gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈન્ટ્રા-ડે 1682 પોઈન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ 703 પોઈન્ટ તૂટી 76847 | After a 1682 point intrada…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in Business
0 0
0
ઈન્ટ્રા-ડે 1682 પોઈન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ 703 પોઈન્ટ તૂટી 76847 | After a 1682 point intrada…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઈરાન-અમેરિકા યુદ્વ શાંતી મંત્રણા નિષ્ફળ નીવડતાં અને હોર્મુઝ નાકાબંધીએ વૈશ્વિક બજારો ફરી સંકટમાં 

મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાના યુદ્વ વિરામનું પાકિસ્તાનમાં બન્ને પક્ષો વચ્ચે યોજાયેલી શાંતી મંત્રણામાં બન્ને પક્ષે કેટલીક શરતો પર સંમતી નહીં સધાતાં નિષ્ફળતા બાદ હવે વિશ્વના દરિયાઈ માર્ગે પરિવહનના પ્રમુખ માર્ગ સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝ પર ઈરાન બાદ હવે અમેરિકાએ પોતે પણ નાકાબંધી કરવાનું જાહેર કરતાં વિશ્વ પરનું ઓઈલ સંકટ ઘેરાવાના સ્પષ્ટ સંકેતે આજે વૈશ્વિક બજારો ફરી ડામાડોળ થયા હતા. ભારત, ચાઈના સહિતના દેશો માટે ક્રુડ ઓઈલ, એલપીજી સહિત મેળવવા માટેના આ પ્રમુખ માર્ગ બંધ થવાથી દેશોમાં ઈંધણ સંકટ સર્જાય એવી ફરી શકયતા ઊભી થતાં અને ફરી ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલા શરૂ થવાના અહેવાલ અને બીજી તરફ ચાઈના અને રશિયા પણ ઈરાનની પડખે આવી જતાં ઈરાન જંગ ત્રિપાંખિયા અમેરિકા-રશિયા-ચાઈના જંગમાં પરિણમવાના જોખમે વૈશ્વિક બજારોમાં આજે ક્રુડ ઓઈલના ભાવોમાં  ભડકા સાથે શેર બજારો ધરાશાયી થયા હતા. 

ક્રુડ ઓઈલ ફરી ૧૦૦ ડોલર પાર કરવા સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી તૂટતાં બજારો પર નેગેટીવ અસર જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં પણ ઓટોમોબાઈલ, બેંકિંગ, આઈટી, ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી થઈ હતી. સેન્સેક્સ આરંભમાં એક તબક્કે ૧૬૮૧.૯૩ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૫૮૬૮.૩૨ સુધી આવ્યા બાદ અંતે ૭૦૭.૬૮ પોઈન્ટ ઘટીને ૭૬૮૪૭.૫૭ અને નિફટી ૫૦ સ્પોટ એક તબક્કે નીચામાં ૨૩૫૫૫.૬૦ સુધી પટકાઈ અંતે ૨૦૭.૯૫ પોઈન્ટ ઘટીને ૨૩૮૪૨.૬૫ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૧૨૩૧ તૂટયો 

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ૭થી ૮ ટકા ઉછળીને ૧૦૨ ડોલરની સપાટીએ પહોંચી જતાં અને વૈશ્વિક ઈંધણ કટોકટી વકરવાના અને પેટ્રોલ, ડિઝલની અછત ઊભી થવાનું જોખમ સર્જાયું હોઈ ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી ગાબડાં પડયા હતા. આઈશર મોટર્સ રૂ.૩૭૦ તૂટીને રૂ.૭૦૫૧.૨૫, મારૂતી સુઝુકી રૂ.૬૩૨.૩૦ ઘટીને રૂ.૧૩,૦૭૮.૬૫, હીરો મોટોકોર્પ રૂ.૨૨૧.૮૦ તૂટીને રૂ.૫૨૪૬.૬૫, અશોક લેલેન્ડ રૂ.૫.૯૦ ઘટીને રૂ.૧૭૨.૧૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૫૧ ઘટીને રૂ.૧૭૪૪.૯૦, ટીવીએસ મોટર રૂ.૧૦૧.૩૫ ઘટીને રૂ.૩૭૩૭.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૧.૬૦ ઘટીને રૂ.૩૨૨૦.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૨૩૧.૦૨ પોઈન્ટ તૂટીને ૫૭૪૮૩.૩૭ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ધોવાણ 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી તેજીના વળતાં પાણી થઈ ફંડોએ સાવચેતીમાં વેચવાલી કરી હતી. ટીસીએસ રૂ.૫૧.૭૦ ઘટીને રૂ.૨૪૭૨.૬૫, ડાટામેટિક્સ રૂ.૧૪.૦૫ ઘટીને રૂ.૬૯૭.૩૫, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૧૪.૭૦ ઘટીને રૂ.૭૪૫.૫૫, સોનાટા સોફ્ટવેર રૂ.૪.૨૦ ઘટીને રૂ.૨૪૨.૧૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૫૧.૨૬ પોઈન્ટ ઘટીને ૨૯૫૫૧.૦૨ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડો  દૂર 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડો નવી ખરીદીથી દૂર રહી આજે  વેચવાલ બન્યા હતા. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૩૪ ઘટીને રૂ.૬૪.૮૮, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૧ ઘટીને રૂ.૮૧૯.૬૦ રહ્યા હતા. અલબત ઘટાડે બેંકિંગ શેરોમાં શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૧૮.૫૯ પોઈન્ટ ઘટીને ૬૨૬૬૬ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં ફંડો હળવા 

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ૧૦૨ ડોલરની સપાટીએ પહોંચી જતાં ઓઈલ રીફાઈનરીઓ-માર્કેટિંગ કંપનીઓ માટે નેગેટીવ પરિબળે આજે ફંડો ઓઈલ-ગેસ શેરોમાં ફરી હળવા થયા હતા. એચપીસીએલ રૂ.૧૧.૭૫ તૂટીને રૂ.૩૪૯, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૫.૬૦ ઘટીને રૂ.૧૩૧૪.૫૫, બીપીસીએલ રૂ.૬.૭૦ ઘટીને રૂ.૨૯૨.૬૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૩૩.૦૬ પોઈન્ટ ઘટીને ૨૬૩૪૮.૨૦ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં વેચવાલી 

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો આજે વેચવાલ બન્યા હતા. ક્રોમ્પ્ટન રૂ.૪.૧૦ ઘટીને રૂ.૨૩૭.૬૦,  ટાઈટન કંપની રૂ.૬૫.૩૦ ઘટીને રૂ.૪૪૩૬.૮૫, અંબર રૂ.૬૪.૧૦ ઘટીને રૂ.૭૧૭૯.૪૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૩૩.૪૫ પોઈન્ટ ઘટીને ૫૭૮૬૯.૭૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ઘટયો 

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ તેજીને બ્રેક લાગી આજે સાવચેતીમાં પ્રમુખ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. જયોતી સીએનસી રૂ.૧૨૦.૩૦ તૂટીને રૂ.૬૯૮.૯૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૪૮.૮૫ તૂટીને રૂ.૪૯૮૯  રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૭૭.૯૭ પોઈન્ટ ઘટીને ૭૧૯૦૨.૮૦ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતી 

ઈરાન-અમેરિકા વચ્ચે શાંતી મંત્રણા નિષ્ફળ રહેતાં ફરી યુદ્વનું ટેન્શન વધતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓ નવી ખરીદીમાં સાવચેત બની હળવા થયા હતા. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૭૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૩૨૫થી ઘટીને ૧૭૫૪ અને ઘટનારની ૯૮૬થી વધીને ૨૬૪૦ રહી હતી. 

DIIની રૂ.૨૪૩૨ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૯૮૩.૧૮ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૨૪૩૨.૩૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૨.૧૦ લાખ કરોડ ઘટી

યુદ્ધનું ટેન્શન ફરી વધતાં સાવચેતીમાં શેરોમાં હળવા થવાના માનસે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૧૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૯.૧૩ લાખ કરોડ રહ્યું હતું.

વિશ્વભરના બજારોમાં થયેલી પીછેહઠ

દેશ

ઈન્ડેક્સ
(ટકામાં)

અમેરિકા/ડાઉ

– ૦.૫૩

અમેરિકા/નાસ્ડેક

+ ૦.૩૦

ફ્રાન્સ

– ૦.૫૦

જર્મની/ડેક્સ

– ૦.૪૩

જાપાન/નિકાઈ

– ૦.૭૫

હોંગકોંગ/હેગસેંગ

– ૦.૯૮

દ.
કોરીયા/કોસ્પી

– ૦.૮૭

ઈન્ડોનેશીયા

+ ૦.૫૬

ચીન

+ ૦.૦૬

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મધ્યસ્થી કરાવવા નીકળેલા પાકિસ્તાન શેરબજારમાં 6600 પોઈન્ટનું ગાબડું

મધ્યસ્થી કરાવવા નીકળેલા પાકિસ્તાન શેરબજારમાં 6600 પોઈન્ટનું ગાબડું

વડોદરા: NH-48 પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ઉડાવ્યું, એક મોત, ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો |…

વડોદરા: NH-48 પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ઉડાવ્યું, એક મોત, ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો |...

ચૂંટણી પ્રચારમાં નેતાઓનો વાણીવિલાસ: ભાજપ MLAએ કહ્યું- શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ? | Gujarat Pol…

ચૂંટણી પ્રચારમાં નેતાઓનો વાણીવિલાસ: ભાજપ MLAએ કહ્યું- શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ? | Gujarat Pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘોઘામાં રેતી ભરેલા ટ્રેક્ટર સાથે રૂા. 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત | Tractor loaded with sand and valuab…

ઘોઘામાં રેતી ભરેલા ટ્રેક્ટર સાથે રૂા. 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત | Tractor loaded with sand and valuab…

11 months ago
12000 કર્મચારીઓની છટણી કરી ફસાઈ દિગ્ગજ ભારતીય કંપની, નિયમ તોડવાનો આરોપ | tcs 12 thousand layoff it u…

12000 કર્મચારીઓની છટણી કરી ફસાઈ દિગ્ગજ ભારતીય કંપની, નિયમ તોડવાનો આરોપ | tcs 12 thousand layoff it u…

12 months ago
અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

10 months ago
સરખેજ-બાવળા હાઈવે પર અકસ્માત : સારવાર દરમિયાન વૃદ્ધનું મોત | Elderly man dies during treatment after…

સરખેજ-બાવળા હાઈવે પર અકસ્માત : સારવાર દરમિયાન વૃદ્ધનું મોત | Elderly man dies during treatment after…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News