gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના કેમિકલ ઉદ્યોગ પર અમેરિકાના ટેરિફને કારણે મંદીનો ઓછાયો, નિકાસ સંપૂર્ણ ઠપ | us tariff war hit…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના કેમિકલ ઉદ્યોગ પર અમેરિકાના ટેરિફને કારણે મંદીનો ઓછાયો, નિકાસ સંપૂર્ણ ઠપ | us tariff war hit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

US Tariff War: ટેરિફ વૉરને કારણે ગુજરાત અને ભારતમાંથી અમેરિકામાં થતી કેમિકલની નિકાસ મંદ પડીને સાવ જ બંધ થઈ ગઈ હોવાથી કેમિકલ ઉદ્યોગ પર મંદીનો પ્રભાવ વધી રહ્યો છે. બીજીતરફ મંદીની ગિરફ્તમાં આવી રહેલા ગુજરાત અને ભારતના કેમિકલ ઉદ્યોગને ચીન સાથેના સુધરી રહેલા સંબંધમાં વિશ્વ વેપારમાં કાઠું કાઢવાનો અવકાશ જોવા મળી રહ્યો છે. 

ભારત-રશિયાને ચીનની નવી રચાઈ રહેલી ધરીએ આશા જગાવી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ કરેલા ટેરિફ વૉરને કારણે કેમિકલની અમેરિકા તરફની નિકાસ સાવ જ તળિયે જઈ બેઠી છે ત્યારે ભારત, ચીન અન રશિયા વચ્ચે નવી ધરી રચાઈ રહી હોવાથી ચીન પાસેથી ફાર્માસ્યૂટિકલ તથા ડાઈઝ ઇન્ટરમિડિયેટ્‌સ ઇન્ડસ્ટ્રીઝ માટે રૉ મટિરિયલ મળવાની અને કેમિકલ ઉદ્યોગ માટેની ઓટોમાઈઝેશનની ટેક્‌નોલોજી મળવાનો આશાવાદ બુલંદ બની રહ્યો છે. 

અમેરિકાએ ટેરિફ વૉર છેડીના ભારતીય કેમિકલ્સ પર ૨૫ ટકા ટેરિફ લગાડી દેતા ભારતના ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા ખતમ થઈ ગઈ છે. ભારતના એકમોની અમેરિકાની   ખાતેની નિકાસ મંદ પડીને હવે બંધ થવા આવી છે. પરિણામે તેમની નિકાસ ખાસ્સી ઓછી થઈ ગઈ છે. હવે ભારતીય કેમિકલ ઉદ્યોગના એકમો ચીન પાસે કેમિકલ પ્રોસેસના ઓટોમાઈઝેશન એટલે કે માનવ બળના ઉપયોગ વિના જ થઈ કેમિકલની પ્રક્રિયા માટેની ટેક્‌નોલોજી મેળવવા માગે છે. ચીન સાથેના સંબંધો સુધરતા   ટેક્‌નોલોજી મળવાનો માર્ગ ખૂલ્લો થશે. કેમિકલ ઉદ્યોગ માટેની ઓટોમાઈઝેશનની ટેક્‌નોલોજી મળતાં પ્રોડક્શન કોસ્ટ ખાસ્સી નીચી આવી જવાની સંભાવના રહેલી છે.

અત્યારે ચીનનો કેમિકલ ઉદ્યોગના 80 ટકા એકમો ઓટોમાઈઝેશન પર જ ચાલી રહ્યા છે. ભારતમાં ઓટોમાઈઝેશન પર ચાલતા કેમિકલ કે ડાઈઝ ઇન્ટરમિડિયેટ્‌સના એકમોની સંખ્યા માંડ દસ ટકા જેટલી હોઈ શકે છે. તેથી ચીનની ઓટોમાઈઝેશનની ટેક્‌નોલોજી કોસ્ટ કટિંગ માટે મહત્ત્વની છે. ભારતના કેમિકલ ઉદ્યોગ હવે કોસ્ટ કટિંગ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાંની સ્પર્ધાત્મકતા વધારવા માટે ચીન પર મદાર બાંધી રહ્યો છે. ઓટોમાઈઝેશનને કારણે કોસ્ટિંગમાં એટલે કે પડતર કિંમતમાં 10થી 20 ટકાનો ઘટાડો આવી જતો હોવાના ગણિતો માંડવામાં આવી રહ્યા છે. તદુપરાંત ચીનના સસ્તા કેમિકલ રૉ મટિરિયલનો લાભ પણ મળી શકે છે. 

આજની તારીખે પણ ચીનની કેમિકલના ફિનિશ્ડ પ્રોડક્ટ્‌સની પડતર કિંમત કરતાં ભારતના ફિનિશ્ડ પ્રોડક્ટ્‌સની પડતર કિંમત 20 ટકા જેટલી ઊંચી છે. અમદાવાદના કેમિકલ ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે ભારત અને ચીન વચ્ચે સીધી એરલાઈન્સ શરુ થઈ છે. બીજું ભારત-ચીન વચ્ચેના સંબંધો સુધરી રહ્યા હોવાથી ગુજરાત અને ભારતના ફાર્માસ્યૂટિકલ્સ અને ડાઈઝ ઇન્ટરમિડિયેટ્‌સ ઉદ્યોગને જોઈતા રૉ મટિરિયલ-કાચા માલ સરળતાથી મળતા થશે. 

કાચા માલ માટે આમેય ભારત ચીન પર ખાસ્સું નિર્ભર છે. ચીનના બેઝિક રૉ મટિરિયલની મદદથી જ ભારતમાં ડાઈઝ ઇન્ટરમિડિયેટ્‌સના પ્રોક્ટ્‌સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમ જ ચીનના બલ્ક ડ્રગ્સનો ઉપયોગ કરીને જ ભારતની ફાર્મા કંપનીઓ દરદીઓ માટેની બહુધા દવાઓ તૈયાર કરે છે.   આમ ચીન સાથેના સંબંધ સુધરે તો ભારતના કેમિકલ અને ફાર્માસ્યૂટિકલ બંને ઉદ્યોગને કાસ્સો લાભ થવાની સંભાવના રહેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
ગુજરાતના ખેડૂતોની દશા : માથે 56,000નું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા | gujarat farme…

ગુજરાતના ખેડૂતોની દશા : માથે 56,000નું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા | gujarat farme...

સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 10મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f…

સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 10મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f...

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઇન્ડિયાના પ્લેનમાં દિલ્હી ઉતર્યા બાદ આગ લાગી

એર ઇન્ડિયાના પ્લેનમાં દિલ્હી ઉતર્યા બાદ આગ લાગી

12 months ago
જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by …

જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by …

5 months ago
વડોદરામાં આવતીકાલથી અડધા શહેરમાં 30 દિવસ સુધી પાણીકાપ, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે ત…

વડોદરામાં આવતીકાલથી અડધા શહેરમાં 30 દિવસ સુધી પાણીકાપ, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે ત…

4 weeks ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News