gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in Business
0 0
0
ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગની બે દિવસની મુલાકાતમાં ઈરાન  મામલે ચાઈનાને મદદની ઓફર કર્યાના અહેવાલ છતાં બન્ને દેશો વચ્ચે કોઈ મોટી ડિલ જાહેર નહીં થતાં અને ઈરાન મામલે અનિશ્ચિતતા વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં ખાસ એશીયા-પેસેફિક દેશોના બજારોમાં દક્ષિણ કોરિયાના બજારોમાં કડાકા પાછલ સાવચેતીએ નરમાઈ રહી હતી. ભારતીય શેર બજારો માટે આજે રૂપિયો વિલન બન્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ થતું રહી આજે ૯૬ની સપાટી તોડી જતાં અને દેશમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં લીટરે રૂ.૩ અને સીએનજીના ભાવમાં કિલોએ રૂ.૨ વધારો ઝિંકવામાં આવતાં ઔદ્યોગિક વિકાસ પર અસર પડવાની સાથે લોકોની ખર્ચશકિતમાં ઘટાડો થવાની અને મોંઘવારીમાં વધારો થવાના નેગેટીવ પરિબળે શેરોમાં ઉછાળે સાવચેતીમાં વેચવાલી નીકળી હતી. ફોરેન ફંડોની કેશમાં આજે શેરોમાં ખરીદી સામે લોકલ ફંડોની શેરોમાં વેચવાલીએ આરંભિક ઉછાળો ધોવાયો હતો.

સેન્સેક્સ આરંભમાં ૪૭૧.૬૪ પોઈન્ટ વધીને ૭૫૮૭૦.૩૬ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને નીચામાં ૭૫૧૩૯.૪૧ સુધી આવી વધ્યામથાળેથી ૬૩૨.૩૭ પોઈન્ટ ઘટીને ૭૫૨૩૭.૯૯ બંધ રહ્યો હતો. જે આગલા બંધની તુલનાએ ૧૬૦.૭૩ પોઈન્ટ ઘટયો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ૨૩૮૩૯.૩૦ સુધી વધી આવ્યા બાદ નીચામાં ૨૩૬૧૦.૩૦ સુધી આવી અંતે ૪૬.૧૦ પોઈન્ટ ઘટીને ૨૩૬૪૩.૫૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૭૮ તૂટયો 

ફંડોની આજે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફરી મોટી વેચવાલી થઈ હતી. હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૨૩.૯૫ તૂટીને રૂ.૪૩૮૬.૫૫, ભેલ રૂ.૧૫.૨૫ ઘટીને રૂ.૩૯૮.૨૦, ડાટા પેટર્નસ રૂ.૧૩૫.૫૫ તૂટીને રૂ.૩૮૭૩.૪૫, કોચીન શિપ રૂ.૫૦.૧૦ ઘટીને રૂ.૧૫૯૫.૧૫, સિમેન્સ રૂ.૧૧૦.૧૦ ઘટીને રૂ.૩૫૮૬.૩૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૭૭.૮૯ પોઈન્ટ તૂટીને ૭૬૮૨૬.૪૨ બંધ રહ્યો હતો.

સોના-ચાંદીના ભાવો તૂટતાં મેટલ શેરો તૂટયા

ટાટા સ્ટીલના ત્રિમાસિક પરિણામ સારા આવ્યા છતાં વૈશ્વિક બજારોમાં સોના, ચાંદીના ભાવોમાં કડાકાની અસરે મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે ફરી નફારૂપી મોટી વેચવાલી કરતાં ધોવાણ થયું હતું. હિન્દુસ્તાન ઝિંક રૂ.૩૧.૬૫ તૂટીને રૂ.૬૩૭.૪૫,  ટાટા સ્ટીલનો નફો વધીને આવ્યા છતાં શેર રૂ.૪.૩૫ ઘટીને રૂ.૨૧૬.૮૦, એનએમડીસી રૂ.૧.૮૦ ઘટીને રૂ.૯૧.૪૨ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૮૭૬.૭૪ પોઈન્ટ તૂટીને ૪૩૩૮૫.૮૫ બંધ રહ્યો હતો.

ઇંધણના ભાવ વધતાં ઓટો શેરો ગબડયા

પેટ્રોલ, ડિઝલના ભાવ વધતાં નેગેટીવ અસરે ઓટોમોબાઈલ શેરોમાં વેચવાલી થઈ હતી. ભારત ફોર્જ રૂ.૩૪.૬૦ ઘટીને રૂ.૧૯૧૩.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૯.૪૦ ઘટીને રૂ.૩૧૨૨.૬૦, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૧૭ ઘટીને રૂ.૧૮૨૫.૭૫, બજાજ ઓટો રૂ.૭૨.૯૦ ઘટીને રૂ.૧૦,૩૭૮.૧૦ રહ્યા હતા. 

રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી

રૂપિયો આજે તૂટીને ૯૬.૧૪ના નવા ઐતિહાસિક તળીયે આવી જતાં ઓઈલ કંપનીઓની હાલત કફોડી બનવાની શકયતાએ ફંડોએ ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી કરી હતી. આઈઓસી રૂ.૫.૭૦ તૂટીને રૂ.૧૩૪.૫૫, બીપીસીએલ રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૨૮૪.૪૦, એચપીસીએલ રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૩૬૬.૨૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫.૪૦ ઘટીને રૂ.૧૩૩૬.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૮૭.૮૫ પોઈન્ટ ઘટીને ૨૬૮૩૩.૮૫ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં વૈશ્વિક નરમાઈથી વિપરીત આજે ભારતમાં શેરોમાં ખરીદી રહી હતી. ટાટા એલેક્સી રૂ.૧૦૦.૦૫ વધીને રૂ.૪૧૨૩.૬૫, ઈન્ફોસીસ રૂ.૨૨.૮૦ વધીને રૂ.૧૧૧૮.૪૦, ટેક મહિન્દ્રા રૂ.૨૫ વધીને રૂ.૧૩૭૦.૨૫, પર્સિસ્ટન્ટ રૂ.૭૦.૪૦ વધીને રૂ.૪૭૦૨.૮૫, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૪.૭૫ વધીને રૂ.૨૭૧.૨૦ રહ્યા હતા.

ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વેચવાલી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની ફરી વેચવાલી થઈ હતી. ઈન્ડસઈન્ડ બેંક પાસેથી સેબીએ ઈન્ડસાઈડર ટ્રેડિંગ કેસમાં બેંકના અધિકારીઓના ક્લાયન્ટ કંપનીઓમાં સોદાની વિગતો માંગી હોવાના અહેવાલે શેરમાં કડાકો બોલાયો હતો. શેર રૂ.૧૯.૧૫ ઘટીને રૂ.૮૮૭.૩૦, પીએનબી રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૦૨.૦૫, બેંક ઓફ બરોડા રૂ.૬.૨૦ ઘટીને રૂ.૨૬૧.૫૦, કેનેરા બેંક રૂ.૨.૮૫ ઘટીને રૂ.૧૨૮, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૬.૬૦ ઘટીને રૂ.૯૬૨.૯૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૭૧.૯૮ પોઈન્ટ ગબડીને ૬૦૪૮૯.૩૪ બંધ રહ્યો હતો.

DIIની રૂ.૧૯૫૯ કરોડની વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૩૨૯.૧૭ કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૧૯૫૮.૮૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી  રહી હતી. 

રોકાણકારોની સંપતિ રૂ.૨.૨૬ લાખ કરોડ ઘટી

સેન્સેક્સ, નિફટીમાં  આજે ઉછાળા બાદ ધોવાણની સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પણ વેચવાલી નીકળતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૨૬  લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૫૯  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પેટ્રોલ માટે ’10 મિનિટ ડિલિવરી મોડેલ’ ઘાતક, અમદાવાદમાં રોજ બિનજરૂરી 4500 લિટરનો વપરાશ! | 10 Minute D…

પેટ્રોલ માટે '10 મિનિટ ડિલિવરી મોડેલ' ઘાતક, અમદાવાદમાં રોજ બિનજરૂરી 4500 લિટરનો વપરાશ! | 10 Minute D...

અમદાવાદમાં સોના-ચાંદી બજારમાં ખરીદી 35% ઘટી, લગ્નગાળા પહેલાં જ સોની બજાર ચિંતિત | ahmedabad gold slu…

અમદાવાદમાં સોના-ચાંદી બજારમાં ખરીદી 35% ઘટી, લગ્નગાળા પહેલાં જ સોની બજાર ચિંતિત | ahmedabad gold slu...

વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo…

વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું, લગડી અન્ડરવિયરમાં છુપાવી | …

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું, લગડી અન્ડરવિયરમાં છુપાવી | …

6 months ago
એમજીવીસીએલમાં વિઝન પ્લસ પ્રા.લી.ના નેજા હેઠળના 300 કર્મીઓ હડતાલ પર | 300 employees of Vision Plus Pv…

એમજીવીસીએલમાં વિઝન પ્લસ પ્રા.લી.ના નેજા હેઠળના 300 કર્મીઓ હડતાલ પર | 300 employees of Vision Plus Pv…

1 year ago
સોફ્ટવેર એન્જિનિયરનો ગળા ફાસો ખાઇને આપઘાત | Software engineer commits suicide by hanging himself

સોફ્ટવેર એન્જિનિયરનો ગળા ફાસો ખાઇને આપઘાત | Software engineer commits suicide by hanging himself

5 months ago
ધ્રાંગધ્રામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા | Accused gets one year in prison in Dhrangadh…

ધ્રાંગધ્રામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા | Accused gets one year in prison in Dhrangadh…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News