gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આર્ટસ ફેકલ્ટીના 9માંથી 6 ગુંબજનું રિસ્ટોરેશન પુરુ પણ ભવિષ્યમાં પ્રદુષણનું જોખમ યથાવત | arts faculty …

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
આર્ટસ ફેકલ્ટીના 9માંથી 6 ગુંબજનું રિસ્ટોરેશન પુરુ પણ ભવિષ્યમાં પ્રદુષણનું જોખમ યથાવત | arts faculty …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારતના  મુખ્ય ગુંબજ અને તેની આસપાસના ગુંબજ મળીને કુલ ૯ ગુંબજ છે અને આ પૈકીના ૬ ગુંબજનું રિસ્ટોરેશન પુરુ થઈ ગયું છે.મુખ્ય ગુંબજ અને બીજા બે નાના ગુંબજનું રિસ્ટોરેશન આગામી સાત થી આઠ મહિનામાં પુરુ થાય તેવો અંદાજ છે.

યુનિવર્સિટી દ્વારા ૨૦૨૩માં ગુંબજ અને ઈમારતની બહારની દિવાલો તથા બીજા કામ માટે ૫.૫૦ કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.અન્ય જગ્યાએ પણ ઐતહાસિક ઈમારતોનું રિસ્ટોરેશન કરી ચુકેલી એજન્સી દ્વારા ગુંબજના રિસ્ટોરેશન માટે ચૂનાની સાથે ગોળ, અડદ, મેથી, ગૂગળનો ઉપયોગ કરાઈ રહ્યો છે.ગુંબજના મૂળ બાંધકામમાં ઈંટો, ચૂનો, લાકડુ જેવા મટિરિયલનો ઉપયોગ થયો હતો અને તેના કારણે રિસ્ટોરેશનમાં પણ આ જ મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે.

ગુંબજની અંદર અને બહારની તરફ ચૂનાનું પ્લાસ્ટર કરવામાં આવે છે અને તે પહેલા તેમાં અડદ, ગોળ, મેથી અને ગૂગળને ઉકાળીને તેને ચૂનાની સાથે ભેળવવામાં આવે છે.

યુનિવર્સિટીના  સૂત્રોનું કહેવું છે કે, આમ તો ૨૦૧૭થી ફેકલ્ટીની ઐતહાસિક ઈમારત અને ગુંબજના રિસ્ટોરેશનનો પ્રોજેકટ હાથ ધરાયો હતો પરંતુ તેમાં ઘણા વિઘ્નો આવ્યા હતા.જોકે હવે આ પ્રોજેકટ પૂરો થવાના આરે છે.જોકે, ગુંબજના રિસ્ટોરેશન બાદ પણ તેની સામે પ્રદૂષણનું જોખમ તો રહેશે જ.ભૂતકાળમાં ૨૦૦૫માં પણ ગુંબજનું રિસ્ટોરેશન કરાયું હતું અને તેના થોડા વર્ષોમાં પ્રદૂષણના કારણે ગુંબજ ફરી કાળો પડી ગયો હતો.

સાત વર્ષથી ચાલતો પ્રોજેકટ અને સાત કરોડનો ખર્ચ 

આર્ટસની ઐતિહાસિક ઈમારત અને તેના ગુંબજના રિસ્ટોરેશન પ્રોજેકટની ટાઈમલાઈન

-૨૦૧૭માં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને ૨.૨૩ કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો. 

–૬ મહિનામાં જ કોન્ટ્રાકટરે ગુંબજમાં કાણા પાડતા ભારે હોબાળો થયો.સત્તાધીશોએ કોન્ટ્રાકટ પાછો લીધો

–૨૦૨૦માં અન્ય એજન્સીને કામ સોંપવામાં આવ્યું.એક કરોડનું પેમેન્ટ કરાયું

–કોરોનાના કારણે ૨૦૨૨માં એજન્સીએ ભાવ વધારાના મુદ્દે થયેલા મતભેદો બાદ કામ બંધ કર્યું

–૨૦૨૨માં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ૨.૨૩ કરોડમાંથી ૧.૯૮ કરોડની રકમ યુનિવર્સિટીને પાછી આપી

–૨૦૨૩માં સત્તાધીશોએ ફરી ટેન્ડર મંગાવ્યા

–૨૦૨૩ના ઓગસ્ટ મહિનામાં ૫.૫૦ કરોડના ખર્ચે નવી એજન્સીએ અધુરુ રહેલું કામ ચાલુ કર્યું 

–સાત વર્ષથી ચાલી રહેલા અને ૨૦૨૫માં પૂરા થનારા પ્રોજેકટ પાછળ કુલ સાત કરોડના ખર્ચનો અંદાજ

૧૮૮૦માં ડિઝાઈન બની હતી, ભારતનો બીજા નંબરનો ગુંબજ

૧૮૮૦માં આર્કિટેકટ રોબર્ટ ચિઝોમ દ્વારા  આર્ટસ ફેકલ્ટીની ઐતહાસિક ઈમારતની ડિઝાઈન બનાવવામાં આવી હતી.ભારતના બીજાપુર બાદ ભારતનો સૌથી મોટો બીજો ગુંબજ આર્ટસ ફેકલ્ટીનો છે.જેનો વ્યાસ લગભગ ૭૦ ફૂટ થવા જાય છે.ફેકલ્ટીની ઈમારત ઈન્ડો-સારસેનિક શૈલીમાં બનાવાઈ છે.ડોમ અને ઈમારતના બાંધકામમાં ચૂનો, ઈંટો, લાકડું અને બેલ્જિયમ ગ્લાસનો મુખ્યત્વે ઉપયોગ થયો છે.અત્યારે ચાલી રહેલી રિસ્ટોરેશનની કામગીરીમાં પણ આ જ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ગુંબજના રિસ્ટોરેશનની સાથે બહારની દિવાલોનું સમારકામ, પથ્થરની જાળીઓ, લાકડાના દાદરા, કાચ અને સિરામિક ટાઈલ્સ નાંખવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

વાહનો અને ઉદ્યોગોના ધૂમાડાના કારણે

કાર્બન મોનોકસાઈડ અને સલ્ફર ડાયોકસાઈડથી ગુંબજને અસર થઈ શકે

યુનિવર્સિટીના એન્વાર્યમેન્ટ સાયન્સ વિભાગના પૂર્વ હેડ પ્રો.કૌરેશ વચ્છરાજાનીએ કહ્યું હતું કે, ગુંબજના રિસ્ટોરેશનમાં કઈ ટેકનિક અને મટિરિયલનો ઉપયોગ થઈ રહ્યો છે તેની જાણકારી તો નથી પરંતુ સામાન્ય રીતે વાહનોના ધૂમાડામાંથી નીકળતા કાર્બન મોનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ અને ઉદ્યોગોના પ્રદુષણના કારણે વાતાવરણમાં ભળતા બીજા કેમિકલ, ધૂળના રજકણો ગુંબજના કલર પર અસર કરે તેવી શક્યતા રહેતી હોય છે.તેનાથી  ગુંબજ પરનો રંગ ઝાંખો થવાની શક્યતા છે.ભૂતકાળમાં ગુંબજ પર ફંગસ થઈ હોવાનું પણ જોવા મળ્યું હતું.

બીજી તરફ બોટની વિભાગના અધ્યાપક ડો.ધર્મેન્દ્ર શાહનું કહેવું છે કે, ગુંબજ પર લાગતી ફૂગ અને પ્રદુષણને રોકવા હવે સ્પેશ્યલ કેમિકલ ઉપલબ્ધ છે.જેનો અખતરો ગુંબજના એક નાનકડા હિસ્સા પર બે વર્ષ પહેલા અમે કર્યો હતો.જેના સારા પરિણામ જોવા મળ્યા હતા.આ કેમિકલના કોટિંગથી ગુંબજ પરથી પ્રદુષણનો ખતરો દસેક વર્ષ સુધી તો ટાળી શકાશે તેવો મારો અંદાજ છે.

–પોલ્યુશનની અસર ઓછી કરવા નિયમિત સફાઈ જરુરી 

યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, પોલ્યુશનને રોકી શકાય તેવું શક્ય નથી પરંતુ ગુંબજની સુંદરતા પર પોલ્યુશનની અસરને રોકવા અથવા તો ઓછી કરવા માટે તેની દર વર્ષે કે બે વર્ષે સફાઈ જરુરી છે.આ માટે યુનિવર્સિટીએ સરકારને પત્ર લખીને ગ્રાન્ટની માગણી કરવી જોઈએ.મેન્ટેનન્સ પાછળ દર બે વર્ષે ૩૦ થી ૩૫ લાખ રુપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
ઉમેદવારોનું આગલી રાતથી શહેરમાં રોકાણ, 70 કેન્દ્રો પર પીએસઆઈની પરીક્ષા સંપન્ન | psi exam in vadodara …

ઉમેદવારોનું આગલી રાતથી શહેરમાં રોકાણ, 70 કેન્દ્રો પર પીએસઆઈની પરીક્ષા સંપન્ન | psi exam in vadodara ...

નોકરી છોડી દેવાનું કહી પત્નીને મારઝૂડ કરતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband who bea…

નોકરી છોડી દેવાનું કહી પત્નીને મારઝૂડ કરતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband who bea...

હાથીખાનામાં ટેમ્પો ડ્રાઇવરને ચપ્પુ બતાવી મારી નાંખવાની  ધમકી

હાથીખાનામાં ટેમ્પો ડ્રાઇવરને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પૂનમ ભદોરિયા હાઈકોર્ટ પહોંચી, FIR રદ કરવા અને જામીન માટે …

સુરત: બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પૂનમ ભદોરિયા હાઈકોર્ટ પહોંચી, FIR રદ કરવા અને જામીન માટે …

3 months ago
અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબીયત લથડતાં મોત, જબલપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ | Indigo Flight f…

અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબીયત લથડતાં મોત, જબલપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ | Indigo Flight f…

2 months ago
પોઈચા ફ્રેન્ચવેલથી હયાત પાણીની લાઈન બદલવા રૂ. 107 કરોડ ખર્ચાશે | Rs 107 crore will be spent to repla…

પોઈચા ફ્રેન્ચવેલથી હયાત પાણીની લાઈન બદલવા રૂ. 107 કરોડ ખર્ચાશે | Rs 107 crore will be spent to repla…

7 months ago
અમરેલી સિવિલમાં મહિલાના મોતનો મામલો: દેવીપૂજક સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર, કલેક્ટરને આવેદન…

અમરેલી સિવિલમાં મહિલાના મોતનો મામલો: દેવીપૂજક સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર, કલેક્ટરને આવેદન…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News