gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: રાજ્યમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 3 દિવસમાં રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે, જેના પગલે મોટાભાગના શહેરોનું તાપમાન 41થી 43 ડિગ્રી સુધી પહોંચી જવાનું અનુમાન છે. 

સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.7 ડિગ્રી નોંધાયું

હવામાન વિભાગ અમદાવાદના અધિકારીએ જણાવ્યું કે, ’24થી 30 એપ્રિલ સુધી હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેન્ટિગ્રેડનો વધારો થવાની સંભાવના છે અને ત્યારબાદ તેમાં ફરીથી 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ રહેશે અને તેની ઝડપ 15થી 20 ની આસપાસ રહેશે. અત્યાર સુધી નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા જોઈએ તો, સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.7 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધારે છે. આ ઉપરાંત, અમદાવાદમાં 41.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 40 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું છે.’

ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ 2 - image

દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો ઍલર્ટ 

અધિકારીએ જણાવ્યું કે, ટઆગામી 3 દિવસ માટે, ગુજરાતના આંતરિક વિસ્તારોમાં તાપમાન 41થી 43 ડિગ્રી સેન્ટિગ્રેડની વચ્ચે રહેશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તે 35થી 40 ડિગ્રી સેન્ટિગ્રેડની અંદર રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન અને ભેજનું પ્રમાણ સામાન્ય કરતા વધુ હોવાથી હોટ એન્ડ હ્યુમિડ સ્થિતિ રહેશે, જેના કારણે ખાસ કરીને 24મી અને 25મી એપ્રિલના રોજ લોકોને ખૂબ બેચેની અને અગવડતા અનુભવાશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદની વાત કરું તો, આજે આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને તાપમાન 42 ડિગ્રી રહેશે. આગામી ત્રણ દિવસ સુધી પણ અમદાવાદનું તાપમાન 41 થી 43 ડિગ્રીની અંદર જ રહેશે; જોકે અમદાવાદ શહેર માટે હાલમાં કોઈ જ ચેતવણી નથી.’

QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારનું તાપમાન

હવે અમદાવાદીઓ પોતાના વિસ્તારમાં કેટલી ગરમી પડશે તેની માહિતી સરળતાથી પોતાના મોબાઈલ પર જ મેળવી શકશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી 7 દિવસની આગાહી અને શહેરના જુદા જુદા વિસ્તારોના મહત્તમ તાપમાનના આધારે આગામી ત્રણ દિવસ માટેના હોટસ્પોટ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. લોકો માત્ર એક QR કોડ સ્કેન કરીને અથવા લિંક દ્વારા બપોરે 12થી 5 વાગ્યા દરમિયાન પોતાના વિસ્તારમાં નોંધાનાર મહત્તમ તાપમાનની વિગતવાર માહિતી જાણી શકશે. લોકોની સુવિધા માટે આ ડેટા દર ત્રણ દિવસે લિંક અને QR કોડમાં અપડેટ કરવામાં આવશે.

ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ 3 - image

અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવશે

હાલ સમગ્ર રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર સાબિત થઈ રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજે પારો 43 ડિગ્રીને પાર જવાની પૂરેપૂરી સંભાવના છે. રાજ્યમાં ફૂંકાઈ રહેલા પશ્ચિમના પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો હોવા છતાં અસહ્ય બફારાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

મતદાનના દિવસે કેવું રહેશે વાતાવરણ?

આગામી 26મી તારીખે રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ તે દિવસે વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. મતદાનના દિવસે રાજ્યનું તાપમાન 40થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પારો 37થી 40 ડિગ્રીની આસપાસ રહેશે, પરંતુ બફારાના કારણે મતદારોએ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…
GUJARAT

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

June 10, 2026
21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …
GUJARAT

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

June 10, 2026
Next Post
વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી કરી મનની વાત, ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શનનો પ્રારંભ, જૂઓ તસવીરો | Studen…

વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી કરી મનની વાત, ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શનનો પ્રારંભ, જૂઓ તસવીરો | Studen...

નેતાઓ રસ્તો ભૂલ્યા, પણ મતદારો ફરજ નહીં: નસવાડીના ગામડાઓમાં પાકા રસ્તા હજુ પણ ઝાંઝવાના જળ સમાન | Nasv…

નેતાઓ રસ્તો ભૂલ્યા, પણ મતદારો ફરજ નહીં: નસવાડીના ગામડાઓમાં પાકા રસ્તા હજુ પણ ઝાંઝવાના જળ સમાન | Nasv...

સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ, અગાસી પર ચઢી ઘરમાં ઘૂસ્યો હતો | surat child Abu…

સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ, અગાસી પર ચઢી ઘરમાં ઘૂસ્યો હતો | surat child Abu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ચાર સગીરનું 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, બે આરોપીની ધરપકડ | jamnagar four …

જામનગરમાં ચાર સગીરનું 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, બે આરોપીની ધરપકડ | jamnagar four …

10 months ago
પોલીસ ભરતી દરમિયાન ૨૫ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | 25 year old youth dies of heart attack durin…

પોલીસ ભરતી દરમિયાન ૨૫ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | 25 year old youth dies of heart attack durin…

5 months ago
ચૂંટણીમાં મતદારનો રિઝવવા દારુની રેલમછેલ કરવા બુટલેગરો મેદાને | Sakaw pwe epwe angei chon uttut me mw…

ચૂંટણીમાં મતદારનો રિઝવવા દારુની રેલમછેલ કરવા બુટલેગરો મેદાને | Sakaw pwe epwe angei chon uttut me mw…

2 months ago
સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | …

સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News