gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયાં પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયાં પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Himanta Biswa Sarma Assam Election 2026: ઇટાલીમાં જ્યારે કોઈ ‘મામા મિયા’ બોલે, ત્યારે તેનો અર્થ આશ્ચર્ય કે ચોંકી જવું એવો થાય છે. પરંતુ અસમના રાજકારણમાં મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ આ બે શબ્દોની વ્યાખ્યા અને પ્રભાવ સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ સાબિત કરી દીધું છે કે હિમંત બિશ્વા સરમા માત્ર એક નેતા નહી, પરંતુ ઉત્તર-પૂર્વના રાજકારણના અજેય કિંગ છે. ભાજપે જે પ્રકારે અસમમાં જીતની હેટ્રિક લગાવી છે, તેણે દિલ્હીથી લઈને ગુવાહાટી સુધીના તમામ રાજકીય વિશ્લેષકોને સ્તબ્ધ કરી દીધા છે. આ જીત પાછળ માત્ર મોદી લહેર નહીં, પણ હિમંતનું સચોટ માઇક્રો-મેનેજમેન્ટ છે.

1. મામા બ્રાન્ડિંગ: ભાવનાત્મક જોડાણ અને મહિલા મતદારોની વફાદારી

અસમના રાજકારણમાં હિમંત બિશ્વા સરમાની સૌથી મોટી સફળતા તેમની મામા તરીકેની છબી છે. આજે અસમમાં નાનાં બાળકોથી લઈને વૃદ્ધ મહિલાઓ સુધી દરેક તેમને મામા કહીને સંબોધે છે. રાજકારણમાં સામાન્ય રીતે નેતાઓ સેવક અથવા જનપ્રતિનિધિ હોવાનો ડોળ કરતા હોય છે, પરંતુ હિમંતે જનતા સાથે સીધો કૌટુંબિક સંબંધ સ્થાપિત કર્યો.

આ બ્રાન્ડિંગ પાછળ મહિલા મતદારોની એક મજબૂત અને વફાદાર વોટબેંક ઉભી કરવામાં આવી છે. હિમંતે ખૂબ જ વહેલું સમજી લીધું હતું કે, જો ઘરની મહિલા સંતુષ્ટ છે, તો તે ઘરનો મત અન્ય ક્યાંય જશે નહીં. તેમની અરુણોદય 2.0 (Orunodoi 2.0) જેવી યોજનાઓએ સીધા જ લાખો મહિલાઓના બેંક ખાતામાં આર્થિક સહાય પહોંચાડી. જ્યારે ચૂંટણી નજીક આવી, ત્યારે આ યોજનાઓનો વ્યાપ અને રકમ બંનેમાં વધારો કરવામાં આવ્યો. કોંગ્રેસે મોંઘવારીને મોટો મુદ્દો બનાવ્યો હતો, પરંતુ ગ્રામીણ મહિલાઓ માટે મામા તરફથી આવતી આ ડાયરેક્ટ આર્થિક મદદ એક મોટો ટેકો સાબિત થઈ. આ નાણાકીય શક્તિએ હિમંતને ઘરના સભ્ય બનાવી દીધા અને મહિલાઓએ મામાના નામે ભાજપને મન મૂકીને મત આપ્યા.

આ પણ વાંચો : ઇનસાઈડ સ્ટોરી: બંગાળમાં પહેલીવાર ‘ભગવો’ લહેરાયો: જાણો ભાજપની ઐતિહાસિક જીતના 5 હીરો

2. મિયાં પોલિટિક્સ: અસ્મિતાની રક્ષા અને ધારદાર ધ્રુવીકરણ

જો મામા શબ્દમાં આત્મીયતા અને પ્રેમ હતો, તો મિયાં શબ્દનો ઉપયોગ હિમંતે એક વ્યૂહાત્મક હથિયાર તરીકે કર્યો. અસમની ભૌગોલિક સ્થિતિ અને બાંગ્લાદેશી ઘૂસણખોરી હંમેશાથી એક અત્યંત સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. હિમંત બિશ્વા સરમાએ આ મુદ્દે ક્યારેય બાંધછોડ ન કરવાની છબી બનાવી. તેમણે પોતાની રેલીઓમાં અને જાહેર નિવેદનોમાં સ્પષ્ટપણે મિયાં પોલિટિક્સને ટાર્ગેટ કરી અને તેને અસમિયા સંસ્કૃતિ તેમજ સ્વદેશી લોકોની ઓળખ માટે ખતરો ગણાવ્યો. હિમંતનો આ નેરેટિવ ખૂબ જ પાવરફુલ રહ્યો કે, “જો અસમના લોકોએ પોતાની જમીન, ભાષા અને ઓળખ બચાવવી હોય, તો તેમણે એક થવું પડશે. (કટોગે તો બટોગે)” તેમણે મદરેસાઓ બંધ કરવાથી લઈને લેન્ડ જેહાદ વિરુદ્ધ લીધેલા કડક નિર્ણયોએ હિન્દુ અને સ્વદેશી અસમિયા મતદારોને સંપૂર્ણપણે ભાજપ તરફ વાળી દીધા. કોંગ્રેસ જ્યારે સેક્યુલરિઝમની વાતો કરતી, ત્યારે ભાજપ તેને મિયાં તુષ્ટિકરણ કહીને વળતો પ્રહાર કરતી. આ હાઈપર-લોકલ ધ્રુવીકરણને કારણે વિપક્ષના મતોનું ગણિત સાવ ખોરવાઈ ગયું.

૩. પ્રો-એક્ટિવ ગવર્નન્સ, ટાસ્કમાસ્ટર મુખ્યમંત્રીની છબી

માત્ર લાગણી અને ધ્રુવીકરણથી સત્તા ટકાવી શકાતી નથી, તે હિમંત સારી રીતે જાણે છે. તેથી જ તેમણે પોતાને એક એવા મુખ્યમંત્રી તરીકે રજૂ કર્યા જે 24/7 કામ કરે છે. અસમમાં રસ્તાઓનું નેટવર્ક હોય, નવી મેડિકલ કોલેજોનું નિર્માણ હોય કે પછી હજારો યુવાનોને કોઈપણ લાંચ વગર પારદર્શક રીતે સરકારી નોકરીઓ આપવાની વાત હોય, હિમંતની ડિલિવરી સિસ્ટમ બેમિસાલ રહી છે.

તેમની કામ કરવાની શૈલી એવી છે કે, તેઓ પોતે અડધી રાત્રે પ્રોજેક્ટ સાઇટ્સ પર જઈને કામનું નિરીક્ષણ કરે છે અને અધિકારીઓ સાથે સીધો સંવાદ કરે છે. આ સક્રિય વહીવટીતંત્રને કારણે અસમમાં ક્યાંય સત્તા વિરોધી લહેર (Anti-incumbency) ઉભી થઈ શકી નહીં. જનતાને વિશ્વાસ બેઠો કે, મામા તેમના હિતોનું રક્ષણ કરવાની સાથે રાજ્યનો વિકાસ પણ કરી રહ્યા છે. કોંગ્રેસ પાસે હિમંતની આ વર્કિંગ મશીન જેવી છબી સામે ટકી શકે તેવો કોઈ નેતા જ નહોતો.

આ પણ વાંચો: થલાપતિ વિજય: સિનેમાના પડદેથી સત્તાની સીડી સુધી… સુપરસ્ટારથી જનનેતા સુધીની સફર

4. વિપક્ષની નિષ્ફળતા કોંગ્રેસના સેલ્ફ ગોલ અને રણનીતિનો અભાવ

કોંગ્રેસ માટે આ ચૂંટણી હારવા કરતાં જીત ભાજપને ભેટમાં આપવા જેવી રહી. ગૌરવ ગોગોઈ, જેઓ વિપક્ષના મુખ્ય ચહેરા હતા, તેમનો મોટાભાગનો સમય દિલ્હીના રાજકારણમાં પસાર થયો. તેઓ સંસદમાં સક્રિય રહ્યા પણ અસમની ગલીઓમાં તેમનો પ્રભાવ હિમંત સામે ઝાંખો પડ્યો. ગૌરવે મુદ્દાઓ ચોક્કસ ઉઠાવ્યા, પણ તેઓ હિમંતના જાદુ અને તેમની જમીની પકડનો મુકાબલો કરી શક્યા નહીં.

બાકી હતુ તે ચૂંટણી પહેલાના આંતરિક વિવાદો અને AIUDF (બદરૂદ્દીન અજમલ) સાથે ગઠબંધન ન કરવાની રણનીતિએ પૂરી કરી દીધી. લઘુમતી મતો વહેંચાઈ ગયા અને બીજી તરફ મિયાં નેરેટિવના કારણે હિન્દુ મતો એકતરફી ભાજપને મળી ગયા. ભાજપે ખૂબ જ ચતુરાઈથી વિપક્ષના દરેક નિવેદનને અસમના અપમાન સાથે જોડી દીધું, જેનો જવાબ કોંગ્રેસ પાસે નહોતો.

આ પણ વાંચો: મમતા બેનરજી: ‘સ્ટ્રીટ ફાઇટર’થી સત્તાના શિખર સુધી અને પછી પતનની રસપ્રદ કહાની

5. અસમમાં હિમંત યુગની મહોર

અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ સાબિત કર્યું છે કે, હિમંત બિશ્વા સરમાએ રાજકારણનું એક નવું વ્યાકરણ તૈયાર કર્યું છે. તેમણે ડેવલપમેન્ટ + અસ્મિતા + ઈમોશનલ કનેક્ટનો એવો જાદુઈ ફોર્મ્યુલા બનાવ્યો છે જેને તોડવો વિપક્ષ માટે હવે લોઢાના ચણા ચાવવા જેવું છે. અસમના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ બિન-કોંગ્રેસી સરકારે આટલી પ્રચંડ બહુમતી સાથે હેટ્રિક લગાવી હોય.

આ જીત એ વાતની સાક્ષી પૂરે છે કે અસમના લોકોએ મામા ના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. હિમંતે બતાવ્યું છે કે કેવી રીતે પ્રાદેશિક મુદ્દાઓને રાષ્ટ્રીય રાષ્ટ્રવાદ સાથે જોડીને ચૂંટણી જીતી શકાય છે. અસમના દરેક ઘરમાં અને દરેક મનમાં આજે હિમંત બિશ્વા સરમાએ પોતાની જગ્યા બનાવી લીધી છે, અને આ જીત સાથે અસમમાં ‘હિમંત યુગ’ સત્તાવાર રીતે વધુ મજબૂત બનીને ઉભર્યો છે.

આ પણ વાંચો: રજનીકાંત અને કમલ હાસન ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું, તમિલનાડુના રાજકારણમાં મેજર અપસેટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી | Election…
INDIA

દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી | Election…

May 4, 2026
5 રાજ્યોની ચૂંટણી વચ્ચે ભાજપ માટે કર્ણાટકથી પણ ગુડ ન્યૂઝ, હારેલા ઉમેદવાર MLA બન્યા | Karnataka Elect…
INDIA

5 રાજ્યોની ચૂંટણી વચ્ચે ભાજપ માટે કર્ણાટકથી પણ ગુડ ન્યૂઝ, હારેલા ઉમેદવાર MLA બન્યા | Karnataka Elect…

May 4, 2026
બંગાળમાં વડાપ્રધાન મોદીએ જ્યાં ફોક્સ કર્યું હતું, ત્યાંના વલણોમાં જ ભાજપને પછડાટ | West Bengal Elect…
INDIA

બંગાળમાં વડાપ્રધાન મોદીએ જ્યાં ફોક્સ કર્યું હતું, ત્યાંના વલણોમાં જ ભાજપને પછડાટ | West Bengal Elect…

May 4, 2026
Next Post
‘SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું…’, મમતા બેનરજીનું પહેલું નિ…

'SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું...', મમતા બેનરજીનું પહેલું નિ...

થલાપતિ વિજય: સિનેમાના પડદેથી સત્તાની સીડી સુધી… સુપર સ્ટારથી જનનેતા સુધીની સફર | thalapathi vijay …

થલાપતિ વિજય: સિનેમાના પડદેથી સત્તાની સીડી સુધી... સુપર સ્ટારથી જનનેતા સુધીની સફર | thalapathi vijay ...

મમતા બેનરજી: ‘સ્ટ્રીટ ફાઇટર’થી સત્તાના શિખર સુધી અને પછી પતનની રસપ્રદ કહાની | The Fall of Bengal’s S…

મમતા બેનરજી: 'સ્ટ્રીટ ફાઇટર'થી સત્તાના શિખર સુધી અને પછી પતનની રસપ્રદ કહાની | The Fall of Bengal’s S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગત નાણાં વર્ષમાં કરન્સી ઈન સરક્યુલેશનમાં 6 ટકા અને ઇ-રૂપી વ્યવહારો 334 ટકા વધ્યા | Currency in circu…

ગત નાણાં વર્ષમાં કરન્સી ઈન સરક્યુલેશનમાં 6 ટકા અને ઇ-રૂપી વ્યવહારો 334 ટકા વધ્યા | Currency in circu…

11 months ago
વડોદરાના ધોરણ-10 અને 12ના પરીક્ષા કેન્દ્રો પર 1000થી વધુ પોલીસ,4 કે તેથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ | …

વડોદરાના ધોરણ-10 અને 12ના પરીક્ષા કેન્દ્રો પર 1000થી વધુ પોલીસ,4 કે તેથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ | …

2 months ago
રસ્તા વચ્ચે ગાય વચ્ચે આવી જતા પટકાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after being hit by cow in …

રસ્તા વચ્ચે ગાય વચ્ચે આવી જતા પટકાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after being hit by cow in …

6 months ago
જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, દેશની ટોચની કોર્ટમાં હવે ગુજરાતના 3 જજ | Jus…

જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, દેશની ટોચની કોર્ટમાં હવે ગુજરાતના 3 જજ | Jus…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News