![]()
લાંબા સમયથી બાકી વેરો ભરી દેવા તાકીદ
સાત દુકાનના માલિકોએ સ્થળ પર ૧.૫૯ લાખનો વેરો જમા કરાવી દીધો, મનપા ઝુંબેશ ચાલુ રાખશે
નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વેરો વસૂલવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે પાલિકાની ટેક્ષ શાખા દ્વારા પ્લેટીનમ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં ૧૧ દુકાનો સીલ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના ટેક્ષ વિભાગની ટીમે પ્લેટીનમ પ્લાઝામાં ૨.૯૦ લાખનો વેરો બાકી હોવાથી ૧૧ દુકાનો સીલ કરી છે. તે દરમિયાન અન્ય ૭ દુકાનોના માલિકોએ પોતાની બાકી રકમ ૧,૫૯,૦૦૦ રૂપિયા સ્થળ પર જ જમા કરાવી દીધી હતી.
પાલિકાના ટેક્ષ અધિકારી દ્વારા જણાવાયું છે કે આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે બાકી વેરાની વસૂલાત માટે સીલિંગ સહિતની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
જે મિલકત ધારકોનો વેરો લાંબા સમયથી બાકી છે તેઓએ વહેલી તકે વેરો ભરી દેવા તાકીદ કરવામાં આવી છે.










