gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાશ્મીર પર દુ:ખોનું આભ ફાટ્યું: ભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે 5 દિવસમાં 80ના મોત | srinagar 80 deaths …

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in INDIA
0 0
0
કાશ્મીર પર દુ:ખોનું આભ ફાટ્યું: ભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે 5 દિવસમાં 80ના મોત | srinagar 80 deaths …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu Kashmir Heavy Rain: જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાઓ સતત બની રહી છે. સોમવારે કુપવાડાના લોલાબ અને કઠુઆ જિલ્લાના બની વિસ્તારમાં વાદળ ફાટ્યુ હતું. આમાં કોઈ જાનમાલનું નુકસાન નથી થયુ, પરંતુ વિસ્તારોમાં ભારે કાટમાળ જમા થઈ ગયો છે. 

પ્રદેશના ઘણા ભાગોમાં સવારથી બપોર સુધી વરસાદ ચાલુ રહ્યો. દક્ષિણ કાશ્મીરને જમ્મુ સાથે જોડતો મોર્ગન-સિંથાનટોપ રસ્તો પણ બંધ રહ્યો. બીજી તરફ હવામાનને ધ્યાનમાં રાખીને, 19 ઓગસ્ટના રોજ જમ્મુ વિભાગની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગે મંગળવારે મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપી છે. લોકોને નદીઓ અને નાળાઓ નજીકના વિસ્તારો અને ભૂસ્ખલન વાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

તમામ જિલ્લાઓમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. કુપવાડા જિલ્લામાં લોલાબના વારનોવ જંગલમાં સવારે વાદળ ફાટ્યા બાદ પૂરથી નુકસાન થયુ હતું. અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને પાણી ભરાઈ ગયા છે. 

કઠુઆ જિલ્લામાં વાદળ ફાટ્યુ

જંગલને અડીને આવેલા રહેણાંક વિસ્તારોમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે. જોકે, પૂરનું પાણી ત્યાં સુધી નથી પહોંચ્યું. વન સંપત્તિને નુકસાન થયું છે. વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમો પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તાર બનીના ખાવલમાં વહેલી સવારે વાદળ ફાટ્યુ હતું. 

ત્યાંથી વસાહત 500 મીટર દૂર હતી. વાદળ ફાટ્યા બાદ પાણી ખાડ નાળામાં વહી ગયું. ઉત્તર-પૂર્વ કાશ્મીરમાં સોનમર્ગ અને પહેલગામમાં અમરનાથ ગુફા અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારે આ ઋતુની પહેલી હિમવર્ષા થઈ. ઘાટીમાં વરસાદના કારણે કાશ્મીરમાં તાપમાનમાં ઘટાડો થયો.

કાશ્મીરના પ્રવેશદ્વાર કાંઝાગુંડમાં સૌથી વધુ 25 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ કોકરનાગમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો. જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં સાંજે 5:30 વાગ્યા સુધી 17.2 મીમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં 16.4 મીમી વરસાદ ખાબક્યો હતો.

ચેતવણી જાહેર, તમામને અલર્ટ પર રાખ્યા

હવામાન વિભાગે ઊંચાઈવાળા વિસ્તારોમાં વાદળ ફાટવાની, નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની, પહાડી અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની, જમ્મુ-શ્રીનગર હાઈવે, બટોટ-ડોડા-કિશ્તવાડ અને જમ્મુ-રાજૌરી-પૂંચ હાઈવેના સંવેદનશીલ વિસ્તારોમાં વરસાદ દરમિયાન ખડકો ધસી પડવાની ચેતવણી આપી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા પ્રમાણે સરકારે તમામ ડેપ્યુટી કમિશનરો, પોલીસ અને એન્જિનિયરો તેમજ સંબંધિત કર્મચારીઓને ઈમરજન્સીની સ્થિતિમાં સામનો કરવા માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે.

પોલીસ અને SDRFને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગને નદીઓ, નહેરો અને જળાશયો પર 24 કલાક નજર રાખવા નિર્દેશ આપ્યો છે. યાત્રીઓ અને પ્રવાસીઓને ભારે વરસાદ દરમિયાન પહાડી રસ્તાઓ ટાળીને તેમની મુસાફરીનું આયોજન બનાવવાની સૂચના આપવામાં આવી છે.

5 દિવસમાં 80 લોકોના મોત

તમને જણાવી દઈએ કે, 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડના ચાશોતીમાં વાદળ ફાટવાથી 63 લોકો મૃત્યુ પામ્યા હતા અને 17 ઓગસ્ટના રોજ કઠુઆમાં 7 લોકો મૃત્યુ પામ્યા હતા. પાંચ દિવસ પહેલા લદ્દાખ જિલ્લાના ખંગરાલમાં વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે શ્રીનગર-લેહ હાઇવેનો લામાયુરુ રસ્તો બંધ છે. ખાદ્ય પદાર્થો લઈ જતા ઘણા વાહનો ફસાયેલા છે. હળવા મોટર વાહનો માટે રસ્તો આંશિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ ટ્રકોને મંજૂરી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…
INDIA

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

May 14, 2026
ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…
INDIA

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

May 14, 2026
VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…
INDIA

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

May 14, 2026
Next Post
વડોદરામાં વિશ્વામિત્રી કાંઠે બાંધકામનો કાટમાળ ઠાલવતા લોકો સામે કાર્યવાહી કરી દંડ વસુલ કરાશે | Action…

વડોદરામાં વિશ્વામિત્રી કાંઠે બાંધકામનો કાટમાળ ઠાલવતા લોકો સામે કાર્યવાહી કરી દંડ વસુલ કરાશે | Action...

‘પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા…’PM મોદીએ ફરી એકવાર નેહરૂ પર કર્યા પ્રહાર | PM Modi And JP…

'પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા...'PM મોદીએ ફરી એકવાર નેહરૂ પર કર્યા પ્રહાર | PM Modi And JP...

જેલમાંથી છૂટીને તરત જ બંધ દુકાનોમાં ત્રાટકતો રીઢો ચોર વડોદરામાં પકડાયો, રોકડ અને ચોરીના સાધનો કબજે |…

જેલમાંથી છૂટીને તરત જ બંધ દુકાનોમાં ત્રાટકતો રીઢો ચોર વડોદરામાં પકડાયો, રોકડ અને ચોરીના સાધનો કબજે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના નાની રાફુદળ ગામે યુવતી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજાનો આદે…

લાલપુરના નાની રાફુદળ ગામે યુવતી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજાનો આદે…

23 hours ago
વલ્લભીપુર શાકમાર્કેટમાં આવેલ જાહેર શૌચાલય તોડી પડાતા હાલાકી | Public toilet in Vallabhipur vegetable…

વલ્લભીપુર શાકમાર્કેટમાં આવેલ જાહેર શૌચાલય તોડી પડાતા હાલાકી | Public toilet in Vallabhipur vegetable…

9 months ago
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે | 2 42 lakh voters will cast their votes …

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે | 2 42 lakh voters will cast their votes …

2 months ago
દહેગામના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાઇબર ગઠિયાઓએ ૪૪.૭૬ લાખ પડાવ્યા | Cyber ​​criminals seize Rs 44 7…

દહેગામના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાઇબર ગઠિયાઓએ ૪૪.૭૬ લાખ પડાવ્યા | Cyber ​​criminals seize Rs 44 7…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News