gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કોણ સાચું? સરકાર અને બેંકોની વસૂલીના આંકડા પર માલ્યાએ ઉઠાવ્યા સવાલ, તપાસની માગ | vijay mallya demand…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in Business
0 0
0
કોણ સાચું? સરકાર અને બેંકોની વસૂલીના આંકડા પર માલ્યાએ ઉઠાવ્યા સવાલ, તપાસની માગ | vijay mallya demand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vijay Mallya: કિંગફિશર એરલાઇન્સના માલિક અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા જે બૅન્કોના હજારો કરોડ રૂપિયાનું દેવું કરીને દેશ છોડીને ભાગી ગયો છે, તેનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક લાંબી પોસ્ટ લખીને સીધા ભારત સરકાર અને બૅન્કો પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેનો દાવો છે કે વસૂલ કરાયેલી રકમના સાચા આંકડા છુપાવીને તેઓ જનતાને છેતરી રહ્યા છે.

વસૂલાતની રકમ પર સવાલો

માલ્યાએ ચોક્કસ આંકડાઓ સાથે કેટલાક સવાલો ઉઠાવ્યા છે, આ અંગે તેનું કહેવું છે કે, ‘એક તરફ નાણાં મંત્રી સંસદમાં ₹14,100 કરોડની વસૂલાતની વાત કરે છે, જ્યારે બીજી તરફ બૅન્કો માત્ર ₹10,000 કરોડની વાત કરે છે. આ ₹4,000 કરોડનો મોટો તફાવત ક્યાં ગયો?’

માલ્યાના જણાવ્યા મુજબ, તેનું મૂળ દેવું માત્ર ₹6,203 કરોડ હતું. તેમ છતાં, બાકી રકમ પણ જુદી-જુદી કેમ બતાવવામાં આવે છે? (જેમાં એક મંત્રી ₹10,000 કરોડ અને બૅન્કો ₹ 7,000 કરોડ બાકી હોવાનો દાવો કરે છે).

નિવૃત્ત ન્યાયાધીશની માગણી

આ સમગ્ર નાણાકીય મામલાની સ્પષ્ટતા માટે માલ્યાએ નિવૃત્ત ન્યાયાધીશની નિમણૂક કરવાની માગણી કરી છે. જોકે, તેણે આ બધા આક્ષેપો લગાવતી વખતે એ હકીકતને અવગણી છે કે તે પોતે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કર્યા વિના જ દેશ છોડીને ભાગી ગયો હતો.

બ્રિટન કોર્ટમાં કેસ

વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ ગુનેગારો હાલમાં બ્રિટનની અદાલતોમાં કેસ લડીને પોતાના ભારત પ્રત્યાર્પણનો સખત વિરોધ કરી રહ્યા છે. તેઓ સતત એવી દલીલ કરી રહ્યા છે કે જો તેમને ભારત પાછા મોકલવામાં આવશે, તો તેમના જીવનને ગંભીર જોખમ થઈ શકે છે. નીરવ મોદીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ભારત પ્રત્યાર્પિત થયા બાદ તે કાં તો માર્યો જશે અથવા આત્મહત્યા કરી લેશે.

ભાગેડુઓની દલીલો પર તપાસ

જોકે, આ ભાગેડુઓને ભારત પાછા મોકલવાની શક્યતાઓ તાજેતરમાં એક મહત્ત્વના ઘટનાક્રમ બાદ વધુ મજબૂત બની છે. આવા ગુનેગારોની દલીલોને ધ્યાનમાં રાખીને, બ્રિટનની ‘ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ(CPS)’ની એક ટીમ દ્વારા દિલ્હીની તિહાડ જેલની મુલાકાત લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, જુલાઈ મહિનામાં થયેલી આ મુલાકાત દરમિયાન CPSની ટીમમાં ચાર લોકોનો સમાવેશ થતો હતો, જેમાં બે CPSના નિષ્ણાતો અને બે બ્રિટિશ હાઇ કમિશનના અધિકારીઓ સામેલ હતા. 

આ પણ વાંચો: માલ્યા અને નીરવ જેવા 15 ભાગેડુઓના કારણે રૂ.58 હજાર કરોડનું નુકસાન! વસૂલાતનો આંકડો પણ જાહેર

ભાગેડુઓને સોંપવાનો મજબૂત સંકેત

આ ટીમનો મુખ્ય હેતુ એ તપાસવાનો હતો કે જો બ્રિટનથી ભાગેડુઓને ભારત મોકલવામાં આવે, તો તિહાડ જેલમાં તેને કેવી સુવિધા અને સુરક્ષા આપવામાં આવશે. આ મુલાકાતમાં નીરવ મોદી અને વિજય માલ્યા સહિત અન્ય ભાગેડુ ગુનેગારોના કેસનો સમાવેશ થતો હતો, જેઓ ભારતમાં સુરક્ષાના અભાવની દલીલ આપી રહ્યા છે. આ મુલાકાત સ્પષ્ટપણે દર્શાવે છે કે બ્રિટન હવે આ ગુનેગારોને ભારતને સોંપવાના પક્ષમાં ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

કોણ સાચું? સરકાર અને બેંકોની વસૂલીના આંકડા પર માલ્યાએ ઉઠાવ્યા સવાલ, તપાસની માગ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
અમદાવાદ નજીક ઘેંટા-બકરાંના વાળની આડમાં દારૂની હેરાફેરી, 1.50 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત | liquo…

અમદાવાદ નજીક ઘેંટા-બકરાંના વાળની આડમાં દારૂની હેરાફેરી, 1.50 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત | liquo...

ગુજરાતમાં ‘SIR’ની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે, 2.68 લાખ રિપીટેડ! | gujarat sir 90 p…

ગુજરાતમાં 'SIR'ની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે, 2.68 લાખ રિપીટેડ! | gujarat sir 90 p...

મોબાઇલમાં ‘સંચાર સાથી’ પ્રી-ઇન્સ્ટોલ કરાવવા પાછળ સરકારના શું ઇરાદા છે? વિપક્ષે ‘પેગાસસ’ ગણાવ્યું… | …

મોબાઇલમાં ‘સંચાર સાથી’ પ્રી-ઇન્સ્ટોલ કરાવવા પાછળ સરકારના શું ઇરાદા છે? વિપક્ષે ‘પેગાસસ’ ગણાવ્યું… | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદમાં સમર કોમ્પ્લેક્સની ગેરકાયદે 35 દુકાનો તોડી પડાઈ | 35 illegal shops of Summer Complex dem…

મહેમદાવાદમાં સમર કોમ્પ્લેક્સની ગેરકાયદે 35 દુકાનો તોડી પડાઈ | 35 illegal shops of Summer Complex dem…

5 months ago
ગિરનાર પર્વત પર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં દામોદર કુંડમાં ઘોડાપૂર, યાત્રાળુઓના પ્રવેશ પર રોક | gi…

ગિરનાર પર્વત પર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં દામોદર કુંડમાં ઘોડાપૂર, યાત્રાળુઓના પ્રવેશ પર રોક | gi…

7 months ago
બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ | First phase of voter list rev…

બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ | First phase of voter list rev…

8 months ago
વડોદરાના હરણી-વારસિયા રીંગ રોડ પર પંચશીલ પ્રાણાયામના રસ્તે ડ્રેનેજની ધીમી ગતિની કામગીરીથી લોકો ત્રાસ…

વડોદરાના હરણી-વારસિયા રીંગ રોડ પર પંચશીલ પ્રાણાયામના રસ્તે ડ્રેનેજની ધીમી ગતિની કામગીરીથી લોકો ત્રાસ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News