અમદાવાદ, રવિવાર
શહેરના થલતેજમાં આવેલી હોટલ કિંગ પેલેસ અને હોટલ આઇ લેન્ડના સંચાલક રોકી અને વિવેક વિવાદનું બીજુ નામ બની ગયા છે. વિદેશી યુવતીઓને બહારથી લાવીને તેમને સિલેક્ટેડ ગ્રાહકો માટે ખાસ વેપાર કરાવતા રોકીને પોલીસના વહીટવદાર ગણાતા અને પોતાને કથિત પત્રકાર ગણાતા વિવેક નામના કુખ્યાત વ્યક્તિએ પોલીસ વતી પ્રોટેક્શન આપ્યું હોવાની સ્થાનિક પોલીસ પણ ભેદી મૌન રાખી રહી છે. ત્યારે આ મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. જે અંગે સીઆઇડી ક્રાઇમે તેમને મળેલા વિડીયો અને ફોટો તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.
સૌથી નવાઇની વાત એ છે કે રોકીની હોટલમાં કામ કરતી વિદેશી યુવતીઓને ટુરીસ્ટ પરમીટના નામે લાવવામાં આવે છે અને તેમને દેહવિક્રયનો કારોબાર બરોકટોક રીતે કરવામાં આવે છે.










