![]()
– રિલાયન્સ મામલે તથ્યહીન અહેવાલ : અમેરિકાની ભારતને ટેરિફ વધારવાની ચીમકી
– નિફટી સ્પોટ 72 પોઈન્ટ તૂટીને 26179 : હેલ્થકેર, આઈટી શેરોમાં સિલેક્ટિવ ખરીદી : સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ઘસારો : DIIની કેશમાં રૂ.1749 કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : અમેરિકાના વેનેઝુએલા પર કબજાને લઈ વિશ્વભરના ટ્રમ્પ સરકાર પર ફીટકાર અને યુનાઈટેડ નેશન્સની મીટિંગમાં પણ અમેરિકા સામે આકરાં વલણના સંકેત અને હવે અમેરિકા દ્વારા ઈરાન, ગ્રીનલેન્ડ સહિતમાં હસ્તક્ષેત્રની તૈયારીના અહેવાલોએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સતત બીજા દિવસે ફંડોનું ઓફલોડિંગ થયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રશીયાના ઓઈલની ખરીદી ચાલુ હોવાના અને ત્રણ ક્રુડ ઓઈલના જહાજો ભારત પહોંચવાની તૈયારીના અહેવાલો અને કંપની દ્વારા આ અહેવાલના ખંડન વચ્ચે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં હેમરિંગ પાછળ ઈન્ડેક્સ બેઝડ મોટું ધોવાણ થયું હતું. આ સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૩૭૬.૨૮ પોઈન્ટ તૂટીને ૮૫૦૬૩.૩૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ ૭૧.૬૦ પોઈન્ટ ઘટીને ૨૬૧૭૮.૭૦ બંધ રહ્યો હતો. અલબત હેલ્થકેર-ફાર્મા, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણે મોટી ખાનાખરાબી અટકી હતી.
રિલાયન્સના રશીયાથી ક્રુડ આયાતના અહેવાલ વચ્ચે શેર રૂ.૭૦ તૂટી રૂ.૧૫૦૭ : એચપીસીએલ ગબડયો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રશીયાથી ક્રુડ ઓઈલની આયાત ચાલુ હોવાનું અને ત્રણ જહાજો ભારત પહોંચવાની તૈયારીમાં હોવાના એક વિદેશી ન્યુઝ એજન્સીના અહેવાલ અને તેના કંપની દ્વારા ખંડન વચ્ચે આજે શેરમાં સાવચેતીમાં ફંડોનું મોટું હેમરિંગ થયું હતું. શેર રૂ.૬૯.૭૫ તૂટીને રૂ.૧૫૦૭.૭૦ રહ્યો હતો. એચપીસીએલ રૂ.૧૧.૧૫ તૂટીને રૂ.૪૮૧.૩૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૫૫ ઘટીને રૂ.૪૮૧.૩૦, બીપીસીએલ રૂ.૬.૯૫ ઘટીને રૂ.૩૭૧, આઈઓસી રૂ.૧.૧૫ ઘટીને રૂ.૧૬૩.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૪૭.૩૦ પોઈન્ટ ઘટીને ૨૮૨૨૧.૬૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં કેઈન્સ રૂ.૨૦૮ તૂટી રૂ.૩૭૯૦ : કમિન્સ રૂ.૧૭૯, વારી એનજીૅ રૂ.૨૫ તૂટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડો સતત વેચવાલ રહ્યા હતા. કેઈન્સ રૂ.૨૦૮.૩૫ તૂટીને રૂ.૩૭૯૦.૪૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૭૯.૧૦ તૂટીને રૂ.૪૧૨૯.૧૫, પ્રીમિયર એનજી રૂ.૨૫.૫૫ તૂટીને રૂ.૭૬૨.૧૫, વારી એનજીૅ રૂ.૮૦.૨૦ તૂટીને રૂ.૨૬૩૪.૨૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૧.૮૦ ઘટીને રૂ.૮૩૭.૧૦, કોચીન શીપ રૂ૨૪.૨૫ ઘટીને રૂ.૧૬૦૫.૮૦, ભેલ રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૯૬.૯૫, પાવર ઈન્ડિયા રૂ.૧૫૭.૩૫ ઘટીને રૂ.૧૮,૮૨૮.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૩૧.૦૫ પોઈન્ટ ઘટીને ૬૭૫૫૬.૭૧ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૬૦૫ પોઈન્ટ ઉછળ્યો : બ્લીસ રૂ.૨૧, કેપીએલ રૂ.૭૮, દિવીઝ રૂ.૨૮૧ ઉછળ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોએ આજે પસંદગીની મોટી ખરીદી કરી હતી. બ્લિસ જીવીએસ રૂ.૨૦.૭૫ વધીને રૂ.૧૮૧.૩૦, કેપીએલ રૂ.૭૫.૮૦ વધીને રૂ.૧૧૭૫.૭૦, સુવેન રૂ.૮.૬૦ વધીને રૂ.૧૭૦.૪૦, દિવીઝ લેબ. રૂ.૨૮૧.૨૦ વધીને રૂ.૬૬૪૪.૨૦, કોપરાન રૂ.૬.૪૫ વધીને રૂ.૧૫૪.૪૫, ઈપ્કા લેબ રૂ.૫૫.૩૦ વધીને રૂ.૧૪૬૯.૩૦, અપોલો હોસ્પિટલ રૂ.૨૬૬.૪૫ વધીને રૂ.૭૩૪૭.૮૫, લુપીન રૂ.૭૩.૭૫ વધીને રૂ.૨૧૫૧.૯૫, ફોર્ટિસ હેલ્થ રૂ.૩૦.૦૫ વધીને રૂ.૯૪૫.૪૫, એમ્ક્યોર રૂ.૩૪.૫૫ વધીને રૂ.૧૫૨૬.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૬૦૫.૦૧ પોઈન્ટ ઉછળીને ૪૪૫૯૨.૪૭ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી : માઈન્ડટેક રૂ.૨૬, ઈન્ફોબિન રૂ.૭૮, ટીસીએસ રૂ.૪૧ ઉછળ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. માઈન્ડટેક રૂ.૨૫.૬૦ વધીને રૂ.૨૪૧.૩૦, ઈન્ફોબિન રૂ.૭૮.૧૫ વધીને રૂ.૯૪૧.૯૦, નેટવેબ રૂ.૭૦ વધીને રૂ.૩૩૪૬.૮૦, ટીસીએસ રૂ.૪૧.૦૫ વધીને રૂ.૩૨૫૫.૭૫, સિગ્નિટી ટેક રૂ.૧૮.૪૦ વધીને રૂ.૧૬૩૪.૭૦, કોફોર્જ રૂ.૧૫.૪૫ વધીને રૂ.૧૬૫૭.૫૦, વિપ્રો રૂ.૨.૧૦ વધીને રૂ.૨૬૫.૪૫, પર્સિસ્ટન્ટ રૂ.૪૩ વધીને રૂ.૬૨૪૧.૮૫, એમ્ફેસીસ રૂ.૧૮.૪૦ વધીને રૂ.૨૮૧૬.૬૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૯.૨૦ વધીને રૂ.૧૬૧૬.૩૦, ટેક મહિન્દ્રા રૂ.૫.૦૫ વધીને રૂ.૧૬૦૦.૮૫ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોનું સિલેક્ટિવ આકર્ષણ : હવેલ્સ, એશીયન પેઈન્ટ, ટાઈનટ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ફંડોનું સિલેક્ટિવ આકર્ષણ રહ્યું હતું. હવેલ્સ ઈન્ડિયા રૂ.૪૭.૭૦ વધીને રૂ.૧૫૦૦.૪૫, એશીયન પેઈન્ટ રૂ.૩૦.૭૦ વધીને રૂ.૨૮૪૫.૨૦, ટાઈટન કંપની રૂ.૩૧.૯૫ વધીને રૂ.૪૧૧૧.૧૦, વોલ્ટાસ રૂ.૮.૯૦ વધીને રૂ.૧૪૮૬.૧૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૬૨.૭૭ પોઈન્ટ વધીને ૬૧૫૦૨.૬૨ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં વેલ્યુબાઈંગ : બજાજ ઓટો રૂ.૮૭, મહિન્દ્રા રૂ.૨૯, મારૂતી રૂ.૧૧૯, બોશ રૂ.૧૩૬ વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોનું પસંદગીનું વેલ્યુબાઈંગ જળવાયું હતું. બજાજ ઓટો રૂ.૮૬.૯૫ વધીને રૂ.૯૧૮૨.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૮.૫૫ વધીને રૂ.૩૬૫૩.૩૫, મારૂતી સુઝુકી રૂ.૧૧૯.૪૦ વધીને રૂ.૧૬,૬૯૬.૫૫, આઈશર મોટર્સ રૂ.૩૬.૦૫ વધીને રૂ.૭૩૩૫.૦૫, ટીવીએસ મોટર રૂ.૧૬.૮૦ વધીને રૂ.૩૭૦૨.૫૫, બોશ રૂ.૧૩૬.૩૦ વધીને રૂ.૩૬,૪૪૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતીમાં સતત વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૧૭૩૫ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ આજે સાવચેતીમાં સતત વેચવાલી ચાલુ રાખતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૩૪૩૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૦૦ અને ઘટનારની ૧૭૩૫ રહી હતી.
DIIની રૂ.૧૭૪૯ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૧૦૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૦૭.૬૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૫,૦૬૧.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૧૬૮.૮૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૭૪૯.૩૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૭,૨૪૦.૪૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૪૯૧.૦૬ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૨૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૯.૬૦ લાખ કરોડ
શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ સતત બીજા દિવસે હેમરીંગ ચાલુ રહ્યા સાથે અન્ય શેરોમાં વ્યાપક વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૨૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૯.૬૦ લાખ કરોડ રહ્યું હતું.










