gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સહાય મેળવવાનું સર્વર ડાઉન : લાખો ખેડૂતોની ઓનલાઈન અરજી ન થઈ | Server for getting assistance down: Lak…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
સહાય મેળવવાનું સર્વર ડાઉન : લાખો ખેડૂતોની ઓનલાઈન અરજી ન થઈ | Server for getting assistance down: Lak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જગતના તાતને લાઈનમાં રહેવા મજબુર બનાવતી સરકાર : સરકારે KRP પોર્ટલ 15 દિવસ માટે ખુલ્લું મુક્યું પરંતુ જૂનાગઢ જીલ્લામાં 2 દિવસમાં માત્ર 4,000 ખેડૂતોની અરજી ન થઈ

 જૂનાગઢ, : જૂનાગઢ જીલ્લામાં હજારો ખેડૂતો સહાય માટે અરજી કરવા દિવસભર લાઈનમાં ઉભા રહ્યા પરંતુ સર્વરના ધાંધીયાના કારણે માત્ર ગણ્યાગાંઠયા ખેડૂતોની જ અરજી થઈ શકી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજ માટેની સહાય માટે અરજી કરવા દોડધામ કરી રહ્યા છે પણ બે દિવસમાં માત્ર ચાર હજાર જેટલા ખેડૂતોની અરજી પણ અપલોડ થઈ શકી નથી. જો આવી જ સ્થિતિ રહી તો 15 દિવસમાં લાખો ખેડૂતો કેવી રીતે અરજી કરી શકશે ? તે એક સવાલ છે.

કૃષિ રાહત પેકેજ-2025અંતર્ગત ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મેળવવા માટે સરકાર દ્વારા તા.14-11-2025 પથી 15 દિવસ માટે કેઆરપી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મેળવવા ઓનલાઈન પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવાની થાય છે. દરેક ગામડે વીસીઈ દ્વારા તથા તાલુકા મથકે સીટી તલાટી સહિતના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ બે દિવસથી સર્વર ક્યારેક જ ચાલે છે મોટાભાગે સર્વર બંધ રહેતું હોવાથી ડેટા એન્ટ્રી થઈ શકતી નથી. જો સમયસર ખેડૂતોની પાક નુકસાની વળતર અંગેની અરજીની ડેટા એન્ટ્રી ન થાય તો સહાયથી વંચિત રહેવાની સ્થિતિ ઉભી થાય તેમ છે. જૂનાગઢ જીલ્લાના વિસાવદર, માણાવદર, માંગરોળ, કેશોદ, ભેસાણ, મેંદરડા, માળિયાહાટીના, જૂનાગઢ શહેર અને ગ્રામ્યના હજારો ખેડૂતો બે દિવસથી અરજી કરવા માટે વીસીઈ પાસે ધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, કેટલાય દિવસ સુધી સરકારે રાહ જોવડાવી રાહત પેકેજ જાહેર કર્યું અને તેમાંય અરજી માટે ખેડૂતોને લાઈનોમાં ઉભું રહેવું પડે છે. લાઈનમાં ઉભા રહેવા છતાં પણ ક્યારે કામ થાય તેના કોઈ ઠેકાણા નથી. આવી સ્થિતિના કારણે ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં સરકારની આવી સિસ્ટમ સામે ભારોભાર નારાજગી છે.

કેટલાય ગામડાઓમાં ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજી કરવા માટે 100-200  રૂપીયા લેવામાં આવતા હોવાની રાવ ઉઠી રહી છે. ખેડૂતોને કોઈપણ અરજીઓ માટે સરકાર સતત લાઈનમાં ઉભા રાખતી હોવાના આગેવાનો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. જે ખેડૂત છે તેને સરકારી સહાય જોઈતી હોય તો તેઓએ ઓનલાઈન અરજી કરવાની છે. આ ખેડૂતો પૈકી માત્ર ચાર હજાર જેટલા ખેડૂતોની પણ ઓનલાઈન અરજી થઈ શકી નથી. આ પોર્ટલ માત્ર 15 દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂત આગેવાનોએ સવાલો ઉઠાવ્યા છે કે, બે દિવસમાં ચાર હજાર જેટલા ખેડૂતોની અરજી ન થઈ શકે તો હવે બાકીના 13 દિવસમાં બે લાખથી વધુ ખેડૂતોની કેવી રીતે અરજી થશે ?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત-મુંબઈના વેપારીઓને લૂંટતી ગેંગનો પર્દાફાશ: નકલી આંગડિયા કર્મી બની ઠગાઈ કરતા ભેજાબાજ ભુજથી ઝડપા…
GUJARAT

ગુજરાત-મુંબઈના વેપારીઓને લૂંટતી ગેંગનો પર્દાફાશ: નકલી આંગડિયા કર્મી બની ઠગાઈ કરતા ભેજાબાજ ભુજથી ઝડપા…

May 24, 2026
દશપિંડની વિધિ મામલે મહારાષ્ટ્રીયન સમાજનો વિરોધ | Maharashtrian community protests against the Dashap…
GUJARAT

દશપિંડની વિધિ મામલે મહારાષ્ટ્રીયન સમાજનો વિરોધ | Maharashtrian community protests against the Dashap…

May 24, 2026
VIDEO: અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતો…
GUJARAT

VIDEO: અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતો…

May 24, 2026
Next Post
આખા ગામે ગૌચર પર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ | land grabbing has been registered …

આખા ગામે ગૌચર પર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ | land grabbing has been registered ...

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

મોરબીના સિરામીક ઉદ્યોગને તોડી પાડવાની ચીનની ચાલાકી નિષ્ફળ | China’s ploy to destroy Morbi’s ceramic …

મોરબીના સિરામીક ઉદ્યોગને તોડી પાડવાની ચીનની ચાલાકી નિષ્ફળ | China's ploy to destroy Morbi's ceramic ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: ખેડૂતોને કપાસ વેચવામાં ક્વિન્ટલ દીઠ 500 રૂપિયાનું નુકસાન, CCI રજિસ્ટ્રેશન બંધ થતાં હાલાક…

છોટાઉદેપુર: ખેડૂતોને કપાસ વેચવામાં ક્વિન્ટલ દીઠ 500 રૂપિયાનું નુકસાન, CCI રજિસ્ટ્રેશન બંધ થતાં હાલાક…

4 months ago
દીકરાની ચાહતમાં જનેતાએ જ 6 વર્ષની બાળકીની કરી હત્યા, દીકરી હિન્દી બોલે એટલે વધુ અકળાતી હતી | Mother …

દીકરાની ચાહતમાં જનેતાએ જ 6 વર્ષની બાળકીની કરી હત્યા, દીકરી હિન્દી બોલે એટલે વધુ અકળાતી હતી | Mother …

5 months ago
રામપર-વેકરાના તપોવનધામ ખાતે 108 લોકોએ એકસાથે કર્યું પંચગવ્યયુક્ત સામૂહિક ગોબર સ્નાન | Rampar Vekra T…

રામપર-વેકરાના તપોવનધામ ખાતે 108 લોકોએ એકસાથે કર્યું પંચગવ્યયુક્ત સામૂહિક ગોબર સ્નાન | Rampar Vekra T…

10 months ago
મૃતક વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો ! દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ અલ-ફલાહ યુનિ.ના વધુ એક કારસ્તાનનો પર્દા…

મૃતક વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો ! દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ અલ-ફલાહ યુનિ.ના વધુ એક કારસ્તાનનો પર્દા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News