gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 455 પોઈન્ટ ઉછળીને 82176 | Nifty crosses 25000: Sensex jumps 455 points…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in Business
0 0
0
નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 455 પોઈન્ટ ઉછળીને 82176 | Nifty crosses 25000: Sensex jumps 455 points…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ચોમાસું કેરળની સાથે મુંબઈ-મહારાષ્ટ્રમાં વહેલું આગમન થઈ જતાં અને ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં પણ સારૂ રહેવાની અપેક્ષાએ ફંડો, મહારથીઓએ આજે શેરોમાં સાર્વત્રિક તેજીની વર્ષા કરી હતી. ચોમાસાના પોઝિટીવ સમાચારે ફુગાવો-મોંઘવારીમાં રાહતની અપેક્ષાએ અને ટેરિફ મામલે અમેરિકાએ  યુરોપીયન યુનિયન પર ૫૦ ટકા ટેરિફનો અમલ મોકૂફ રાખ્યાની પોઝિટીવ અસરે આજે વૈશ્વિક બજારોમાં રિકવરીની સાથે ભારતીય શેર બજારોમાં ફંડો ખરીદદાર બન્યા હતા. લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોએ પણ સ્મોલ, મિડ કેપ શેરોમાં સક્રિય લેવાલ બન્યાના અહેવાલો વચ્ચે આજે તેજીનો વ્યાપક સંચાર થતો જોવાયો હતો. ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, કેપિટલ ગુડઝ શેરો સાથે મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ, એફએમસીજી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. નિફટીએ ફરી ૨૫૦૦૦ની સપાટી ક્રોસ કરીને ઉપરમાં ૨૫૦૭૯.૨૦ સુધી જઈ અંતે ૧૪૮ પોઈન્ટ વધીને ૨૫૦૦૧.૧૫ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ૮૨૦૦૦ની સપાટી કુદાવી ઉપરમાં ૮૨૪૯૨.૨૪ સુધી જઈ અંતે ૪૫૫.૩૭ પોઈન્ટ વધીને ૮૨૧૭૬.૪૫ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૨૯ ઉછળ્યો : ટીમકેન, સુઝલોન,  રેલ વિકાસ નિગમ, આઈનોક્સમાં તેજી

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો, મહારથીઓની સતત મોટી ખરીદીના પરિણામે બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૨૮.૮૨ પોઈન્ટ ઉછળીને ૬૯૮૭૪.૮૫ બંધ રહ્યો હતો.કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ આજે સતત તેજી કરી હતી. ટીમકેનનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૩૨.૧૦ ટકા વધીને રૂ.૧૮૬.૮૩ કરોડ થતાં શેરમાં લેવાલીએ  રૂ.૧૬૮.૨૦ વધીને રૂ.૩૧૧૩.૯૫, સુઝલોન એનજીૅ રૂ.૨.૧૩ વધીને રૂ.૬૪.૩૪, રેલ વિકાસ નિગમ  દ્વારા તુર્કેયની તુમાસ સાથેની એક વર્ષની ભાગીદારીનો અંત લાવવામાં આવશે એવા અહેવાલ વચ્ચે શેર  રૂ.૧૩.૫૦ વધીને રૂ.૪૧૨.૧૦, આઈનોક્સ વિન્ડ રૂ.૫.૬૦ વધીને રૂ.૧૯૦.૫૫, ભેલ રૂ.૭.૧૫ વધીને રૂ.૨૬૧.૭૦, સોના કોમ રૂ.૮.૭૫ વધીને રૂ.૫૪૫.૫૦, એનબીસીસી રૂ.૧.૮૦ વધીને રૂ.૧૧૪.૨૮, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૮.૪૫ વધીને રૂ.૩૬૪૮.૪૦, ટીટાગ્રહ રૂ.૯.૯૫ વધીને રૂ.૯૦૯.૩૦ રહ્યા હતા.

ચોમાસાના આગમને ઓટો શેરોમાં તેજી : કેટીએમને હસ્તગત કરવાના સંકેતે બજાજ ઓટો રૂ.૧૯૨ ઉછળ્યા

ચોમાસાનું દેશમાં આગમન વહેલું થતાં અને સામાન્ય કરતાં સારા ચોમાસાના અનુમાને દેશમાં વાહનોની ખરીદી વધવાની અપેક્ષાએ આજે ફંડોએ ઓટોમોબાઈલ શેરોમાં મોટી ખરીદી કરી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૪૬.૧૩ પોઈન્ટ ઉછળીને ૫૩૨૯૧.૦૯ બંધ રહ્યો હતો. બજાજ ઓટો દ્વારા કેટીએમને ૮૦ કરોડ યુરોમાં હસ્તગત કરવાની ડિલના અહેવાલે શેર રૂ.૧૯૨  વધીને રૂ.૮૯૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૫.૩૫ વધીને રૂ.૩૦૭૭.૭૫, એમઆરએફ રૂ.૨૩૪૪.૪૦ વધીને રૂ.૧,૪૬,૦૦૫, ટાટા મોટર્સ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૭૨૯.૦૫, બોશ રૂ.૪૧૨.૬૦ વધીને રૂ.૩૨,૫૨૦.૮૫, એક્સાઈડ રૂ.૪.૬૦ વધીને રૂ.૩૮૬.૭૫, હીરો મોટોકોર્પ રૂ.૫૦.૫૦ વધીને રૂ.૪૩૫૮.૧૦, ઉનો મિન્ડા રૂ.૮.૬૫ વધીને રૂ.૧૦૧૭.૭૫ રહ્યા હતા.

બ્લેક બોક્સ રૂ.૩૦ ઉછળીને રૂ.૪૮૦ : નેટવેબ, ૬૩ મૂન્સ, કંટ્રોલ પ્રિન્ટ, રેટગેઈન, ટાટા એલેક્સીમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. બ્લેક બોક્સ રૂ.૩૦.૩૦ ઉછળીને રૂ.૪૭૯.૯૫, નેટવેબ રૂ.૯૯ વધીને રૂ.૧૮૯૬.૬૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૯.૧૫ વધીને રૂ.૮૨૨.૪૦, કંટ્રોલ પ્રિન્ટ રૂ.૩૪.૭૦ વધીને રૂ.૭૪૨.૪૦, રેટગેઈન રૂ.૧૯.૮૫ વધીને રૂ.૫૨૫.૨૫, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૨૪.૮૦ વધીને રૂ.૧૦૪૫, ટાટા એલેક્સી રૂ.૧૪૦.૫૫ વધીને રૂ.૬૪૨૭.૫૦, કોફોર્જ રૂ.૧૩૮.૮૫ વધીને રૂ.૮૪૫૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૫.૨૦ વધીને રૂ.૧૬૭૩.૪૫, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૮.૮૫ વધીને રૂ.૭૩૨.૧૫, ટીસીએસ રૂ.૨૪.૦૫ વધીને રૂ.૩૫૩૮.૦૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૯૨.૪૦ વધીને રૂ.૮૪૫૦.૯૦, વિપ્રો રૂ.૨.૭૫ વધીને રૂ.૨૫૦.૨૦ રહ્યા હતા.

સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨૩ વધીને રૂ.૪૦૩૩ : કલ્યાણ જવેલર્સ, ક્રોમ્પ્ટન, ટાઈટન કંપનીમાં આકર્ષણ

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી ચાલુ રાખતાં તેજી જોવાઈ હતી. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨૩.૪૫ વધીને રૂ.૪૦૩૨.૯૫, કલ્યાણ જવેલર્સ રૂ.૧૫.૩૫ વધીને રૂ.૫૬૮.૮૦, ક્રોમ્પ્ટન રૂ.૫ વધીને રૂ.૩૫૬.૭૫, ટાઈટન કંપની રૂ.૩૨.૧૫ વધીને રૂ.૩૬૧૦.૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૭૬.૩૫ વધીને રૂ.૧૫,૧૦૦ રહ્યા હતા.

જયોતી લેબ., ગોડફ્રે ફિલિપ, ગોદરેજ એગ્રો, ડાબર, નેસ્લે ઈન્ડિયા, બ્રિટાનીયા, વાડીલાલમાં મજબૂતી

ચોમાસાના પોઝિટીવ ડેવલપમેન્ટે એફએમસીજી શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. જયોતી લેબ રૂ.૫.૫૦ વધીને રૂ.૩૩૨.૮૦, ગોડફ્રે ફિલિપ રૂ.૮૪.૪૦ વધીને રૂ.૫૧૯૪.૫૫, ગોદરેજ એગ્રો રૂ.૧૦.૭૦ વધીને રૂ.૭૫૬.૪૦, ડાબર ઈન્ડિયા રૂ.૬.૩૫ વધીને રૂ.૪૯૯.૬૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૮.૫૫ વધીને રૂ.૨૨૬૬.૫૫, બ્રિટાનીયા રૂ.૩૩ વધીને રૂ.૪૭૬૯.૭૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૭.૨૫ વધીને રૂ.૪૫૪૧.૧૫, આઈટીસી રૂ.૧.૬૦ વધીને રૂ.૪૦૬.૬૫ રહ્યા હતા.

શિલ્પા મેડી રૂ.૧૦૪ ઉછળી રૂ.૮૮૫ :  એમક્યોર રૂ.૧૨૩, નોવાર્ટિસ રૂ.૬૯, દિવીઝ રૂ.૨૫૩ ઉછળ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. શિલ્પા મેડી રૂ.૧૦૩.૬૦ વધીને રૂ.૮૮૫.૧૦, એમ્ક્યોર રૂ.૧૨૩.૩૦ વધીને રૂ.૧૪૧૧.૯૫, ટારસન્સ રૂ.૩૫.૪૦ વધીને રૂ.૪૪૩.૪૫, નોવાર્ટિસ રૂ.૬૯.૪૦ વધીને રૂ.૧૦૪૨.૬૦, દિવીઝ લેબ રૂ.૨૫૩.૪૦ વધીને રૂ.૬૭૩૪.૧૦, સુવેન રૂ.૬.૮૦ વધીને રૂ.૨૧૪.૩૫, ગુજરાત થેમીસ રૂ.૧૧.૯૦ વધીને રૂ.૩૧૪.૪૫, જયુબિલન્ટ ફાર્મા રૂ.૪૭.૪૫ વધીને રૂ.૧૧૨૧.૦૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં મહારથીઓ, મ્યુ. ફંડોની વ્યાપક ખરીદી : ૨૩૦૧ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોની મોટી ખરીદી શરૂ થયાની સાથે મહારથીઓએ આજે મોટું બાઈંગ કર્યાની ચર્ચા વચ્ચે આજે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૬૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૦૧ અને ઘટનારની સંખઅયા ૧૭૭૨  રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૮૩ લાખ કરોડ વધીને રૂ.૪૪૪.૭૯ લાખ કરોડ પહોંચ્યું

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ખરીદી રહેતાં  રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૮૩ લાખ કરોડ વધીને રૂ.૪૪૪.૭૯ લાખ કરોડ પહોંચ્યું હતું.

FPIs/FIIની કેશમાં રૂ.૧૩૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૭૪૬ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે સોમવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૧૩૫.૯૮ કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી. કુલ રૂ.૯૦૮૧.૪૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૯૪૫.૪૯  કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૭૪૫.૭૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૦,૫૪૫.૧૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૭૯૯.૪૪ કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
શેરબજારની બે દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, બેન્કિંગ-ઓટો શેર્સમાં પ્રોફિટ બુકિંગ …

શેરબજારની બે દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, બેન્કિંગ-ઓટો શેર્સમાં પ્રોફિટ બુકિંગ ...

વાહનમાં ‘સુપર’ કે ‘પ્રીમિયમ’ પેટ્રોલ નંખાવો છો? જાણો તેનો કોઈ ફાયદો છે પણ કે નહીં | premium petrol v…

વાહનમાં 'સુપર' કે 'પ્રીમિયમ' પેટ્રોલ નંખાવો છો? જાણો તેનો કોઈ ફાયદો છે પણ કે નહીં | premium petrol v...

કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? ICMRએ કહ્યું- ગભરાશો નહીં, વાઇરલ ફીવર જેવા છે લક્ષણો | icmr stat…

કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? ICMRએ કહ્યું- ગભરાશો નહીં, વાઇરલ ફીવર જેવા છે લક્ષણો | icmr stat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo…

વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo…

5 months ago
એસટી બસની ટક્કરે બાઈક પરથી દંપતી પટકાતા પત્નીનું મોત | Couple thrown from bike after being hit by ST…

એસટી બસની ટક્કરે બાઈક પરથી દંપતી પટકાતા પત્નીનું મોત | Couple thrown from bike after being hit by ST…

11 months ago
‘જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ’, ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર | rahul gandhi …

‘જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ’, ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર | rahul gandhi …

4 months ago
મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ, હાઈ-એલર્ટ જાહેર | H…

મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ, હાઈ-એલર્ટ જાહેર | H…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News