gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ | NDA Set to Return in …

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ | NDA Set to Return in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં ફરી એકવાર NDAની સરકાર બનતી દેખાઈ રહી છે અને મોટાભાગના એક્ઝિટ પોલના અનુમાન સાચા પડી રહ્યા છે. જો કે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા. ભાજપના સૌથી મજબૂત અને પરંપરાગત ગઢ ગણાતા પટણા સાહિબ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે શરૂઆતી તબક્કામાં મોટી લીડ મેળવી લીધી હતી. જોકે હવે પટના સાહિબ જે ભાજપનું ગઢ કહેવાય છે તે મતવિસ્તારમાં પહેલા સંકટ બાદ હવે વલણોમાં દૃશ્ય બદલાતું દેખાય છે. 30માંથી 8 રાઉન્ડની ગણતરી બાદ હવે ભાજપના રતનેશ કુમાર કોંગ્રેસના શશાંત શેખરથી આગળ નીકળતા દેખાઇ રહ્યા છે. બંને વચ્ચે વોટનું અંતર વધીને 7000 જેટલું થઈ ગયું છે. જે ભાજપની તરફેણમાં આવી ગયું છે. 

પહેલા કોંગ્રેસ ઉમેદવાર 5000 વોટથી આગળ હતા

ભાજપ માટે ચિંતાની વાત એ હતી કે બે કલાકની મતગણતરી બાદ પટણા સાહિબ બેઠક પર ભારે રસાકસી જોવા મળી હતી. આ બેઠક પર ભાજપે આ વખતે 7 વખતના ધારાસભ્ય નંદકિશોર યાદવની જગ્યાએ યુવા ચહેરો રતનેશ કુમારને ટિકિટ આપી હતી જે ભાજપ માટે એક મોટી ભૂલ સાબિત થઇ શકે તેમ હતું. જોકે હવે આઠમા રાઉન્ડ સુધીમાં ભાજપની તરફેણમાં વોટ વધુ આવી જતાં દૃશ્ય બદલાઈ ગયું. કોંગ્રેસે આ બેઠક પરથી શશાંત શેખરને મેદાને ઉતાર્યા છે.

પહેલા બે રાઉન્ડની ગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર શશાંત શેખરે 5000 વોટની લીડ મેળવી લીધી હતી. જો કે, ત્રીજા રાઉન્ડમાં આ અંતરાળ ઘટીને 3000 વોટની લીડ સુધી પહોંચી ગયો હતો.આ પરંપરાગત ભાજપની બેઠક પર કોંગ્રેસની આ શરૂઆતી લીડ પક્ષ માટે ચિંતાનું કારણ બની હતી. જોકે 8 મા રાઉન્ડ સુધીમાં ચિત્ર બદલાઈ ગયું. 

આ પણ વાંચો: પંજાબમાં ફરી ખેડૂત આંદોલન શરૂ, શંભૂ બોર્ડર બંધ… જાણો હવે શું છે માંગ

જનસંઘના સમયથી ભાજપનો ગઢ

પટણા સાહિબ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી, જે અગાઉ પટણા પૂર્વી તરીકે ઓળખાતી હતી. આ બેઠક ભાજપની સૌથી મજબૂત બેઠકોમાંની એક ગણાય છે, જ્યાં પાર્ટી સૌથી ખરાબ સમયમાં પણ જીતતી આવી છે. 1995થી આ બેઠક પર ભાજપના વરિષ્ઠ નેતા નંદકિશોર યાદવનો સતત કબજો હતો. આ વખતે પાર્ટીએ તેમને બદલે રત્નેશ કુમાર પર વિશ્વાસ મૂક્યો છે.

ભગવા પક્ષ જનસંઘના ઘણાં સમયથી અહીં સત્તામાં છે. 1967 અને 1969ની ચૂંટણીમાં જનસંઘના રામદેવ મહતો અને 1977ની ચૂંટણીમાં જનતા પાર્ટીની ટિકિટ પર પણ રામદેવ મહતોએ જીત મેળવી હતી. આજે પટણા સાહિબમાં આ પરંપરાગત ગઢ ભાજપ જાળવી રાખે છે કે કોંગ્રેસ અહીં મોટો અપસેટ સર્જે છે, તેના પર સૌની નજર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
દુબઈમાં ભારતના ગેંગસ્ટર્સની પહેલી ગેંગવોર! બિશ્નોઈના નજીકના ગણાતા જોરા સિદ્ધુની હત્યાનો દાવો | Dubai…

દુબઈમાં ભારતના ગેંગસ્ટર્સની પહેલી ગેંગવોર! બિશ્નોઈના નજીકના ગણાતા જોરા સિદ્ધુની હત્યાનો દાવો | Dubai...

પંજાબમાં ફરી ખેડૂત આંદોલન શરૂ, શંભૂ બોર્ડર બંધ… જાણો હવે શું છે માંગ | Farmer Protests Resume in P…

પંજાબમાં ફરી ખેડૂત આંદોલન શરૂ, શંભૂ બોર્ડર બંધ... જાણો હવે શું છે માંગ | Farmer Protests Resume in P...

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: 70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું કમકમાટીભર્યું મોત | Kankaria Roa…

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: 70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું કમકમાટીભર્યું મોત | Kankaria Roa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર ડેપોને દિવાળી પર્વમાં રૃપિયા વીસ લાખની આવક | Gandhinagar Depot earns Rs 20 lakh during Diwa…

ગાંધીનગર ડેપોને દિવાળી પર્વમાં રૃપિયા વીસ લાખની આવક | Gandhinagar Depot earns Rs 20 lakh during Diwa…

5 months ago
ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં ગયા મહિને આઠ ટકાનો વધારો | China’s exports rose 8 percent last month …

ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં ગયા મહિને આઠ ટકાનો વધારો | China’s exports rose 8 percent last month …

5 months ago
‘એક કરોડ આપો તો જ…’, પિતા પાસે રહેવા દીકરીની વિચિત્ર માગથી સુપ્રીમ કોર્ટ ચોંકી | daughter demands …

‘એક કરોડ આપો તો જ…’, પિતા પાસે રહેવા દીકરીની વિચિત્ર માગથી સુપ્રીમ કોર્ટ ચોંકી | daughter demands …

8 months ago
પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ | NDA Set to Return in …

પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ | NDA Set to Return in …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News