા રોકડાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. 

રોકડા રૂપિયા ક્યાં વાપર્યા તેની તપાસ શરૂ

અટક કરાયેલા આરોપીઓના નામ રાજકુમાર વિષ્ણુપ્રસાદ શર્મા અને બ્રિજ કિશોર છે, જેઓ સાબરમતી વિસ્તારમાં રહે છે અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની છે. આ બે આરોપીઓમાંથી એક આરોપી દર્દી તરીકે ડોક્ટર પ્રવીણભાઈના ત્યાં કમરમાં દુખાવો થવાનું બહાનું કાઢીને ડોક્ટરને વાતોમાં રાખી ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી આશરે દોઢ લાખ જેટલા રોકડા રૂપિયા, એક મોબાઈલ અને એક બલેનો ગાડી જપ્ત કરી છે. બાકીના રોકડા રૂપિયા ક્યાં વાપર્યા અથવા કોને આપેલા છે, તે દિશામાં હાલ તપાસ ચાલુ છે. 

અમદાવાદમાં ક્લિનિકમાં દર્દી બનીને બે ઠગે 5 લાખ રૂપિયા ડૉક્ટરના ડ્રોવરમાંથી ચોરી લીધા, બંનેની ધરપકડ 3 - image

આરોપીઓ વિરુદ્ધ તપાસ કરાવતા જણાયું કે અત્યારે અન્ય કોઈ પોલીસ સ્ટેશન ખાતે તેમની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો નથી. જોકે, પોલીસે તે સિવાય પણ આ બંને ઠગોએ અન્ય કોઈને છેતરીને નાણાં કે દાગીના લીધેલા છે કે કેમ, તે દિશામાં પણ તપાસ શરૂ કરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
અમદાવાદીઓ માટે મોટા સમાચાર, સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ, ઇન્સ્પેક્શન કામગીરી શ…

અમદાવાદીઓ માટે મોટા સમાચાર, સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ, ઇન્સ્પેક્શન કામગીરી શ...

નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ ! દિલ્હી કોર્ટે સોનિયા ગાંધીને મોકલી નોટિસ | Delhi Court Issues No…

નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ ! દિલ્હી કોર્ટે સોનિયા ગાંધીને મોકલી નોટિસ | Delhi Court Issues No...

સત્ય નદેલાએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ | Satya Na…

સત્ય નદેલાએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ | Satya Na...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હુજરાત પાગામાં દૂષિત અને અપૂરતા પાણીથી લોકો ત્રાહિમામ : મહિલાઓનો કમાટીબાગ પાણીની ટાંકી ખાતે હોબાળો |…

હુજરાત પાગામાં દૂષિત અને અપૂરતા પાણીથી લોકો ત્રાહિમામ : મહિલાઓનો કમાટીબાગ પાણીની ટાંકી ખાતે હોબાળો |…

4 months ago
ડોલર સામે રૂપિયો વધુ તૂટી 96ની નજીક 95.97 સુધી પટકાયો | Rupee falls further against dollar near 96 h…

ડોલર સામે રૂપિયો વધુ તૂટી 96ની નજીક 95.97 સુધી પટકાયો | Rupee falls further against dollar near 96 h…

4 months ago
આજે દેવ ઉઠી અગિયારસ : ડાકોર મંદિરમાં તૂલસી વિવાહની ઉજવણી | Today is Dev Uthi Agiaras: Tulsi marriage…

આજે દેવ ઉઠી અગિયારસ : ડાકોર મંદિરમાં તૂલસી વિવાહની ઉજવણી | Today is Dev Uthi Agiaras: Tulsi marriage…

11 months ago
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : બે સામે ફરિયાદ | young man …

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : બે સામે ફરિયાદ | young man …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News