gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજ પંથકની રસ્તો ભટકેલી બાળકીનું 3 દિવસ બાદ પરિવાર સાથે પુનઃ મિલન | A girl who strayed from the K…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
કપડવંજ પંથકની રસ્તો ભટકેલી બાળકીનું 3 દિવસ બાદ પરિવાર સાથે પુનઃ મિલન | A girl who strayed from the K…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદ બાળ સુરક્ષા એકમની સફળતા, સરાહનીય કામગીરી

– નડિયાદ અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી 12 વર્ષની બાળકીની જીવનમાં ફરી ખુશીઓ પરત ફરી 

નડિયાદ : નડિયાદ અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી એક માસૂમ દીકરીના જીવનમાં ફરી ખુશીઓ પરત ફરી છે. વડોદરાથી મળી આવેલી આશરે ૧૨ વર્ષની અજાણી બાળકી વિશે માહિતી મળતા નડિયાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. કપડવંજ વિસ્તારમાં સ્થળાંતરિત જીવન જીવતા પરિવારની આ દીકરી રસ્તો ભટકી ગઈ હતી, જેને ત્રણ દિવસની મહેનત બાદ શોધી કાઢી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પરિવારને સોંપવામાં આવી હતી.

નડિયાદ જિલ્લા બાળ સુરક્ષા એકમને વડોદરા ખાતેથી એક સગીર બાળકી મળી આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. આ દીકરી પોતાના ઘરનો રસ્તો ભૂલી ગઈ હોવાથી અને માનસિક રીતે ગભરાયેલી હોવાથી પોતાના ગામ કે પરિવાર વિશે કોઈ ચોક્કસ વિગતો આપી શકતી નહોતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને નડિયાદ બાળ સુરક્ષા એકમ અને ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇનની સંયુક્ત ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. બાળકીએ આપેલી પ્રાથમિક અને અસ્પષ્ટ વિગતોના આધારે ટીમે કપડવંજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સતત ૩ દિવસ સુધી ટીમના સભ્યોએ વિવિધ ગામોમાં ફરીને સ્થાનિક લોકોની પૂછપરછ કરી હતી અને દરેક શક્ય સ્થળોની રૂબરૂ મુલાકાત લઈને ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો કર્યા હતા.

આ શોધખોળ દરમિયાન ટીમે આધુનિક ટેકનોલોજીનો ખૂબ જ પ્રશંસનીય ઉપયોગ કર્યો હતો. ફિલ્ડ પર રહેલા કર્મચારીઓ જ્યારે શંકાસ્પદ વિસ્તારોમાં પહોંચતા ત્યારે તેઓ મોબાઈલ ફોન દ્વારા વીડિયો કોલ કરીને બાળકીને ત્યાંના રસ્તાઓ અને પરિચિત સ્થળો બતાવતા હતા. આ પ્રયાસનો મુખ્ય હેતુ બાળકીના સ્મરણમાં કંઈક તાજું થાય અને તે પોતાનું ઘર ઓળખી શકે તેવો હતો. જોકે શરૂઆતમાં સફળતા મળી નહોતી, પરંતુ ટીમે હિંમત હાર્યા વગર તપાસ ચાલુ રાખી હતી. ખાસ કરીને કપડવંજ પંથકમાં મજૂરી અર્થે આવતા અને સ્થળાંતર કરતા પરિવારોની વસાહતોમાં બાળકીનો ફોટો બતાવીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. અંતે એક એવા પરિવાર સુધી પહોંચવામાં સફળતા મળી હતી જેની દીકરી છેલ્લા કેટલાક સમયથી ગુમ હતી.

પરિવારની ઓળખ થતા જ નડિયાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જરૂરી કાયદાકીય અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અહેવાલ નડિયાદ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરી વડોદરા બાળ કલ્યાણ સમિતિ સાથે સંકલન સાધવામાં આવ્યું હતું. બંને જિલ્લાના વહીવટી તંત્ર વચ્ચેના સુમેળભર્યા સંકલનને કારણે કાગળની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થઈ શકી હતી. અંતે વડોદરા ખાતે બાળકીને તેના પિતા અને પરિવારજનોને સોંપવામાં આવી હતી. ત્રણ દિવસના લાંબા વિરહ બાદ પોતાની દીકરીને સહીસલામત પરત મેળવીને પરિવાર ભાવુક થઈ ગયો હતો અને તંત્રની આ કામગીરીની સરાહના કરી હતી.

વીડિયો કોલિંગ દ્વારા ઓળખનો નવતર પ્રયોગ

પરિવારની ભાળ મેળવવા માટે તંત્રએ પરંપરાગત પદ્ધતિઓની સાથે ટેક્નોલોજીનો આશરો લીધો હતો. કર્મચારીઓએ કપડવંજના અંતરિયાળ વિસ્તારોમાં જઈને વીડિયો કોલ દ્વારા બાળકીને ત્યાંના લેન્ડમાર્ક બતાવ્યા હતા. આ પદ્ધતિથી બાળકીના મન પરનો ડર ઓછો થયો અને તે ધીમે ધીમે સ્મૃતિના આધારે સંકેતો આપવા લાગી, જે અંતે પરિવાર સુધી પહોંચવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
GUJARAT

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

June 17, 2026
અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…
GUJARAT

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

June 17, 2026
Next Post
પાટડી રિવરફ્રન્ટ પર લાખોના ખર્ચે બનેલો તકલાદી સીસી રોડ તોડવાનું શરૂ કરાયુ | Demolition of fake CC ro…

પાટડી રિવરફ્રન્ટ પર લાખોના ખર્ચે બનેલો તકલાદી સીસી રોડ તોડવાનું શરૂ કરાયુ | Demolition of fake CC ro...

3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક… બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં | Rajy…

3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક... બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં | Rajy...

ઓડિશામાં કરુણાંતિકા : SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10 દર્દીઓના મોત | Tragedy in Odis…

ઓડિશામાં કરુણાંતિકા : SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10 દર્દીઓના મોત | Tragedy in Odis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારમાં અંકલેશ્વરથી દહેજ લઈ જવાતા દેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે ફરાર | Driver caught with li…

કારમાં અંકલેશ્વરથી દહેજ લઈ જવાતા દેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે ફરાર | Driver caught with li…

10 months ago
જામનગરના પડાણાથી પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો …

જામનગરના પડાણાથી પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો …

9 months ago
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

3 months ago
૨.૮૧ કરોડના કૌભાંડમાં જીતેન્દ્ર જૈનની છઠ્ઠીવારની આગોતરા જામીન અરજી રદ | Jitendra Jain’s anticipatory…

૨.૮૧ કરોડના કૌભાંડમાં જીતેન્દ્ર જૈનની છઠ્ઠીવારની આગોતરા જામીન અરજી રદ | Jitendra Jain’s anticipatory…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News