gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in INDIA
0 0
0
ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચોમાસામાં 90 ટકા વરસાદ થશેઃ હવામાન વિભાગની ખેડૂતો માટે ચિંતાજનક આગાહી

– ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન સહિત આઠ રાજ્યોને જૂનમાં ગરમીથી રાહત મળે તેવી શક્યતા નથી

– સપ્ટેમ્બરમાં અલ નીનોની સૌથી વધારે અસર થવાની હોવાથી વાતાવરણમાં અણધાર્યા પલટાની પેટર્ન જોવા મળશે : હવામાન વિભાગ

નવી દિલ્હી : હવામાન વિભાગે ચોમાસાનું બીજી વખત પૂર્વાનુમાન જાહેર કર્યું છે એ ચિંતાજનક છે. ત્રણ વર્ષ પછી પહેલી વખત એવી સ્થિતિ આવી છે કે ચોમાસામાં પર્યાપ્ત વરસાદ થવાનો નથી. ખેડૂતોને ચિંતા કરાવે એવું અનુમાન રજૂ થયું છે. એપ્રિલ-મે મહિનાની આકરી ગરમી લોકો એ આશાએ સહન કરી લે છે કે જૂનના બીજા સપ્તાહમાં તો વરસાદના અમી છાંટણા થઈ જશે અને એ ગરમીમાં ઠંડું પાણી રેડશે, પરંતુ આ વર્ષે એ આશા પર પાણી ફરી વળ્યું છે. જૂન માસમાં કેટલાય રાજ્યોમાં હીટવેવનો અનુભવ થશે. આ બધું અલ નીનોના કારણે થશે.

હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહાપાત્રાએ ચિંતાજનક ચેતવણી આપી હતી કે આ વર્ષે ચોમાસું નબળું રહેશે. વરસાદ ૯૦ ટકા થશે અને એમાં ચાર ટકા ઉપર-નીચે રહેવાની પણ ધારણા છે. તેનો અર્થ એ કે જો વધારે સારી સ્થિતિ હશે તો ૯૪ ટકા વરસાદ થશે ને વધારે ખરાબ સ્થિતિ હશે તો વરસાદ ૮૬ ટકા જ થશે. વરસાદ જો ૯૦ ટકા થાય તો એ ઓછો વરસાદ ગણાશે. ગયા વર્ષે ૧૦૮ ટકા વરસાદ સાથે ચોમાસાની ઋતુ પૂરી થઈ હતી.

વરસાદ ઓછો થશે તેની સીધી અસર ચોમાસું પાક પર પડશે. ખેડૂતોને ચિંતા થાય એવી સ્થિતિ સર્જાશે. ચોમાસું નબળું રહે એટલે ચોમાસું પાક તો ઓછો થાય જ, તે સિવાય આવતો ઉનાળામાં પણ પાણીની તંગીનો સામનો કરવાનો આવે. કારણ કે જળાશયોમાં જળનો સંગ્રહ ઓછો થાય તેની અસર બીજા વર્ષે પડે. જળસ્તરમાં કમી આવે તો સિંચાઈનું પાણી ખેડૂતોને મળતું નથી અને તેના કારણે આખું વર્ષ મુશ્કેલી પડે છે.  અગાઉ પહેલી વખત પૂર્વાનુમાન થયું ત્યારે વરસાદ ૯૨ ટકા થશે એવી શક્યતા વ્યક્ત થઈ હતી.

હવામાન વિભાગના વડાના નિવેદન પ્રમાણે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા આઠ રાજ્યોમાં જૂન માસમાં ગરમી હાહાકાર મચાવશે. હવામાન વિભાગે ઘણાં રાજ્યોમાં ગંભીર હીટવેવ અને હીટવેવ અને મધ્યમ હીટવેવની આગાહી આપી છે. દેશના બદલાઈ રહેલા વાતાવરણ પાછળ અલ નીનોની અસર જવાબદાર છે. જૂનમાં અલ નીનોની અસર ભલે મધ્યમ રહેશે, પરંતુ સપ્ટેમ્બરમાં અલ નીનો દેશના વાતાવરણને તીવ્ર રીતે પ્રભાવિત કરશે. તેના કારણે વાતાવરણમાં અણધાર્યા પલટા થતાં રહેશે.

નબળા ચોમાસાના કારણે મોંઘવારી વધશે

એક તરફ મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ-ઉર્જાની અનિશ્ચિતતા છે. તેના કારણે મોંઘવારી વધી ચૂકી છે. પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે. બીજી તરફ ચોમાસું નબળું રહેશે તેની અસર પણ દેશના બજારમાં પડશે. નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ દાવો કરી રહ્યા છે કે જુલાઈ-ઓગસ્ટમાં વરસાદ ઓછો થશે તો ખાણી-પીણી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિંમત વધશે. એપ્રિલમાં મોંઘવારી ૩.૪૮ ટકા હતી. વરસાદ ઓછો થશે તો મોંઘવારીનો દર ૫.૫ ટકા પહોંચી જાય એવી ભીતિ છે.

રાજ્યો ઓછા વરસાદ સામે લડવાની તૈયારી રાખે : કેન્દ્રની ચેતવણી

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઓછા વરસાદ બાબતે રાજ્ય સરકારોને તૈયાર રહેવાની તાકીદ કરી હતી. ચોમાસામાં ઓછો વરસાદ થાય તો ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય અને કઈ કઈ ડિમાન્ડ પૂરી કરવાની થશે તેનું આકલન કરવા કેન્દ્રના કૃષિ મંત્રાલયે રાજ્યોને જણાવ્યું છે. દરેક રાજ્યો જિલ્લા સ્તરે આયોજન બનાવે અને ઓછો વરસાદ થાય તો શું કરવું પડશે તેનો એક્શન પ્લાન જણાવવા પણ કહેવાયું છે. ખેડૂતોને સમયસર બીજ અને ખાતર વગેરે મળી રહે તેવી તાકીદ પણ મંત્રાલયના અધિકારીઓને કૃષિ મંત્રીએ કરી હતી. તેમણે એવુંય કહ્યું હતું કે બિયારણની જરૂરિયાત કરતાં ભારત પાસે વધારે જથ્થો પડયો છે એટલે એ ચિંતાનો વિષય નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead
INDIA

ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead

May 30, 2026
જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d…
INDIA

જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d…

May 30, 2026
હવેથી વર્ષમાં બે વખત ટેટ યોજવી પડશે સુપ્રીમે સમય મર્યાદા એક વર્ષ લંબાવી | From now on TET will have …
INDIA

હવેથી વર્ષમાં બે વખત ટેટ યોજવી પડશે સુપ્રીમે સમય મર્યાદા એક વર્ષ લંબાવી | From now on TET will have …

May 30, 2026
Next Post
ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead

ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead

કરન્સી નોટસની માંગ વધતા પોલિમર નોટસ પ્રિન્ટ કરવા રિઝર્વ બેન્કની વિચારણા | Reserve Bank considering p…

કરન્સી નોટસની માંગ વધતા પોલિમર નોટસ પ્રિન્ટ કરવા રિઝર્વ બેન્કની વિચારણા | Reserve Bank considering p...

અલ નિનો અને યુદ્ધના કારણે દેશના આર્થિક વિકાસ સામે જોખમ : RBI | El Nino and war pose threat to countr…

અલ નિનો અને યુદ્ધના કારણે દેશના આર્થિક વિકાસ સામે જોખમ : RBI | El Nino and war pose threat to countr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from …

સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from …

8 months ago
‘સંસ્કૃત ભારતની તમામ ભાષાની જનની’, મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે RSS વડા મોહન ભાગવતનું નિવેદન | RSS…

‘સંસ્કૃત ભારતની તમામ ભાષાની જનની’, મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે RSS વડા મોહન ભાગવતનું નિવેદન | RSS…

10 months ago
પ્રેમીએ સગીરને ભગાડી જઇ અડપલા કરી છેડતી કરી | Ewe chon tong a asüela ewe semirit me a kirikiringaw n…

પ્રેમીએ સગીરને ભગાડી જઇ અડપલા કરી છેડતી કરી | Ewe chon tong a asüela ewe semirit me a kirikiringaw n…

2 months ago
એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ , એક જ દિવસમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડથી વધુની આવક | Advance Tax…

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ , એક જ દિવસમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડથી વધુની આવક | Advance Tax…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News