![]()
– નડિયાદમાં 24 કલાકમાં બે ઈંચ વરસાદ
– ખેડા જિલ્લામાં ચાલુ ચોમાસામાં 90.26 ટકા ઠાસરા, ખેડામાં માત્ર 60 ટકા જ વરસાદ
નડિયાદ : ખેડા જિલ્લામાં ચોમાસાની સિઝનનો કુલ સરેરાશ ૯૦.૨૬ ટકા વરસાદ પડયો છે. જિલ્લાના ૧૦ તાલુકામાંથી નડિયાદ અને મહુધામાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ઠાસરા અને ખેડા તાલુકામાં સિઝનનો સરેરાશ ૬૦ ટકા કરતા પણ ઓછો વરસાદ પડયો હોવાનું જાણવા મળે છે.
છેલ્લા ૨૪ કલાકના વરસાદની વાત કરીએ તો ખેડા જિલ્લામાં સરેરાશ ૨૨.૯ મિ.મી. વરસાદ પડયો હતો. જેમાં નડિયાદમાં સૌથી વધુ ૫૦ મિ.મી. અને માતરમાં ૩૫ મિ.મી. વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઠાસરા અને વસોમાં ૨૬ મિ.મી., મહુધા અને ગળતેશ્વરમાં ૨૨ મિ.મી., ખેડામાં ૧૭ મિ.મી., કપડવંજમાં ૧૩ મિ.મી., મહેમદાવાદમાં ૧૦ મિ.મી. અને કઠલાલમાં ૮ મિ.મી. વરસાદ પડયો છે.
ખેડા જિલ્લામાં ચોમાસાની સિઝનનો કુલ સરેરાશ ૯૦.૨૬ ટકા વરસાદ પડયો છે. જિલ્લાના દસ તાલુકામાંથી, નડિયાદમાં સિઝનનો સૌથી વધુ ૧૩૪.૧૯ ટકા વરસાદ નોંધાયો છે. મહુધામાં ૧૦૪.૮૦% વરસાદ થયો છે. જ્યારે ઠાસરામાં ૫૯.૦૮%, ખેડામાં ૬૦.૬૪% વરસાદ પડી ગયો છે. અન્ય તાલુકાઓમાં કપડવંજમાં ૮૯.૪૮%, કઠલાલમાં ૯૫.૫૦% , મહેમદાવાદમાં ૯૭.૬૪%, માતરમાં ૮૮.૯૬%, ગળતેશ્વરમાં ૬૮.૫૩% અને વસોમાં ૮૯.૫૧% વરસાદ નોંધાયો છે.
આગામી દિવસોમાં પણ ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અને મહિસાગરમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.










