gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો | IndiGo suffers blow government cuts dai…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in INDIA
0 0
0
ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો | IndiGo suffers blow government cuts dai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઇન્ડિગોના સીઇઓ પીટર ઉડ્ડયન મંત્રી નાયડૂને મળ્યા

– મંગળવારે પણ 422થી વધુ ફ્લાઇટ્સ રદ, સપ્તાહનો આંકડો ચાર હજારને પાર, હજારો મુસાફરો મુશ્કેલીમાં

નવી દિલ્હી : દેશના મોટાભાગના એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરો છેલ્લા એક સપ્તાહથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઇન્ડિગો દ્વારા દરરોજ અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ઇન્ડિગોની ફ્લાઇટોની ઉડાનમાં ૧૦ ટકાનો કાપ મુકી દીધો છે. આ ૧૦ ટકા ઉડાનની તક હવે અન્ય એરલાઇન્સને આપવામાં આવશે. જ્યારે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ ફરી કહ્યું છે કે તેઓ ઇન્ડિગોને છોડશે નહીં અને આકરી કાર્યવાહી કરાશે. 

ઇન્ડિગો હાલમાં દરરોજ આશરે ૨૨૦૦ જેટલી ફ્લાઇટ ઓપરેટ કરે છે. કેન્દ્ર સરકારે આ ૨૨૦૦માંથી ૧૦ ટકા એટલે કે ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ પર હાલ પુરતા કાપ મુકી દીધો છે. આ નિર્ણય ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ વચ્ચેની બેઠક બાદ લેવાયો હતો. મંત્રી રામ મોહને કહ્યું હતું કે સમગ્ર સ્થિતિ અંગે અપડેટ આપવા માટે સીઇઓને મંત્રાલય બોલાવવામાં આવ્યા હતા, તેમણે ખાતરી આપી છે કે ૧૦૦ ટકા રિફંડ પૂર્ણ થઇ ગયું છે. મંત્રીએ વધુમાં સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે મંત્રાલય ઇન્ડિગોના તમામ રુટ્સને ઘટાડવા યોગ્ય સમજે છે. જેનાથી એરલાઇન્સના દૈનિક કાર્યમાં સ્થિરતા આવશે. સાથે જ કેંસલેશન પણ ઘટશે, હાલ ૧૦ ટકા કાપ મુકવા આદેશ અપાયો છે તેમ મંત્રીએ કહ્યું હતું. 

બીજી તરફ મંગળવારે મંત્રી રામ મોહન નાયડુએ લોકસભામાં ફરી દાવો કર્યો હતો કે એરલાઇન્સ ગમે એટલી મોટી કેમ ના હોય નિયમોનું પાલન કરવું જ પડશે અને મુસાફરોને મુશ્કેલીમાં મુકવાની છૂટ તેને નહીં આપીએ. ધડાધડ અનેક ફ્લાઇટો કેંસલ કરવાનો સિલસિલો ગયા મંગળવારે શરૂ થયો હતો જે આ મંગળવારે પણ યથાવત રહ્યો, મંગળવારે ૯મી તારીખે ઇન્ડિગોએ ૪૨૨ ફ્લાઇટોને રદ કરી દીધી હતી. બે ડિસેમ્બરથી અત્યાર સુધી ઇન્ડિગો ચાર હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરી ચુકી છે. જેને કારણે હજારો મુસાફરોને ભારે મુશ્કેલીમાં મુક્યા હતા, અનેક એરપોર્ટે મુસાફરો સામાન સાથે આખી રાત અને દિવસ પસાર કરવા મજબૂર થયા હતા. ઠેરઠેર સામાન અને લોકો જ નજરે પડી રહ્યા હતા. લોકોએ ઇન્ડિગોના અધિકારીઓ અને કર્મચારીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ઇન્ડિગોનો દાવો છે કે દિવસે ને દિવસે સ્થિતિ સુધરી રહી છે, જેમ કે પાંચ તારીખે ૭૦૦, છ તારીખે ૧૫૦૦, સાત તારીખે ૧૬૫૦, આઠ તારીખે સોમવારે ૧૮૦૦ ફ્લાઇટ્સે ઉડાન ભરી હતી અને મંગળવારે પણ તેવી જ સ્થિતિ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
વઢવાણના ખેડૂતે જામફળની ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 4 લાખની આવક મેળવી | A farmer from Wadhwan earned an i…

વઢવાણના ખેડૂતે જામફળની ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 4 લાખની આવક મેળવી | A farmer from Wadhwan earned an i...

‘સર’ના કામમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજક્તા સર્જાશે : સુપ્રીમ | If obstacles to ‘Sir”s’ work are …

'સર'ના કામમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજક્તા સર્જાશે : સુપ્રીમ | If obstacles to 'Sir''s' work are ...

અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલ ગ્રુપના ૩૫ સ્થળ પર આવકવેરાના દરોડાં | income tax raid on textile group

અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલ ગ્રુપના ૩૫ સ્થળ પર આવકવેરાના દરોડાં | income tax raid on textile group

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રયાગરાજમાં દરગાહ પર ભગવો ધ્વજ લહેરાવાતા તણાવ છતાં શાંતિપૂર્ણ ઊજવણી | Peaceful celebrations despite…

પ્રયાગરાજમાં દરગાહ પર ભગવો ધ્વજ લહેરાવાતા તણાવ છતાં શાંતિપૂર્ણ ઊજવણી | Peaceful celebrations despite…

12 months ago
2025માં અબજોપતિઓએ 51 આલિશાન ઘર અધધ… રૂ. 7186 કરોડમાં ખરીદ્યા | In 2025 billionaires bought 51 luxu…

2025માં અબજોપતિઓએ 51 આલિશાન ઘર અધધ… રૂ. 7186 કરોડમાં ખરીદ્યા | In 2025 billionaires bought 51 luxu…

3 months ago
ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું ‘સ્યુસાઈડ પોઇન્ટ’! છેલ્લા 10 વર્ષમાં 1628 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું | …

ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું ‘સ્યુસાઈડ પોઇન્ટ’! છેલ્લા 10 વર્ષમાં 1628 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું | …

17 hours ago
BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી | An…

BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી | An…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News