gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ ઓઇલના ભાવ 2026માં 52 ડોલર સુધી ગગડશે, પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે | Crude oil prices will fall to …

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in Business
0 0
0
ક્રૂડ ઓઇલના ભાવ 2026માં 52 ડોલર સુધી ગગડશે, પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે | Crude oil prices will fall to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવનો દોર 

– ઓપેક પ્લસ સમૂહ દેશોએ ક્રૂડનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો ત્યારથી ક્રૂડ ઓઇલના ભાવ નબળા પડી રહ્યા છે

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફરી એકવાર ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવનો દોર શરૂ થયો છે. વેનેઝુએલા પર અમેરિકાના આક્રમણની સાથે હવે રશિયા-યુક્રેન અને ઈરાન સાથે વધતા અન્ય દેશોના તણાવ મોટી ઉઠાપઠક સર્જશે.

વિવિધ રિસર્ચ અને વિશ્લેષક અહેવાલો સૂચવે છે કે વૈશ્વિક ઓવરસપ્લાયને કારણે તેલના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે, જે ફક્ત ક્રૂડ ઓઈલ માર્કેટને જ નહીં પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવ, ફુગાવા, રૂપિયાની ગતિવિધિ અને દેશના આર્થિક વિકાસને પણ અસર કરશે.

વેસ્ટ ટેક્સાસ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૫૮ ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. વેનેઝુએલા વૈશ્વિક ક્રૂડ ઓઈલ ઉત્પાદનમાં એક ટકાથી ઓછો હિસ્સો ધરાવે છે તેથી તેના સપ્લાયમાં કોઈપણ વિક્ષેપ મર્યાદિત અસર કરશે. જોકે એસબીઆઈ રિસર્ચ અનુસાર ઓપેક પ્લસ સમૂહ દેશોએ ક્રૂડનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો ત્યારથી ક્રૂડ ઓઇલના ભાવ નબળા પડી રહ્યા છે.

૨૦૨૬ની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ સરેરાશ ૫૫ ડોલર પ્રતિ બેરલની આસપાસ રહી શકે છે. એસબીઆઈ રિસર્ચ અનુસાર ભારત સાથે પ્રત્યક્ષ સંકળાયેલા બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ માર્ચ ૨૦૨૬ સુધીમાં ૫૩ ડોલર અને જૂન, ૨૦૨૬ સુધીમાં ૫૨ ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે.

એસબીઆઈ રિસર્ચ અનુસાર, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર સીધી અસર કરશે. ઈંધણના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને ફુગાવામાં વધુ ઘટાડો થવાની ધારણા છે. 

રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં સરેરાશ સીપીઆઈ ફુગાવો ૩.૪ ટકાની નીચે રહી શકે છે. સસ્તું તેલ ભારતના આયાત બિલમાં ઘટાડો કરશે, જેનાથી રૂપિયો મજબૂત થશે. એવો અંદાજ છે કે ડોલર સામે રૂપિયો ૮૭.૫ની આસપાસ સુધી સુધરી શકે છે. વધુમાં, નીચા એનર્જી ભાવ દેશના જીડીપી વૃદ્ધિ દરમાં ૦.૧૦થી ૦.૧૫ ટકાનો સુધારો કરી શકે છે.

સામે પક્ષે નુવમા સંસ્થાકીય ઇક્વિટીઝ અનુસાર ક્રૂડ ઓઈલ અને ગેસ ક્ષેત્રની એબીટા કમાણી નાણાકીય વર્ષ ૨૦૨૬ના ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ૧૭ ટકા વધવાની ધારણા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને તેના રિફાઇનિંગ અને ડિજિટલ બિઝનેસથી ફાયદો થશે, જ્યારે રિફાઇનિંગ માર્જિનમાં સુધારો થવાને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની કમાણી વધશે. આ સિવાય ઉત્પાદનમાં ઘટાડો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાને કારણે ઓએનજીસીને નુકસાન થઈ શકે છે. ગેઈલ અને અન્ય ગેસ કંપનીઓને પણ દબાણનો સામનો કરવો પડી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેપિટલ ગુડઝ શેરોમાં તેજીએ સેન્સેક્સ 671 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 118 વધીને 75318 | Sensex ends 118 …
Business

કેપિટલ ગુડઝ શેરોમાં તેજીએ સેન્સેક્સ 671 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 118 વધીને 75318 | Sensex ends 118 …

May 21, 2026
સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા | Gold and silver prices initially fell b…
Business

સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા | Gold and silver prices initially fell b…

May 21, 2026
સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…
Business

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…

May 20, 2026
Next Post
ટાઈફોઈડનો રોગચાળો ઃ કોર્પોરેશનમાં કોંગ્રેસનું હલ્લાબોલ | Typhoid epidemic: Congress uproar in the co…

ટાઈફોઈડનો રોગચાળો ઃ કોર્પોરેશનમાં કોંગ્રેસનું હલ્લાબોલ | Typhoid epidemic: Congress uproar in the co...

સ્ટીલના ભાવ નક્કી કરવામાં 28 કંપનીઓની મિલી ભગત | 28 companies colluded in fixing steel prices

સ્ટીલના ભાવ નક્કી કરવામાં 28 કંપનીઓની મિલી ભગત | 28 companies colluded in fixing steel prices

યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી 168 અબજ ડોલરનું ક્રૂડ ખરીદ્યુ | India bought 168 billio…

યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી 168 અબજ ડોલરનું ક્રૂડ ખરીદ્યુ | India bought 168 billio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ‘સમર સ્પેશિયલ’ વ્યવસ્થા, ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ …

અમદાવાદ: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ‘સમર સ્પેશિયલ’ વ્યવસ્થા, ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ …

2 months ago
જામનગરમાં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાના મામલે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન…

જામનગરમાં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાના મામલે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન…

5 months ago
દિલ્હી-બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હી-બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

10 months ago
ઝુંડાલ બ્રીજ પાસે બાઇકની ટક્કરે ચાલતાં જઈ રહેલાં વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by …

ઝુંડાલ બ્રીજ પાસે બાઇકની ટક્કરે ચાલતાં જઈ રહેલાં વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News