gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો | Equity fund inflows rise by 21% in November

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in Business
0 0
0
નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો | Equity fund inflows rise by 21% in November
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સતત બે મહિના સુધી ઘટયા બાદ નવેમ્બરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસમાં ઈન્ફલો ઓકટોબરની તુલનાએ૨૧ ટકા વધી રૂપિયા ૨૯૯૧૧ કરોડ રહ્યો છે. ઓકટોબરમાં આ આંક રૂપિયા ૨૪૬૯૦ કરોડ રહ્યો હતો. જ્યારે ફલેકસી કેપ ફન્ડસમાં ઈન્ફલો ઓકટોબરની સરખામણીએ રૂપિયા ૭૯૩.૭૦ કરોડ ઘટી રૂપિયા ૮૧૩૫.૦૧ કરોડ રહ્યો છે. ઓકટોબરમાં આ આંક રૂપિયા ૮૯૨૮.૭૧ કરોડ જોવા મળ્યો હતો. 

ઈક્વિટી સ્કીમમાં ઈન્ફલોમાં વધારો થતા ઈક્વિટી એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) સાધારણ વધી રૂપિયા ૩૫.૬૬ લાખ કરોડ રહી છે. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની એકંદર એયુએમ પહેલી જ વખત રૂપિયા ૮૦ લાખ કરોડને પાર કરી રૂપિયા ૮૦,૫૫,૧૫૩.૦૪ કરોડ રહી હતી. 

ઈક્વિટીસમાં લાર્જ તથા મિડકેપ ફન્ડસના ઈન્ફલોમાં  ૪૧.૭૦ ટકા જંગી ઉછાળો આવ્યો છે. આ ફન્ડસમાં ઓકટોબરમાં ઈન્ફલો જે રૂપિયા ૩૧૭૭ કરોડ રહ્યો તો તે નવેમ્બરમાં વધી રૂપિયા ૪૫૦૩.૩૧ કરોડ જોવા મળ્યો છે, એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા(એમ્ફી)ના ડેટા જણાવે છે. 

મિડકેપની વાત કરીએ તો રોકાણકારોનું તેમા આકર્ષણ જળવાઈ રહ્યું છે. આ ફન્ડસમાં ઈન્ફલો જે ઓકટોબરમાં રૂપિયા ૩૮૦૭.૧૧ કરોડ રહ્યું હતું તે નવેમ્બરમાં વધી રૂપિયા ૪૪૮૬.૯૧ કરોડ જોવા મળ્યું છે. મિડકેપમાં ૧૭.૮૦ ટકા વધારો થયો છે. 

સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફતનું રોકાણ જે ઓકટોબરમાં રૂપિયા ૨૯૫૨૯ કરોડ રહ્યું હતું તે નવેમ્બરમાં સાધારણ ઘટી રૂપિયા ૨૯૪૪૫ કરોડ રહ્યું છે. 

ગોલ્ડ ઈટીએફમાં રોકાણ પ્રવાહ ઓકટોબરમાં રૂપિયા ૭૭૪૩.૧૯ કરોડની સરખામણીએ નવેમ્બરમાં અડધો રહીને ૩૭૪૧.૭૯ કરોડ રહ્યો છે. 

સોનાના ઊંચા ભાવને કારણે ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો મંદ પડયો હોવાનું માનવામાં આવે છે. 

બજારમાં વ્યાપક વોલેટિલિટી છતાં રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણ વિશ્વાસ જળવાઈ રહ્યો હોવાનું એમ્ફીના સુત્રોએ જણાવ્યું હતું. 

સિપમાં રૂ. ૨૯,૪૪૫ કરોડનું રોકાણ

નવેમ્બરમાં સિપ દ્વારા રોકાણ ફરી એકવાર રેકોર્ડ સ્તરની નજીક પહોંચ્યું છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા અનુસાર, ગયા મહિને સિપ ઇનફ્લો રૂ. ૨૯,૪૪૫ કરોડ હતો. જો કે, આ આંકડો ઓક્ટોબરના રૂ. ૨૯,૫૨૯ કરોડ કરતા થોડો ઓછો હતો. નવેમ્બરમાં માસિક ધોરણે ઇનફ્લોમાં ૦.૩% નો થોડો ઘટાડો થયો હતો, પરંતુ વાર્ષિક ધોરણે સિપ ઇનફ્લોમાં ૨૧.૭%ની મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી. 

નવેમ્બરમાં સક્રિય સિપ એકાઉન્ટ્સની સંખ્યા ૯.૪૩ કરોડ હતી, જે ઓક્ટોબરમાં ૯.૪૫ કરોડ કરતા થોડી ઓછી હતી. સિપ હેઠળ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) મહિના દરમિયાન વધીને રૂ.૧૬.૫૩ લાખ કરોડ થઈ હતી. એકંદરે, એપ્રિલથી નવેમ્બર દરમિયાન સિપ ઇનફ્લોમાં આશરે ૧૦.૫૬% નો વધારો થયો છે. 

સિપમાં માસિક  રોકાણ

રોકાણ (રૃ. કરોડ)

મહિનો

૨૬,૬૩૨

એપ્રિલ

૨૬,૬૮૮

મે

૨૭,૨૬૯

જૂન

૨૮,૪૬૪

જુલાઈ

૨૮,૨૬૫

ઓગસ્ટ

૨૯,૩૬૧

સપ્ટેમ્બર

૨૯,૫૨૯

ઓક્ટોબર

૨૯,૪૪૫

   નવેમ્બર

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…
Business

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

May 10, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

May 10, 2026
Next Post
ચાંદીમાં ચાર દિવસમાં રૂ.10,000ની તેજીઃ મુંબઈ ખાતે રૂ.1 લાખ 88 હજાર | Silver rises by Rs 10 000 in fo…

ચાંદીમાં ચાર દિવસમાં રૂ.10,000ની તેજીઃ મુંબઈ ખાતે રૂ.1 લાખ 88 હજાર | Silver rises by Rs 10 000 in fo...

વિદેશી કંપનીઓ દ્વારા 135 અબજ ડોલરના જંગી રોકાણની જાહેરાત | Foreign companies announce massive invest…

વિદેશી કંપનીઓ દ્વારા 135 અબજ ડોલરના જંગી રોકાણની જાહેરાત | Foreign companies announce massive invest...

2026માં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઇક્વિટી મજબૂત રહેશે સોનુ પણ ચમક જાળવશે | Equities will remain strong …

2026માં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઇક્વિટી મજબૂત રહેશે સોનુ પણ ચમક જાળવશે | Equities will remain strong ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર- સુત્રોચ્ચાર સાથે આવેદન | More than 3…

સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર- સુત્રોચ્ચાર સાથે આવેદન | More than 3…

3 months ago
વિદેશીઓએ 3.06 લાખ કરોડ ખેંચ્યા, સ્થાનિકોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા | Foreigners withdrew 3 06 lakh cror…

વિદેશીઓએ 3.06 લાખ કરોડ ખેંચ્યા, સ્થાનિકોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા | Foreigners withdrew 3 06 lakh cror…

4 months ago
બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students …

બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students …

3 months ago
દાગીના ચોરી ભાડુ લીધા વિના રિક્ષા ચાલકે મહિલાને ઉતારી | Emon fefin a solani pisekin kewe ren emon ch…

દાગીના ચોરી ભાડુ લીધા વિના રિક્ષા ચાલકે મહિલાને ઉતારી | Emon fefin a solani pisekin kewe ren emon ch…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News