gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરિણીતાની પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી લાશ ઝાડ સાથે લટકાડી દીધી | Married woman’s lover strangled he…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
પરિણીતાની પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી લાશ ઝાડ સાથે લટકાડી દીધી | Married woman’s lover strangled he…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જસદણના કોઠી ગામમાં આત્મહત્યાની જણાતી ઘટના હત્યાની નીકળી

મધરાત્રે પતિને ઊંઘતો રાખી પ્રેમી પાસે ગઇ, પરત ફરતી વખતે પતિ જાગી જતાં ફરીથી પ્રેમી પાસે જતાં મોત મળ્યું

રાજકોટ: જસદણ નજીકના કોઠી ગામે રામાપીરના મંદિર સામે કેળાના ઝાડ પર લટકતી કાજલ યોગેશભાઇ સાપરા નામની ૨૩ વર્ષની પરિણીતાની લાશ મળી આવી હતી. શરૂઆતમાં આત્મહત્યાની જણાતી આ ઘટના મર્ડરની નીકળી છે. કાજલની તેના પ્રેમી અશોક રણછોડ સાપરાએ મોઢે ડુચો દઇ, ગળું દબાવી ઠંડે કલેજે હત્યા કરી નાખ્યા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા લાશ કેળાના ઝાડ સાથે લટકાડી દીધી હતી. કાજલ પતિને ઊંઘતો રાખી પ્રેમી અશોકને મળવા ગઇ હતી. પાછળથી તેનો પતિ જાગી જતાં ફરીથી પ્રેમી અશોક પાસે જઇ પોતાને સાથે લઇ જવા કહ્યું હતું. આ મુદ્દે ઝઘડો થતાં પ્રેમી અશોકે તેની હત્યા કરી નાંખી હતી.

ગઇકાલે સવારે કાજલની લાશ મળી આવી હતી. જે અંગે ગામના સરપંચ વલ્લભભાઇ સોલંકીએ જસદણ પોલીસને જાણ કરતાં પીઆઇ જે.પી.ગોસાઇ સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ નિરિક્ષણ કરતાં જ પોલીસને બનાવ શંકાસ્પદ લાગ્યો હતો. જેને કારણે તપાસમાં એલસીબીની ટીમે પણ ઝુકાવ્યું હતું. એએસપી નવીન ચક્રવર્તીએ જુદી-જુદી ટીમોને કામે લગાડી હતી. આખરે કાજલના મોબાઇલની કોલ ડીટેઇલ અને હ્યુમન સોર્સિસની મદદથી તેની હત્યા થયાનું સ્પષ્ટ થયું હતું.

તે સાથે જ કોઠી ગામમાં રહેતા અશોકની પોલીસે અટકાયત કરી હતી. તેની પુછપરછમાં એવી વિગત ખુલી છે કે, કાજલ, તેનો પતિ યોગેશ, સાસુ હંસાબેન અને ભત્રીજી શ્રદ્ધા મકાનની બહાર સુઇ ગયા હતા. ત્યારબાદ કાજલ પતિને ઊંઘતો રાખી પોતાના મકાનથી થોડે દૂર બંધ મકાનમાં રાહ જોતાં પ્રેમી અશોકને મળવા ગઇ હતી. મધરાત્રે અઢી વાગ્યે તેના પતિની ઊંઘ ઉડી જતાં શોધખોળ શરૂ કરી હતી. 

બીજી તરફ કાજલ મધરાત્રે પ્રેમીને મળી ઘરે જતી હતી ત્યારે પતિ સહિતના પરિવારજનો શોધખોળ કરતાં હોવાની જાણ થતાં ગભરાઇ ગઇ હતી. તત્કાળ પ્રેમી અશોક પાસે પરત ફરી હતી અને તેને કહ્યું કે, હવે હું ઘરે પાછી નહીં જાઉ, મને તું તારી સાથે લઇ જા. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં કાજલે બૂમાબૂમ શરૂ કરી હતી. તે સાથે જ પ્રેમી અશોકે તેનો અવાજ દબાવવા તેના મોઢામાં કાગળનો ડૂચો ભરાવી દીધો હતો. જેને કારણે કાજલનો શ્વાસ રૂંધાઇ જતાં અર્ધબેભાન જેવી બની જતાં ગળું દબાવી તેને શાંત પાડી દીધી હતી. 

ત્યારબાદ  કાજલની લાશ ખભા પર નાંખી ૫૦ મીટર દૂર આવેલા અવાવરૂ મકાન સુધી લઇ ગયો હતો. મકાનની બહાર કેળાના વૃક્ષ સાથે તેની લાશ લટકાડી બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં કાજલનો મોબાઇલ ફોન પણ તોડી નાંખ્યો હતો. મધરાત્રે પત્ની કાજલને પથારીમાં ન જોઇ પતિ સહિતના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. વહેલી સવારે કાજલના મોબાઇલમાંથી તેના પતિ અને નણંદ કે જેનું નામ પણ કાજલ છે તેને મેસેજ આવ્યો હતો કે, હું એટલે કે કાજલ તસાબાપુના ઘરે છું ત્યાં આવી જાઓ. 

પરિણામે યોગેશ, તેની માતા, બનેવી સંજય માલકીયા અને બહેન કાજલ સહિતના પરિવારજનો તસાબાપુના ઘરે દોડી ગયા હતા. પરંતુ ત્યાંથી કાજલ નહીં મળતાં ઘરે પરત આવી ગયા હતા. વહેલી સવારે તેમને કાજલની લાશ મળ્યાની જાણ થઇ હતી. 

– કાજલના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા, અગાઉ રાજકોટ રહેતી હતી

રાજકોટ: જસદણ પોલીસે હત્યાનો ભોગ બનનાર કાજલના પતિ યોગેશની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે, બંનેના એકાદ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. અગાઉ રાજકોટ રહેતા હતા. એકાદ માસ પહેલાં જ કોઠી ગામે રહેવા ગયા હતા. આરોપી, યોગેશનો દૂરનો સંબંધી હોવાની માહિતી મળી છે. આરોપી પણ પરિણીત છે. કાજલના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. એટલું જ નહીં કાજલ અને આરોપીએ બનાવ વખતે પહેરેલા કપડાં કબજે કર્યા હતા. કાજલનો તુટેલી હાલતમાં મોબાઇલ ફોન પણ કબજે કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી | Huge commotion after receiving bomb th…

કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી | Huge commotion after receiving bomb th...

અલ નીનો ઈફેકટ, વરસાદ ખેંચાવાના કારણે શહેરના જળાશયોમાં માછલીઓના મોત થવાની શક્યતા | fish death due to …

અલ નીનો ઈફેકટ, વરસાદ ખેંચાવાના કારણે શહેરના જળાશયોમાં માછલીઓના મોત થવાની શક્યતા | fish death due to ...

મેયર કથામાં વ્યસ્ત, કમિશનરે કામ શરૃ કરાવ્યું આજવા સરોવરને ઊંડુ કરવાનું કામ સામા ચોમાસાએ શરૃ કરાયું |…

મેયર કથામાં વ્યસ્ત, કમિશનરે કામ શરૃ કરાવ્યું આજવા સરોવરને ઊંડુ કરવાનું કામ સામા ચોમાસાએ શરૃ કરાયું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઈ વખતે મને અહીંથી ૧૭ મત મળ્યા હતા, મત માંગવા ગયેલા લાંભાના અપક્ષ ઉમેદવારને લોકોએ ભગાડી દીધા | Last …

ગઈ વખતે મને અહીંથી ૧૭ મત મળ્યા હતા, મત માંગવા ગયેલા લાંભાના અપક્ષ ઉમેદવારને લોકોએ ભગાડી દીધા | Last …

5 months ago
ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ | One fire incident every two days in Bhavnagar district

ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ | One fire incident every two days in Bhavnagar district

1 year ago
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્…

12 months ago
સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું – અકસ્માતના કેસમાં ‘કેશલેસ’ સુવિધાના અમલમાં વિલંબ કેમ? | If …

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું – અકસ્માતના કેસમાં ‘કેશલેસ’ સુવિધાના અમલમાં વિલંબ કેમ? | If …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News