gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તહેવારોની મોસમમાં વાહનોનું બાવન લાખથી વધુ વિક્રમી વેચાણ | Record sales of over fifty two lakh vehicl…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in Business
0 0
0
તહેવારોની મોસમમાં વાહનોનું બાવન લાખથી વધુ વિક્રમી વેચાણ | Record sales of over fifty two lakh vehicl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવરાત્રી થી દિવાળીની ૪૨ દિવસની તહેવારોની મોસમ 

મુંબઈ : વર્તમાન વર્ષના નવરાત્રી થી દિવાળીની ૪૨ દિવસની તહેવારોની મોસમ દરમિયાન દેશમાં ઓટો રિટેલ વેચાણ આંક બાવન લાખથી વધુ સાથે વિક્રમી સપાટીએ જોવા મળ્યો છે. ગયા વર્ષના નવરાત્રી થી દિવાળીની મોસમની સરખામણીએ વર્તમાન વર્ષના આ ગાળામાં રિટેલ વેચાણમાં ૨૧ ટકા વધારો જોવા મળ્યો છે. પેસેન્જર વાહનો તથા ટુ વ્હીલર્સના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થયાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું.આગામી લગ્નસરાની મોસમમાં પણ વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

વર્તમાન વર્ષના નવરાત્રીના પ્રથમ દિવસથી જ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં જોરદાર ઘટાડાને કારણે વાહનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થતા ગ્રાહકોમાં તહેવારો દરમિયાન ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. 

એકંદર ઓટો રિટેલ વેચાણ આંક જે ગયા વર્ષના નવરાત્રી થી દિવાળીના તહેવારોમાં ૪૩,૨૫,૬૩૨ રહ્યો હતો તે વર્તમાન વર્ષમાં ૨૧ ટકા વધી ૫૨,૩૮,૪૦૧ રહ્યાનું ફાડાના નિવેદનમાં જણાવાયું હતું. 

પેસેન્જર વાહનોનું વેચાણ ૬,૨૧, ૫૩૯ એકમથી ૨૩ ટકા વધી ૭,૬૬,૯૧૮ રહ્યું હતું જ્યારે ટુ વ્હીલર્સનું વેચાણ ૩૩,૨૭,૧૯૮ એકમ પરથી ૨૨ ટકા વધી ૪૦,૫૨,૫૦૩ વાહન જોવા મળ્યું હતું. 

જીએસટીમાં ઘટાડાને કારણે વાહનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થતા ખરીદીમાં વધારો થયો હતો. કેટલાક શહેરોમાં તો ડીલરો પાસે માલના પૂરવઠા કરતા માગ વધારે જોવા મળી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. 

ટુ વ્હીલર્સના વેચાણમાં વધારા માટે સારી લિક્વિડિટી તથા જીએસટીમાં કપાતથી એફોર્ડિબિલિટી કારણભૂત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ટુ વ્હીલર્સની ઊંચી માગ રહી હતી. 

તાજેતરના વર્ષોમાં વર્તમાન વર્ષની તહેવારોની મોસમ શ્રેષ્ઠ રહ્યાનો ડીલરો જણાવી  રહ્યા હતા. થ્રી વ્હીલર્સ તથા કમર્સિઅલ વાહનોના વેચાણમાં પણ અનુક્રમે ૯ ટકા અને ૧૫ ટકા વધારો થયો હતો. 

ઓકટોબર મહિનાની વાત કરીએ તો ઓટો વેચાણમાં વાર્ષિક ધોરણે ૪૧ ટકા વધારો થઈને એકંદર વેચાણ ૪૦,૨૩,૯૨૩ એકમ રહ્યું છે. ઓકટોબરમાં ટુ વ્હીલર્સ તથા પેસેન્જર વાહનોનો વેચાણ આંક અત્યારસુધીનો સૌથી વિક્રમી વેચાણ આંક રહ્યો છે. 

જીએસટીમાં રાહતને પરિણામે આગામી ત્રિમાસિક માટે ઓટો રિટેલનું આઉટલુક નિર્ણયાત્મક રીતે પોઝિટિવ જણાઈ રહ્યું હોવાનો દાવો કર્યો હતો. તહેવારોની મોસમ બાદ લગ્નસરાની મોસમમાં પણ માગ ઊંચી રહેવાની ડીલરો અપેક્ષા રાખી રહ્યા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રાહુલ ગાંધીનો આરોપ સાચો! અજિત પવારના દીકરાએ ખરીદેલી જમીન સરકારી, અણ્ણાએ કહ્યું -હેરાફેરી માટે પિતા પ…

રાહુલ ગાંધીનો આરોપ સાચો! અજિત પવારના દીકરાએ ખરીદેલી જમીન સરકારી, અણ્ણાએ કહ્યું -હેરાફેરી માટે પિતા પ...

સહાય તેમજ ટેકાના ભાવે ખરીદીના નામે ખેડૂતોને ગુજરાત સરકારે ઉઠાં ભણાવ્યાં | Gujarat Farmers Deceived b…

સહાય તેમજ ટેકાના ભાવે ખરીદીના નામે ખેડૂતોને ગુજરાત સરકારે ઉઠાં ભણાવ્યાં | Gujarat Farmers Deceived b...

AIની અસર: અમેરિકામાં વર્ષમાં10 લાખ લોકો લોકોએ નોકરી ગુમાવી | Impact of AI: 1 million people lose job…

AIની અસર: અમેરિકામાં વર્ષમાં10 લાખ લોકો લોકોએ નોકરી ગુમાવી | Impact of AI: 1 million people lose job...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ: શહેરાના બોરીયા ગામેથી રૂ. 32 લાખથી વધુનો લીલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | panchmahal shahera…

પંચમહાલ: શહેરાના બોરીયા ગામેથી રૂ. 32 લાખથી વધુનો લીલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | panchmahal shahera…

9 months ago
અમદાવાદની પોળમાં આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire cloth shop a…

અમદાવાદની પોળમાં આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire cloth shop a…

9 months ago
વેરાવળથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Veraval and Ban…

વેરાવળથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Veraval and Ban…

7 months ago
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હા…

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News