gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડોલર સામે રૂપિયો ગબડી રૂ. 92ના નવા તળિયે : ફુગાવો ઝડપથી વધવાના એંધાણ | Rupee falls to new low of Rs …

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in Business
0 0
0
ડોલર સામે રૂપિયો ગબડી રૂ. 92ના નવા તળિયે : ફુગાવો ઝડપથી વધવાના એંધાણ | Rupee falls to new low of Rs …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ક્રૂડતેલમાં ઉછાળો, યુએસમાં વ્યાજ દર જાળવી રખાયા

– વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો: સરકારી બેન્કો ડોલર વેચવા નીકળતાં રૂપિયામાં વધુ ધોવાણ અટક્યું : ડોલર સામે ન્યુઝીલેન્ડનો ડોલર વધીને સાડા છ મહિનાની ટોચે

અમદાવાદ/મુંબઈ : હુંડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ઉછળતાં રૂપિયો ગબડી નવા નીચા તળિયે પટકાયો હતો ડોલરના ભાવ રૂ.૯૧.૭૯ વાળા આજે સ વારે રૂ.૯૨ ખુલી ત્યારબાદ નીચામાં ભાવ રૂ.૯૧.૮૨ થઈ રૂ.૯૧.૯૫ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ઉંચામાં પ્રથમ વખત રૂ.૯૨ને આંબી જતાં બજારમાં નવો ઈતિહાસ સર્જાયો હતો. આજે એકંદરે રૂપિયા સામે ડોલરના ભાવ ૧૪ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો ૦.૧૫ ટકા તૂટયો હતો. 

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં તેમજ ઘરઆંગણે રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો. જોકે મુંબઈ શેરબજાર ઉંચકાતાં રૂપિયામાં ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધુ ઘટાડવાના બદલે જાળવી રાખવાનું નક્કી કર્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ જોકે વધુ ૦.૧૭ ટકા ઘટયાના સમાચાર મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૯૬.૩૫ તથા નીચામાં ૯૬.૦૨ થઈ ૯૬.૨૮ રહ્યો હતો. 

અમેરિકામાં જોબ માર્કેટ તથા ફુગાવાની સ્થિતિ જોતાં વ્યાજના દરમાં આગળ ઉપર પણ વધુ ઘટાડો થવાની શક્યતા ઘટી હોવાનું વિશ્વ બજારના જાણકારો તથા ફેડરલ રિઝર્વના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સ્વીસ કરન્સી સામે ડોલરના ભાવ ઘટી ૧૧ વર્ષના તળિયે ઉતરી ગયા હતા જ્યારે ડોલર સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ વધી સાડા ચાર વર્ષની ટોચે પહોંચ્યા હતા. અમેરિકન ડોલર સામે ઓસ્ટ્રેલિયન ડોલર વધી ૩ વર્ષની ટોચે ટ્રેડ થઈ રહ્યો હતો. ડોલરનો ઈન્ડેક્સ ચાર વર્ષના તળિયે ઉતર્યો હતો. ડોલર સામે ન્યુઝીલેન્ડનો ડોલર વધી સાડા છ મહિનાની ટોચે પહોંચ્યો હતો. ડોલર સામે ચીનની ઓફફ શોર કરન્સી વધી મે-૨૦૨૩ પછીની નવી ટોચે પહોંચી હતી. 

રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે વધુ ૫૧ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૨૭ પાર કરી રૂ.૧૨૭.૩૬ થઈ રૂ.૧૨૭.૦૬ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ઉંચામાં રૂ.૧૧૦.૩૩ થઈ રૂ.૧૧૦.૦૫ રહ્યા હતા.  જોકે રૂપિયા સામે જાપાનની કરન્સી આજે ૦.૪૦ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૨૦ ટકા પ્લસમાં રહી હતી

ડોલરમાં આજે ઉંચા મથાળે મુંબઈ બજારમાં રિઝર્વ બેન્કની સક્રિયતા વચ્ચે વિવિધ સરકારી બેન્કોની વેચવાલી શરૂ થતાં ડોલરના ભાવ ઉંચામાં રૂ.૯૨ થયા પછી ઘટાડા પર રહ્યા હતા.  ભારત તથા અમેરિકા વચ્ચે હવે વેપાર કરાર ક્યારે થાય છે તેના પર બજારની નજર રહી હતી.

ફોરેક્સ ભાવ

ડોલર રૂ. ૯૧.૯૫

પાઉન્ડ રૂ. ૧૨૬.૯૩

યુરો રૂ.૧૦૯.૯૪

યેન રૂ. ૦.૬૦

ચાંદી ભારતમાં રૂ.4 લાખની વિક્રમી ટોચે, વિશ્વમાં રાતે 6 ટકા તૂટી

અમદાવાદ : યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો પર યથાવત સ્થિતિ જાળવી રાખવાના નિર્ણય વચ્ચે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં સેફ હેવન રૂપી લેવાલી ચાલુ રહેતા ભારતીય સોના ચાંદી બજારમાં ગુરુવારે બંને કિંમતી ધાતુઓ નવી વિક્રમી સપાટીએ પહોંચી હતી. જોકે, મોડી રાતે નફાકારક વેચવાલીના પગલે વૈશ્વિક બજારમાં સોનું ચાર ટકા જ્યારે ચાંદી છ ટકા તૂટયા હતા. દિલ્હીમાં સોના ચાંદી બજારમાં ગુરુવારે ચાંદી રૂ. ૧૯૫૦૦ ઉછળીને રૂ. ૪ લાખની સપાટી કુદાવી રૂ. ૪,૦૪,૫૦૦ની વિક્રમી સપાટીએ પહોંચી ગઇ હતી. બીજીતરફ અમદાવાદ સોનુ આજે રૂ. ૧૨૫૦૦ ઉછળીને રૂ. ૧,૮૪,૦૦૦ની વિક્રમી ટોચે પહોંચ્યું હતું. દેશના અન્ય સોના ચાંદી બજારોમાં પણ  બંને કિંમતી ધાતુઓમાં  તોફાની તેજી જોવા મળી હતી.

જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ગુરુવારે દિવસના સમયે ચાંદીએ પ્રતિ ઔંસ ૧૨૦.૯૫ ડોલરની નવી વિક્રમી સપાટી બનાવ્યા પછી મોડી રાતે ૬ ટકા ગગડીને પ્રતિ ઔંસ ૧૧૦ ડોલરના સ્તર પર આવી ગઈ હતી. રોકાણકારોએ નફાકારક વેચવાલી કરતા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો.

ચાંદીની જેમ સોનાના ભાવમાં પણ ગુરુવારે રાતે ૪ ટકાનો કડાકો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રી બજારમાં સોનું પ્રતિ ઔંસ ૫,૬૦૦ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યા પછી નફાકારક વેચવાલીના પગલે ગગડીને ૫,૧૫૦ ડોલરના સ્તરે પહોંચી ગયું હતું. સ્પોટ ગોલ્ડ ૪.૬ ટકા તૂટીને પ્રતિ ઔંસ ૫,૧૪૯.૯૯ ડોલર પર આવી ગયું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
આગામી વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.8થી 7-2 ટકા રહેવાનો અંદાજ | India’s growth rate is estimated to be 6 8…

આગામી વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.8થી 7-2 ટકા રહેવાનો અંદાજ | India's growth rate is estimated to be 6 8...

ઘોઘા પીએસઆઈના માનસિક ત્રાસથી હેડ કોન્સ્ટેબલે મોતને વ્હાલુ કર્યું હતું | Head constable commits suici…

ઘોઘા પીએસઆઈના માનસિક ત્રાસથી હેડ કોન્સ્ટેબલે મોતને વ્હાલુ કર્યું હતું | Head constable commits suici...

દેવુબાગ સોસાયટીમાં આવેલા મંદિરમાંથી મેટલના હારની ચોરી | Metal necklace stolen from temple in Devubau…

દેવુબાગ સોસાયટીમાં આવેલા મંદિરમાંથી મેટલના હારની ચોરી | Metal necklace stolen from temple in Devubau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો | DEO Orders Seventh…

સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો | DEO Orders Seventh…

10 months ago
સ્ટાર કાચબાનો કેસ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમે પશુ પક્ષીનું કામ કરતા કર્મચારીનો કાન ફાડી નાખ્યો | …

સ્ટાર કાચબાનો કેસ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમે પશુ પક્ષીનું કામ કરતા કર્મચારીનો કાન ફાડી નાખ્યો | …

8 months ago
ગુજરાતીઓમાં પેટની બીમારી વધી, ગેસ્ટ્રોના એક વર્ષમાં 2.15 લાખ ઇમરજન્સી કેસ | Rising Stomach Ailments …

ગુજરાતીઓમાં પેટની બીમારી વધી, ગેસ્ટ્રોના એક વર્ષમાં 2.15 લાખ ઇમરજન્સી કેસ | Rising Stomach Ailments …

6 months ago
ધનખડ ‘ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન’ ખાલી કરશે, અપાશે નવું સરકારી મકાન, જો પસંદ નહીં આવે તો… | No Reques…

ધનખડ ‘ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન’ ખાલી કરશે, અપાશે નવું સરકારી મકાન, જો પસંદ નહીં આવે તો… | No Reques…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News