gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 13 વર્ષના બાળકો નશાના રવાડે ચડ્યા! રિહાબ સેન્ટરોમાં 18થી 35 વર્ષના યુવાનોની કતારો | Drug …

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 13 વર્ષના બાળકો નશાના રવાડે ચડ્યા! રિહાબ સેન્ટરોમાં 18થી 35 વર્ષના યુવાનોની કતારો | Drug …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Drug Menace in Ahmedabad: ગુજરાતમાં દારૂની માફક હવે શેરીએ શેરીએ ગાંજા અને ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ડ્રગ્સના બંધાણીઓનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે અમદાવાદના સરકારી અને ખાનગી મનોચિકિત્સાલયમાં ડ્રગ રિહાબિલેશન માટે મહિને 600થી વધુ યુવાનોની લાઈન લાગે છે! અમદાવાદના સેન્ટરમાં લાગેલી આ યુવાનોની લાઈન તો માત્ર એક નમૂનો છે. આ સિવાય રાજ્યમાં નશામાં સપડાયેલાં યુવાનોનો અસલ આંકડો આનાથી અનેક ગણો વધારે છે.

અમદાવાદમાં 13 વર્ષના બાળકો નશાના રવાડે ચડ્યા! 

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ અને ખાનગી મનોચિકિત્સાલયમાં ડ્રગ રિહાબિલેશન માટે મહિને 600થી 700 લોકો આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ 18થી 35 વર્ષની ઉંમરના હોય છે. એટલું જ નહીં 13થી 17 વર્ષ સુધીની કુમળી વયના બાળકોમાં પણ નશાનું ચલણ વધ્યું હોવાનું નિષ્ણાંતો જણાવે છે. જ્યારે 40થી વધુ ઉંમરના લોકોમાં દારૂના નશાનું પ્રમાણ વધારે છે. ધીમે ધીમે યુવતીઓમાં પણ નશાનું પ્રમાણ વધતું હોવાનું તબીબો જણાવે છે.

આ આંકડો માત્ર અમદાવાદમાં ચાલતાં રિહાબિલેશન સેન્ટરના છે. સુરત, રાજકોટ, વડોદરા, આણંદ જેવા શહેરમાં આવા કેટલાય સેન્ટર ચાલે છે. અને ત્યાં આવતા લોકોનો આંકડો ક્યાંય વધારે છે. એટલું જ નહીં સૂત્રોના મતે સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાના ભયથી નશાના આદીઓ પાડોશી રાજ્યના નશામુક્તિ કેન્દ્રમાં સહારો લે છે.

યુવાનોમાં દેશી દારૂ બાદ કફ સિરપનો સસ્તો નશો રોગચાળાની જેમ ફેલાયો

નશાની શહેર અને ગ્રામીણ વિસ્તારની વહેંચણીની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં મેફેડ્રોન, મેથેટાઈન, ગાંજો, ચરસ જેવા પાવડરના નશા સરળતાથી મળી રહેતાં શહેરી યુવાનોમાં આનું પ્રમાણ વધુ છે. જ્યારે ગ્રામીણ વિસ્તાર સુધી આ સડો પહોંચ્યો નથી, પરંતુ ત્યાંના યુવાનોમાં દેશી દારૂ બાદ કફ સિરપનો સસ્તો નશો રોગચાળાની જેમ ફેલાયો છે. ઉત્તર ગુજરાતના યુવાનોમાં અફીણનું ચલણ વધુ હોવાનું તબીબો જણાવે છે.

આ પણ વાંચો: આજે ધોરણ-12 અને ગુજકેટનું પરિણામ, 5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે

ડે.કલેક્ટર, ડૉક્ટર, શિક્ષક પણ સફેદ ઝેરના સકંજામાં

સમાજમાં એવી માન્યતા છે કે, ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ દરજ્જો વ્યક્તિને નૈતિક રીતે વધુ મજબૂત બનાવી વ્યસનથી દૂર રાખે છે. નશાના અજગરે સમાજમાં કહેવાતા અને ઉચ્ચ શિક્ષિત વર્ગને પણ પોતાની ભરડામાં લીધો છે. ખાનગી નશામુક્તિ કેન્દ્રના તબીબના જણાવ્યા અનુસાર, પૂર્વ અને વર્તમાન ડે. કલેક્ટર જેવા ઉચ્ચ વહીવટી અધિકારીઓ પણ આ નશાના રવાડે ચડી રિહાબિલેશન સેન્ટરના આંગણે પહોંચ્યા છે. દેશના ભવિષ્યને તૈયાર કરતો શિક્ષક પણ પોતાને આ દૂષણમાંથી બચાવી શક્યો નથી. લોકોની તબિયત સુધારતા એમબીબીએસ ડૉક્ટર પણ ડ્રગની ચપેટમાં આવ્યા છે. પાડોશી રાજ્યના કદાવર નેતા અને ઉદ્યોગપતિને પણ નશાની લતે આવા કેન્દ્રોમાં આવવા મજબૂર કર્યા છે.

ગુજરાતમાં બે વર્ષમાં 3,162 કિલો ડ્રગ્સ, ગાંજો, અફીણ પકડાયા

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલાં આંકડા મુજબ ગુજરાતમાંથી બે વર્ષમાં 3,162 કિલો જેટલો ડ્રગ, ચરસ, ગાંજો, અફીણ સહિતના નશીલા પદાર્થોનો જથ્થો કબજે કરાયો હતો. જ્યારે એક વર્ષમાં 269 કરોડનો દેશી-વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે કરાયો હતો. આ આંકડા પકડાયેલાં ડ્રગ-દારૂના છે. આ સિવાય રસિયાઓએ ગટગટાવેલા નશાનો હિસાબ માંડવામાં આવે તો તે અનેક ગણા વધુ હશે.

ગુજરાતમાં 14 લાખ લોકો નશાના બંધાણી

ગુજરાતમાં 14 લાખ લોકો નશાના બંધાણી હોવાનો આંકડો પણ વિધાનસભા સત્રમાં રજૂ થયો હતો. જેમાં 12 લાખ પુરુષો જ્યારે 2 લાખ મહિલાઓ હતાં. આ આંકડામાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. જે દેશના આર્થિક અને સામાજિક બંને વિકાસ માટે અડચણરૂપ બની શકે છે.

આ પણ વાંચો: VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત

સિંધુભવન રોડ નશાના લે-વેચનું કેન્દ્ર બન્યો: લોક ચર્ચા

અમદાવાદનો વૈભવી વિસ્તાર ગણાતો સિંધુભવન રોડ આજકાલ નશાના કલ્ચર માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યાંના અનેક કેફે અને રોડ પર યુવાનો કોઈને કોઈ નશો કરેલી હાલતમાં મળી આવે છે. યુવાનોની આંખોમાં નશાનું ઘેન સ્પષ્ટપણે દેખાય છે. ત્યાં ફરતી દરેક વ્યક્તિ એવી નથી. પરંતુ કેટલાય સમયથી ત્યાં આવા લોકોનો આતંક વધ્યો છે. હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઈલના ઓઠા હેઠળ ચાલતા આ ગોરખધંધાના કારણે સિંધુભવન વિસ્તારમાં રાત્રે સામાન્ય વ્યક્તિને પગ મૂકવો મુશ્કેલ બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત
GUJARAT

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

August 4, 2026
Next Post
શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં એકઝાટકે મોટો ઉછાળો | Stock Market Rally on…

શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં એકઝાટકે મોટો ઉછાળો | Stock Market Rally on...

તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું | Bengal Result…

તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું | Bengal Result...

આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયાં પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b…

આસામમાં હિમંતની હેટ્રિક: 'મિયાં પોલિટિક્સ' અને 'મામા'ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિશા પટણીના ઘર પર ફાયરિંગ કેસમાં 5માં આરોપીની ધરપકડ, પગમાં ગોળી વાગતા કહ્યું- હવે ક્યારેય UP નહીં આવ…

દિશા પટણીના ઘર પર ફાયરિંગ કેસમાં 5માં આરોપીની ધરપકડ, પગમાં ગોળી વાગતા કહ્યું- હવે ક્યારેય UP નહીં આવ…

11 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જીએસટીની ભૂલ સુધારવા 8 વર્ષ લાગ્યા આખરે યુટર્ન લેવો પડયો : ચિદમ્બરમ્

11 months ago
લાંચ કેસમાં કર્મચારીના અવાજના નમૂના લેવા કોર્ટે મંજૂરી આપી | Court allows taking voice sample of emp…

લાંચ કેસમાં કર્મચારીના અવાજના નમૂના લેવા કોર્ટે મંજૂરી આપી | Court allows taking voice sample of emp…

8 months ago
સોનામાં રેકોર્ડ તેજીને આખરે બ્રેક વાગી, જોકે ચાંદીમાં ધીમી ગતિએ આગેકૂચ | Gold’s record rally finally…

સોનામાં રેકોર્ડ તેજીને આખરે બ્રેક વાગી, જોકે ચાંદીમાં ધીમી ગતિએ આગેકૂચ | Gold’s record rally finally…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News