
– રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની હાજરીમાં સીજેઆઇપદે શપથ લેવડાવ્યા
– શપથ બાદ સીજેઆઇ સૂર્યકાંત પીએમ મોદીને મળ્યા, સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડ હાજર રહ્યા
– જસ્ટિસ ગવઇએ નિવૃત્ત થતાં રાષ્ટ્રપતિ ભવનમાંથી જ સરકારી કાર છોડી
નવી દિલ્હી : સોમવારે દેશના ૫૩માં મુખ્ય ન્યાયાધીશના પદ પર જસ્ટિસ સૂર્યકાંતે શપથ ગ્રહણ કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વગેરેની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્ય ન્યાયાધીશના પદે જસ્ટિસ સૂર્યકાંતને શપથ લેવડાવ્યા હતા. તેઓ મુખ્ય ન્યાયાધીશનું પદ ૧૫ મહિના સુધી સંભાળશે.










