gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

અહીં ગોકળ ગાયની રેસ યોજાય છે, હરીફાઇની દુનિયામાંથી બહાર નીકળી લોકો માણે છે ‘ધીમા જીવન’નો આનંદ | Taiwan s Fenglin Snail Race Celebrating Slow Living and Tourism Recovery

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
May 6, 2026
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Taiwan’s Fenglin Snail Race: આજની ભાગદોડભરી દુનિયામાં જ્યાં દરેક વ્યક્તિ ઝડપ પાછળ પાગલ છે, ત્યાં તાઇવાનના હુલિએન કાઉન્ટીમાં આવેલું ‘ફેંગલિન’ શહેર એક અલગ જ ફિલોસોફી પર ચાલે છે. આ શહેરના લોકો માને છે કે જિંદગીનો અર્થ માત્ર વેગ નથી, પરંતુ શાંતિ અને સંતુલન પણ છે. આ જ વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે અહીં એક અનોખી ‘ગોકળગાય રેસ’ (Snail Race)નું આયોજન કરાય છે, જે સમગ્ર તાઇવાનમાં ચર્ચાનો વિષય બની છે. અંગ્રેજીમાં જેને ‘સ્નેઇલ પેસ’ કહેવાય છે, તે ધીમી ગતિને અહીં નબળાઈ નહીં પણ એક ઉત્સવ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આમ, એક રીતે લોકો ધીમા જીવનનો આનંદ માણવા તેમાં રસ લે છે. 

ભૂકંપ બાદ પ્રવાસનને વેગ આપવા અનોખો પ્રયાસ

માત્ર 10,000ની વસ્તી ધરાવતું ફેંગલિન શહેર વર્ષ 2014માં ‘Cittaslow’ (સ્લો સિટી નેટવર્ક) સાથે જોડાયું હતું, જેનું પ્રતીક જ ગોકળ ગાય છે. આ પ્રતીક ધૈર્ય અને શાંત જીવનનો સંદેશ આપે છે. વર્ષ 2024માં આવેલા વિનાશક ભૂકંપને કારણે અહીંના પર્યટન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. પ્રવાસીઓની સંખ્યા ઘટતા સ્થાનિક લોકોએ પોતાની આ ‘ધીમી ઓળખ’ને જ દુનિયા સામે લાવવાનો નિર્ણય કર્યો. પરિણામે, પાંચ વર્ષના વિરામ બાદ ફરી એકવાર ભવ્ય સ્નેઇલ રેસનું આયોજન કરાયું, જેણે પ્રવાસીઓને ફરી આ શહેર તરફ આકર્ષ્યા છે.

33 સેન્ટીમીટરની રોમાંચક રેસ અને વિજેતા ‘બ્રધર સ્નેઇલ’

આ અનોખી રેસનું ફોર્મેટ ખૂબ જ રસપ્રદ હતું. એક રાઉન્ડ ટેબલની મધ્યમાં ગોકળ ગાયને મૂકવામાં આવે છે. જે ગોકળ ગાય સૌથી પહેલા 33 સેન્ટિમીટર દૂર આવેલા કિનારે પહોંચે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ વર્ષે ‘બ્રધર સ્નેઇલ’ નામની ગોકળ ગાયે માત્ર 3 મિનિટ 3 સેકન્ડમાં આ અંતર કાપીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. આ રેસમાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. કેટલાક સ્પર્ધકો તો પોતાની ગોકળગાયને તાજા ફળો, શાકભાજી અને શક્કરિયાના પાન ખવડાવીને ખાસ તૈયાર કરે છે. એક દંપતી તો પોતાના ‘જાયન્ટ આફ્રિકન સ્નેઇલ’ સાથે પાંચ કલાકની મુસાફરી કરીને અહીં પહોંચ્યું હતું.

આ પણ વાંચો: Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા

માત્ર મનોરંજન નહીં, જીવનનો સંદેશ

ફેંગલિન શહેર માત્ર આ રેસ પૂરતું મર્યાદિત નથી. અહીંની જાપાની સમયની ઇમારતો, જૂના તંબાકુના ગોડાઉન, હક્કા સંસ્કૃતિ અને ઈ-બાઈક ટૂર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને એ સમજાવવાનો છે કે જીવનમાં હંમેશા ભાગવું જરૂરી નથી. ક્યારેક ધીમે ચાલીને પણ પ્રકૃતિ અને જીવનનો અસલી આનંદ માણી શકાય છે. ફેંગલિનની આ સ્લો લાઈફસ્ટાઈલ લોકોને માનસિક શાંતિ આપે છે અને કુદરત સાથે જોડે છે. આ શહેરનો સીધો અને સાદો સંદેશ છે: ‘ધીરે ચાલો, ખુશ રહો અને જીવનની દરેક પળને માણો.’

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Lifestyle

તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન | 3 Mistakes to Avoid When Drinking Water from a Copper Bottle

June 16, 2026
Lifestyle

‘સફળતા એટલે માત્ર પૈસા નહીં, સમાજમાં કેટલું યોગદાન તે જરૂરી’: રાધિકા અંબાણી | radhika ambani on fear of failure and financial freedom anant ambani IIMUN speech

June 11, 2026
Next Post
મોંઘવારીમાં મોટી રાહત ! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ભાવમાં ઉછાળો થવાના સંકેત, સમ…

મોંઘવારીમાં મોટી રાહત ! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ભાવમાં ઉછાળો થવાના સંકેત, સમ...

‘પશ્ચિમ બંગાળમાં મત ગણતરીના CCTV ફૂટેજ જાહેર કરો…’ અખિલેશે ભાજપ પર મૂક્યા 5 ગંભીર આરોપ | Akhilesh …

'પશ્ચિમ બંગાળમાં મત ગણતરીના CCTV ફૂટેજ જાહેર કરો...' અખિલેશે ભાજપ પર મૂક્યા 5 ગંભીર આરોપ | Akhilesh ...

Explainer: તમિલનાડુના લોકોને આપેલા વચનો પૂરા કરવા વિજયને 2,160 કિલો સોનું જોઈએ, RBIની મદદ લેવી પડશે …

Explainer: તમિલનાડુના લોકોને આપેલા વચનો પૂરા કરવા વિજયને 2,160 કિલો સોનું જોઈએ, RBIની મદદ લેવી પડશે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિખોદરાથી સારસાનો રોડ બિસ્માર બનતા 7 ગામના લોકોનો ચક્કજામ | People of 7 villages protest as Chikhoda…

ચિખોદરાથી સારસાનો રોડ બિસ્માર બનતા 7 ગામના લોકોનો ચક્કજામ | People of 7 villages protest as Chikhoda…

9 months ago
‘અજિત પવારની NCPનો શરદ પવારની પાર્ટીમાં વિલય થવો જોઈએ’, સંજય રાઉતના નિવેદનથી રાજકારણ ગરમાયું | Sanja…

‘અજિત પવારની NCPનો શરદ પવારની પાર્ટીમાં વિલય થવો જોઈએ’, સંજય રાઉતના નિવેદનથી રાજકારણ ગરમાયું | Sanja…

6 months ago
અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યા ખેલ, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ | Viral Video Lead…

અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યા ખેલ, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ | Viral Video Lead…

4 months ago
વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાયસન્સ, ચાલાન સંબંધિત ‘ડેટા એક્સેસ’ના નવા નિયમ જાહેર, જાણો શું કહ્યું સ…

વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાયસન્સ, ચાલાન સંબંધિત ‘ડેટા એક્સેસ’ના નવા નિયમ જાહેર, જાણો શું કહ્યું સ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News