![]()
અમદાવાદ, બુધવાર, 7 જાન્યુ,2026
અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં કોન્ટ્રાકટરની બેદરકારીના
કારણે ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મંગળવારે રાતે મોત નિપજયુ હતુ. જે સ્થળે સ્ટ્રોમ
વોટરલાઈન નાંખવાની કામગીરી ચાલતી હતી એ સ્થળે કોન્ટ્રાકટર તરફથી કોઈ પ્રકારના
સેફટી મેજરમેન્ટની વ્યવસ્થા કરાઈ નહીં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. નોંધપાત્ર
બાબત એ છે કે, કોર્પોરેશને
કોન્ટ્રાકટરને માત્ર નોટિસ જ આપી છે.
પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં કોર્પોરેશન દ્વારા
સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની કામગીરી વિસત કન્સ્ટ્રકશન નામના કોન્ટ્રાકટરને આપવામા
આવી છે.મંગળવારે રાતે ૮.૩૦ કલાકના સુમારે ન્યુ મણિનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી
સોસાયટી પાસેઆશરે ૮ ફુટ ઉંડાઈમાં જોડાણની કામગીરી ચાલી રહી હતી તે સમયે શ્રમિક ઉપર
ભેખડ ઘસી પડતા તેનુ મોત થયુ હતુ. આ ગંભીર
ઘટના હોવા છતાં પૂર્વ ઝોનના એડીશનલ સીટી ઈજનેરના કહેવા મુજબ, કોન્ટ્રાકટરને
નોટિસ આપી ખુલાસો માંગવામા આવ્યો છે.કોર્પોરેશન માટેની આ કામગીરી હોવા છતાં કેટલા
ખર્ચથી આ કોન્ટ્રાકટરને કામગીરી આપવામા આવી છે. કોન્ટ્રાકટરે કામગીરી સમયે કોઈ
પ્રકારના સેફટી મેજરમેન્ટ લીધા નહતા. આ પ્રકારના સ્થાનિકોના ગંભીર આક્ષેપ છતાં
કોર્પોરેશન તરફથી કોન્ટ્રાકટરને છાવરવામા આવી રહયો હોવાની ચર્ચાએ
મ્યુનિ.વર્તુળોમાં જોર પકડયુ છે.










