![]()
અમદાવાદ,શુક્રવાર,17
એપ્રિલ,2026
અમદાવાદના નવરંગપુરા અને પાલડી વોર્ડમાં દર વર્ષે ચોમાસામાં
ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે અંજલી ક્રોસ રોડથી વાસણા બેરેજ ડાઉન સ્ટ્રીમ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈન નંખાશે.૧૮૦૦
ડાયામીટરની સ્ટ્રોમ વોટર લાઈન માઈક્રો ટનલીંગ પધ્ધતિથી નાંખી કેચમેન્ટ વિસ્તારમાં
ભરાતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થશે.હાલ અંજલી સર્કલ પાસે ચાલી રહેલી કામગીરી હજુ
એક વર્ષ ચાલશે. આ લાઈનનુ કનેકશન સીધુ જ સાબરમતી નદીમાં આપવામાં આવશે એમ
સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
કોર્પોરેશન દ્વારા બે
અલગ અલગ દરખાસ્ત મંજુર કરવામા આવી હતી.નવરંગપુરા વોર્ડમાં માણેકબાગ
ક્રોસરોડથી જીવરાજ હોસ્પિટલ થઈ ધરણીધર થી અંજલી ચાર રસ્તા સુધી ૧૮૦૦ ડાયામીટરની
સ્ટ્રોમ વોટર લાઈન રુપિયા ૫૦.૬૧ કરોડના ખર્ચે નાંખવા કોન્ટ્રાકટર મે.ટ્રેંચલેસ
એન્જીનિયરીંગ સર્વિસીસ પ્રા.લી.ને વર્કઓર્ડર આપવામા આવ્યો છે. કુલ ૨.૪૬ કિલોમીટર
લંબાઈમાં માઈક્રોટનલીંગ પધ્ધતિથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામા આવશે. આ જ
કોન્ટ્રાકટરને અંજલી ચાર રસ્તાથી આંબેડકરબ્રિજ થઈ વાસણા બેરેજ ડાઉન સ્ટ્રીમ સુધી રુપિયા
૫૧.૭૫ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર ડ્રેઈન નાંખવાની કામગીરી આપવામા આવી છે.કુલ ૨.૪૫
કિલોમીટર લંબાઈમા સ્ટ્રોમ વોટર લાઈન નંખાશે.
કયા-કયા વિસ્તારોને વરસાદી પાણી ભરાવાથી રાહત મળશે
–નહેરુનગર
સર્કલ, માણેકબાગ, શ્રેયસબ્રિજ, જયદીપ ટાવર, દેવાસ ફલેટ તથા
આજુબાજુનો વિસ્તાર, ધરણીધર
ચાર રસ્તા, અંજલીબ્રિજ, જીવરાજ મહેતા
હોસ્પિટલ રોડ, ચંદ્રનગર
ચાર રસ્તા, આંબેડકરબ્રિજની
આસપાસનો વિસ્તાર










