gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી અવિરત ચાલુ: સમગ્ર જિલ્લામાં વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી અવિરત ચાલુ: સમગ્ર જિલ્લામાં વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લામાં ભાદરવો ભરપૂર રહ્યો છે, અને સતત ૩ દિવસથી ધીંગી મેઘ સવારી જોવા મળી રહી છે. જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગઈકાલે મેઘરાજાનો  રાઉન્ડ અવિરત ચાલુ રહયો હતો, અને અડધાથી સવા બે ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ પડી ગયા ના અહેવાલ  પ્રાપ્ત થયા છે. ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે.જેના કારણે 11 ડેમો 100 ટકા ભરાયા છે, અને  પાંચ ડેમ છલકાવાની તૈયારીમાં છે. જ્યારે લાખેણાં લાખોટા તળાવમાં પણ પાણીની આવક ચાલુ રહી છે.

જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યું હતું અને છૂટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. ગઈકાલે સૂર્યદેવતા અલિપ્ત બન્યા હતા, અને આજે વહેલી સવારે 8: 00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન 14 મી.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

આ ઉપરાંત જોડિયામાં મેઘરાજાએ ગઈકાલે રાત્રે પણ મુકામ રાખ્યો હતો, અને આજે સવારે 8: 00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 54 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે ધ્રોળમાં 50 મી.મી., કાલાવડમાં 47 મી.મી., જામજોધપુરમાં ૨૪ મી.મી., અને લાલપુરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. આજે પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ બંધાયો છે, અને છૂટાછવાયા અવિરત વરસાદી ઝાપટા વરસી રહ્યા છે, અને હજુ પણ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ધોધમાર ૬૦ મી.મી. વરસાદ નોંધાયો હતો, જયારે કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં 47 મિ.મી., નિકાવા ગામમાં 48 મી.મી., મોટા વડાળામાં 46 મી.મી., જોડીયા તાલુકાના પીઠડ ગામમાં 53 મી.મી., બાલંભા માં 29 મી.મી. અને હડીયાણામાં 20 મી.મી. વરસાદ નોંધાયો હતો.

જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે જિલ્લાના કુલ 25 ડેમો પૈકીના 11 જળાશયો 100 ટકા ભરાયેલા છે, જ્યારે અન્ય 6માં નવા નિર આવ્યા છે, અને તે પણ 90 ટકા ભરાઈ ગયા હોવાથી છલકાવાની તૈયારીમાં છે, અથવા તો પાટિયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.

બાકીના 7 ડેમ કે જેમાં 60થી 65 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ બન્યો છે, અને હજુ પણ ધીમીધારે આવક ચાલુ રહી છે. જામનગર નજીક દરેડ સહિતના આસપાસના વિસ્તારમાં પડી રહેલા વરસાદના કારણે જામનગરના લાખોટા તળાવ માટે બનાવેલી દરેડની કેનાલ મારફતે નવા પાણીની આવક ચાલુ રહી છે, અને શહેરના લાખેણાં લાખોટા તળાવના ત્રણેય ભાગમાં પાણીની આવક વધી જવાથી સપાટી ઉપર આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ગણેશ વિસર્જન યાત્રામાં રોડ પર બોમ્બ નહીં ફોડવાનું કહેતા હુમલો | Vadodara: Attack on road during Gane…

ગણેશ વિસર્જન યાત્રામાં રોડ પર બોમ્બ નહીં ફોડવાનું કહેતા હુમલો | Vadodara: Attack on road during Gane...

VIDEO: મહીસાગરના સંતરામપુરમાં રસ્તો ધોવાયો, કાટમાળ સાથે કાર પણ ખીણમાં ગરકાવ | mahisagar santarampur …

VIDEO: મહીસાગરના સંતરામપુરમાં રસ્તો ધોવાયો, કાટમાળ સાથે કાર પણ ખીણમાં ગરકાવ | mahisagar santarampur ...

7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 3 કલાક માટે જાહેર કર્યું રેડ એલર્ટ | 7 Gujarat Dist…

7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 3 કલાક માટે જાહેર કર્યું રેડ એલર્ટ | 7 Gujarat Dist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ | Heavy rains forecast in Gujara…

ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ | Heavy rains forecast in Gujara…

11 months ago
અમદાવાદ: અસલાલીમાં 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામની સીમમાં છુપાય…

અમદાવાદ: અસલાલીમાં 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામની સીમમાં છુપાય…

7 months ago
યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, યુદ્ધ સમાધાનનો માર્ગ નહીંઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત …

યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, યુદ્ધ સમાધાનનો માર્ગ નહીંઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત …

11 months ago

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News