gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અવિરત તેજી : સેન્સેક્સ 137 પોઈન્ટ વધીને 81927 | Sensex rises 137 points to 81927

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in Business
0 0
0
અવિરત તેજી : સેન્સેક્સ 137 પોઈન્ટ વધીને 81927 | Sensex rises 137 points to 81927
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક મોરચે અમેરિકાના ઈઝરાયેલ-હમાસ યુદ્વનો અંત લાવવાના પ્રયાસ વચ્ચે ઈઝરાયેલે ગાઝા પર વધુ બોમ્બમારો કરતાં ટ્રમ્પ ગિન્નાયા હોવા છતાં અમેરિકામાં શટડાઉન અને ટેરિફ મામલે અમેરિકામાં પરિસ્થિતિ વણસી રહી હોવાના અહેવાલો વચ્ચે ટ્રમ્પ પોતાના વલણમાં કૂણા પડી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે આજે સતત બીજા દિવસે વૈશ્વિક બજારોમાં મજબૂતી રહી હતી. ભારતમાં મોદી સરકાર દ્વારા ટેરિફને લઈ સરકારની આત્મનિર્ભર ભારત પર ફોક્સ કરતી નીતિના એક પછી એક લેવાઈ રહેલા પગલાં પૈકી જીએસટી દરોમાં ફેરફાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દેશના ઉદ્યોગોને બેંકોનું વધુ ધિરાણ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના પગલાં અને હવે ભારત-યુ.કે. વચ્ચે આજકાલમાં ટ્રેડ કરારોની અપેક્ષાએ સેન્ટીમેન્ટ પોઝિટીવ રહ્યું હતું. આ સાથે કેબિનેટ દ્વારા રૂ.૨૪,૦૦૦ કરોડ મૂલ્યના ત્રણ રેલવે પ્રોજેક્ટોને મંજૂર કર્યાની પોઝિટીવ અસરે ફંડો શેરોમાં લેવાલ રહ્યા હતા. ફાઈનાન્સ-બેંકિંગ, ઓટો, ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીના આકર્ષણે સેન્સેક્સ ૧૩૬.૬૩ પોઈન્ટ વધીને ૮૧૯૨૬.૭૫ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૦.૬૫ પોઈન્ટ વધીને ૨૫૧૦૮.૩૦ બંધ રહ્યા હતા.

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં ફેડરલ, ઈન્ડસઈન્ડ, સાઉથ ઈન્ડિયન બેંક વધ્યા : એક્સિસ બેંક, સ્ટેટ બેંક ઘટયા

ફાઈનાન્સ-બેંકિંગ પસંદગીના શેરોમાં ફંડોની ખરીદી વધતી જોવાઈ હતી. અલબત ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ પણ થતું જોવાયું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોર્પોરેટ ઈન્ડિયા માટે બેંકોનું ધિરાણ ઉપલબ્ધ કરાવવાનું  વધુ સરળ કરતાં પોઝિટીવ અસર જળવાઈ હતી. ફેડરલ બેંક રૂ.૫.૭૦ વધીને રૂ.૧૯૯.૨૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૯.૮૫ વધીને રૂ.૭૪૯.૧૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩.૨૦ વધીને રૂ.૧૩૭૬.૧૦, એચડીએફસી બેંક રૂ.૮.૫૫ વધીને રૂ.૯૮૨.૩૦ રહ્યા હતા. રેપકો હોમ ફાઈનાન્સ રૂ.૧૬.૫૦ વધીને રૂ.૩૭૯.૦૫, ફિનોપીબી રૂ.૧૫ વધીને રૂ.૩૧૩.૯૫, સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૧.૧૪ વધીને રૂ૩૧.૧૪, કેર રેટિંગ્સ રૂ.૪૨.૯૫ વધીને રૂ.૧૫૨૨.૬૫, સ્ટાર હેલ્થ રૂ.૧૯.૨૦ વધીને રૂ.૪૭૬.૪૦ રહ્યા હતા. જ્યારે એક્સિસ બેંક રૂ.૨૫.૮૦ ઘટીને રૂ.૧૧૮૬.૭૦, કોટક બેંક રૂ.૧૯.૩૫ ઘટીને રૂ.૨૧૨૬.૧૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૩૫ ઘટીને રૂ.૮૬૪.૭૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૦૦.૧૭ પોઈન્ટ ઘટીને ૬૩૩૩૧.૫૩ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ફંડો લેવાલ : ઉનો મિન્ડા, ટીઆઈ ઈન્ડિયા, બજાજ ઓટો, આઈશર, એમઆરએફ વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી જળવાઈ રહી હતી. તહેવારોની સીઝનમાં છેલ્લે છેલ્લે વાહનોની ખરીદી વધ્યાના અહેવાલ અને અમેરિકા સાથે આગામી દિવસોમાં ટ્રેડ ડિલની અપેક્ષાએ ઓટો કોમ્પોનન્ટસ સહિતની નિકાસને વેગ મળવાની અપેક્ષાએ ઓટો શેરોમાં ફંડો ખરીદદાર રહ્યા હતા. ઉનો મિન્ડા રૂ.૩૨.૯૦ વધીને રૂ.૧૩૬૬.૩૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૬૧.૪૫ વધીને રૂ.૩૨૦૭.૮૫, અશોક લેલેન્ડ રૂ.૧.૯૦ વધીને રૂ.૧૩૯.૮૦, બજાજ ઓટો રૂ.૧૦૯.૬૦ વધીને રૂ.૮૯૦૩.૯૦, આઈશર મોટર્સ રૂ.૭૯.૩૫ વધીને રૂ.૬૯૫૬.૧૫, એમઆરએફ રૂ.૧૩૧૩.૪૦ વધીને રૂ.૧,૫૩,૬૫૩.૩૫, મારૂતી સુઝુકી રૂ.૧૦૨.૬૫ વધીને રૂ.૧૬,૧૦૭, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૧.૮૦ વધીને રૂ.૩૪૯૨.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૫૦.૩૯ પોઈન્ટ વધીને ૬૦૦૫૦.૨૯ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મજબૂતી : અંબર એન્ટરપ્રાઈસ રૂ.૨૫૦ ઉછળ્યો : ડિક્સન રૂ.૧૮૬ વધ્યો

એલજી ઈલેક્ટ્રોનિક્સના આજે ખુલેલા શેરોના આઈપીઓના આકર્ષણે અને કન્ઝયુમર ડયુરેબલ્સ, હોમ એપ્લાયન્સિસમાં તહેવારોની ખરીદી વધવાની અપેક્ષાએ ફંડોએ આગામી દિવસોમાં માંગ વૃદ્વિની અપેક્ષાએ  પસંદગીના શેરોમાં ખરીદી કરી હતી. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૪૯.૭૦ વધીને રૂ.૮૪૨૨.૫૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૮૬.૨૦ વધીને રૂ.૧૭,૨૨૯.૫૫, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૪.૬૦ વધીને રૂ.૫૨૧.૫૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૬૫.૩૬ પોઈન્ટ વધીને ૫૮૮૦૩.૩૯ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં સતત પસંદગીનું આકર્ષણ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, પેટ્રોનેટ, ગેઈલ, રિલાયન્સ વધ્યા

ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોની આજે સતત પસંદગીની ખરીદી રહી હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧૨ વધીને રૂ.૨૨૦.૦૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૭.૩૦ વધીને રૂ.૨૮૭.૬૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૨૫ વધીને રૂ.૧૭૯.૮૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૮૫ વધીને રૂ.૧૩૮૪.૯૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૨.૬૫ વધીને રૂ.૪૨૨.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૨૮.૭૬ પોઈન્ટ વધીને ૨૭૪૮૯.૧૮ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ : સસ્તા સુંદર,  ગોદાવરી બાયો, હેરીટેજ ફૂડ, બ્રિટાનીયા ઘટયા

એફએમસીજી શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. સસ્તા સુંદર રૂ.૪.૩૫ ઘટીને રૂ.૯૫.૨૪, ગોદાવરી બાયો રૂ.૭.૩૫ ઘટીને રૂ.૨૫૧.૨૦, હેરીટેજ ફૂડ રૂ.૧૨.૫૫ ઘટીને રૂ.૪૮૫.૮૦, ગોપાલ સ્નેક્સ રૂ.૭.૬૦ ઘટીને રૂ.૩૫૧.૨૫, બ્રિટાનીયા રૂ.૧૨૬.૭૦ ઘટીને રૂ.૫૮૮૧.૮૦, ડીસીએમ શ્રીરામ રૂ.૩.૫૦ ઘટીને રૂ.૧૭૨.૯૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૯૯.૯૪ પોઈન્ટ ઘટીને ૨૦૧૬૧.૦૨ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૯૬, દિવીઝ રૂ.૨૭૬, ન્યુલેન્ડ રૂ.૬૫૬ ઉછળ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોનું આજે સતત વેલ્યુબાઈંગ થયું હતું.  ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૯૫.૬૦ વધીને રૂ.૫૭૩.૮૦, દિવીઝ લેબ. રૂ.૨૭૫.૯૫ વધીને રૂ.૬૧૦૧.૬૦, ન્યુલેન્ડ લેબ. રૂ.૬૫૬.૨૦ વધીને રૂ.૧૫,૮૧૩.૫૦, અગ્રવાલ આય રૂ.૧૪.૩૫ વધીને રૂ.૫૦૫.૫૦, ઈપ્કા લેબ. રૂ.૩૮ વધીને રૂ.૧૩૫૯.૭૫, મેટ્રોપોલિસ રૂ.૪૧.૯૫ વધીને રૂ.૨૧૧૧.૭૫, અજન્તા ફાર્મા રૂ.૩૦.૨૫ વધીને રૂ.૨૪૬૧.૬૦, આરપીજી લાઈફ રૂ.૨૮.૦૫ વધીને રૂ.૨૨૮૨.૧૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૫.૪૭ પોઈન્ટ વધીને ૪૪૦૫૭.૯૯ બંધ રહ્યો હતો.

FPIs/FIIની રૂ.૧૪૪૧ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૪૫૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૪૪૦.૬૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧,૫૪૨.૯૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૧૦૨.૩૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૪૫૨.૫૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૯૫૩.૧૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૫૦૦.૫૪ કરોડની વેચવાલી કરી હતી.

સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ઓપરેટરો, ફંડો હળવા થયા : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૪૨૦ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ મજબૂતી સામે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરો સતત હળવા થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૬૧  અને ઘટનારની સંખ્યા ૨૪૨૦ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૯ હજાર કરોડ વધીને રૂ.૪૬૦.૨૩ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં મોટી તેજી સાથે આજે  સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલી થવા છતાં એ ગુ્રપના શેરોમાં આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩૯ હજાર કરોડ વધીને રૂ.૪૬૦.૨૩ લાખ કરોડ પહોંચ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન સંપૂર્ણ વર્ષ માટે રિઝર્વ બેન્ક રેપો રેટ યથાવત રાખશે તેવી ધારણા | Reserve Bank expected to ke…
Business

વર્તમાન સંપૂર્ણ વર્ષ માટે રિઝર્વ બેન્ક રેપો રેટ યથાવત રાખશે તેવી ધારણા | Reserve Bank expected to ke…

May 21, 2026
ગત નાણા વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં મહિલા રોકાણકારોની AUM રૂ. 11 લાખ કરોડ | AUM of women investors in mu…
Business

ગત નાણા વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં મહિલા રોકાણકારોની AUM રૂ. 11 લાખ કરોડ | AUM of women investors in mu…

May 21, 2026
ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નવા ઉચ્ચ સ્તરે પહોંચે તેવી વકી : ક્રિસિલ | India’s crude oil trade defici…
Business

ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નવા ઉચ્ચ સ્તરે પહોંચે તેવી વકી : ક્રિસિલ | India’s crude oil trade defici…

May 21, 2026
Next Post
જીવાપરની સીમમાં પરિણીત યુવાન પ્રેમી અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાધો | A married young lover and a min…

જીવાપરની સીમમાં પરિણીત યુવાન પ્રેમી અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાધો | A married young lover and a min...

ડોળાસા નજીકના માલગામ પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Malgaam near Dolasa

ડોળાસા નજીકના માલગામ પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Malgaam near Dolasa

રોડ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ, AMC ના સી-બ્લોકમાં વીજ પુરવઠો જાળવી રાખવા ૪૩ લાખનો ખર્ચ કરાશે | Pr…

રોડ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ, AMC ના સી-બ્લોકમાં વીજ પુરવઠો જાળવી રાખવા ૪૩ લાખનો ખર્ચ કરાશે | Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

7 days ago
એલએમએસ ડ્રોન : આતંકીઓને ઉંઘતા જ ફુંકી મારનાર અમોઘ શસ્ત્ર | LMS Drone: A powerful weapon that can kil…

એલએમએસ ડ્રોન : આતંકીઓને ઉંઘતા જ ફુંકી મારનાર અમોઘ શસ્ત્ર | LMS Drone: A powerful weapon that can kil…

1 year ago
રાજકોટ: ‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ, 8ની અટકાયત, 4 ફરાર | GUJCTOC registered …

રાજકોટ: ‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ, 8ની અટકાયત, 4 ફરાર | GUJCTOC registered …

4 weeks ago
‘મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય…’, વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા | BJP cl…

‘મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય…’, વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા | BJP cl…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News