gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પહેલા મોદીજી અમેરિકા જતા, ગળે મળતા, હવે એવી તસવીરો જોઈ? ટ્રમ્પે ટેરિફ લગાવી દીધા, પરંતુ મોદીજીએ ચૂં …

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
પહેલા મોદીજી અમેરિકા જતા, ગળે મળતા, હવે એવી તસવીરો જોઈ? ટ્રમ્પે ટેરિફ લગાવી દીધા, પરંતુ મોદીજીએ ચૂં …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Say on Reservation : ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે તેમની જન્મભૂમિ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બે દિવસ માટે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું છે. કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના ઈતિહાસનો મુદ્દો છેડ્યો હતો. આ સાથે તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આક્રમક પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘100 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા અને 150 વર્ષ પહેલાં સરદાર પટેલજીનો જન્મ થયો હતો. આ બંને કોંગ્રેસ પાર્ટીનો પાયો છે. હું પછાત લોકો માટે કામ રહ્યો છું.’ આ દરમિયાન તેમણે ટેરિફ, વિદેશ નીતિ, અનામત, અગ્નિવીર અને વિચારધારાઓ સહિત અનેક મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. 

ટ્રમ્પે ટેરિફ લાદ્યા, તો ધ્યાન ભટકાવવા સંસદમાં નાટક કરાવ્યું  

અમેરિકાના ટેરિફના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘પહેલાં મોદી અમેરિકા જતા અને પ્રમુખ ટ્રમ્પને ગળે મળતા. હવે તમે ટ્રમ્પને ગળે મળતો કોઇ ફોટો જોયો? ટ્રમ્પે નવા ટેરિફ લગાવી દીધા. મોદીજીએ ચૂં પણ ના કર્યું. જનતાનું ધ્યાન ત્યાં ન જાય એટલે સંસદમાં નાટક કરાવ્યું. હકીકત એ છે કે આર્થિક વાવાઝોડું આવશે. કોરોનામાં મોદીજીએ થાળી વગડાવી હતી. હવે ક્યાં સંતાઇ ગયા છે?’

બાંગ્લાદેશમાં વાત કરતી વખતે ક્યાં ગઇ 56 ઇંચની છાતી?

‘તો બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમંદ યુનુસ અને પીએમ મોદીની મુલાકાતને લઇને રાહુલ ગાંધીએ જોરદાર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે બાંગ્લાદેશ ભારત વિરૂદ્ધ નિવેદન આપી રહ્યું છે. ભારતના વડાપ્રધાન ત્યાંના નેતાને મળ્યા. તેમના મોંઢામાંથી એકપણ શબ્દ નીકળ્યો નહી. ક્યાં ગઇ 56 ઇંચની છાતી.’

અમે 50 ટકા અનામતની દીવાલ તોડી દઇશું

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે ‘તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઇએ કે કેટલા દલિત છે, કેટલા પછાત છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.

પીએમ મોદી અને આરએસએસએ સ્પષ્ટ કરી દીધું કે અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવવા માંગતા નથી. અમે સંતાડવા માંગીએ છીએ. મેં કહ્યું કે, તમે છુપાવવું હોય એટલું છુપાવો. અમે અહીંથી જાતિ આધારિત વસતી ગણતરી પાસ કરીશું. હું ફરીથી કહી રહ્યો છું કે 50 ટકા અનામતની જે દીવાલ છે તેને અમે તોડી દઇશું. અમે જે તેલંગાણામાં કર્યું તે દિલ્હીમાં અને આખા ભારતમાં કરવા જઇ રહ્યા છીએ.’

લોકો મારા વિશે શું વિચારે છે તેનાથી મને ફરક પડતો નથી

દાદી ઈન્દિરા ગાંધીને યાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘એકવાર મેં ઈન્દિરા ગાંધીજીને સવાલ પૂછ્યો હતો કે, તમે દુનિયામાં ન હોવ, ત્યારે લોકોએ તમારા વિશે શું બોલવું કે વિચારવું જોઈએ? આ વાતનો જવાબ આપતા તેમણે હતું કે, રાહુલ, હું માત્ર મારું કામ કરું છું. હું ના હોઉં ત્યારે લોકો મારા વિશે શું વિચારે છે તેની મને ચિંતા નથી. મારું ફોકસ માત્ર કામ પર છે. હું ના હોઉં ત્યારે દુનિયા મને ભૂલી જાય, તો મને મંજૂર છે, કારણ કે મેં પોતાનું કામ બરાબર રીતે કર્યું છે. લોકો શું વિચારે છે, તેનાથી મને ફરક પડતો નથી.’

અગ્નિવીરોને શહીદ કે પેન્શનનો લાભ પણ નહીં મળે 

રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો ભારતની તમામ સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. પછાત અને દલિતોને જ્યાં સ્થાન મળતું હતું, ત્યાંના રસ્તા બંધ કરી રહ્યા છે. પહેલાં દરેક સમાજના યુવાનો સેનામાં જઇ શકતા હતા. તેમને પગાર, પેન્શન, એક્સ-સર્વિસમેનનો દરજ્જો મળતો હતો. બધુ ખતમ કરી દીધું.  ‘આજે અમારી સરકાર યુવાનોને કહે છે કે તમે યુદ્ધમાં શહીદ થશો, જો તમે અગ્નિવીર હશો તો તમને શહીદનો દરજ્જો અને પેન્શન આપીશું નહી. તમારી સાથે જે લડી રહ્યા છે તેમને મળશે, તમને નહી. દલિત, પછાત, અતિ-પછતને નુકસાન થઇ રહ્યું છે.’

અદાણી અને અંબાણીના મેનેજમેન્ટમાં કોઇ દલિત-પછાત નથી

રાહુલ ગાંધીએ અદાણી-અંબાણી પર પ્રહાર કરતાં કહ્યું કે હવે બધા બિઝનેસ અદાણી અને અંબાણીને મળી રહ્યા છે. અદાણી અને અંબાણીની કંપનીની મેનેજમેન્ટ લિસ્ટ નિકાળો તો એક પણ દલિત, આદિવાસી અને પછાત મળશે નહી. 90 ટકા લોકો માટે કશું વધ્યું નથી. તેમને ફક્ત ગરીબી અને બેરોજગારી મળી છે. 

આખા દેશની સંપત્તિ અદાણી-અંબાણીને અપાઈ રહી છે

રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ‘તે સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. આખા દેશની સંપત્તિ અદાણી-અંબાણીને અપાઈ રહી છે, બંધારણમાં એવું ક્યાંય નથી લખ્યું કે બધું ધન બે-ત્રણ લોકોના હાથમાં જ જવું જોઈએ. સંવિધાનમાં એવું ક્યાંય લખ્યું નથી કે દેશના તમામ ચાન્સલર આરએસએસના હોવા જોઇએ? સંવિધાનમાં ક્યાંય એવું લખ્યું નથી કે કોઇ ખાસ ભણાવવામાં આવશે. જે પાર્ટીની પાસે વિચારધારા, સ્પષ્ટતા નથી, તે ભાજપ અને આરેસએસના સામે ઉભી રહી શકે નહી. જેની પાસે વિચારધારા છે, તે ભાજપ અને આરએસએસ સામે ઉભી રહી શકે, તે તેમને હરાવશે.’

‘આરએસએસએ તિરંગાને સલામી આપી ન હતી’

‘અમે અંગ્રેજો અને આરએસએસની વિચારાધારા વિરૂદ્ધ લડી રહ્યા હતા. તેમની વિચારધારા સ્વતંત્રતા સંગ્રામની વિચારધારા નથી. જે દિવસે સંવિધાન લખવામાં આવ્યું હતું, તે દિવસે સંઘે રામલીલા મેદાનમાં સંવિધાનને સળગાવ્યું હતું. તેમાં લખ્યું છે કે આપણા દેશનો ઝંડો તિરંગો હશે. વર્ષો સુધી આરએસએસએ તિરંગાને સલામી આપી ન હતી. તે હિંદુસ્તાનની બધી સંસ્થાઓ કબજા કરવા તમારા પૈસા અદાણી-અંબાણી આપવા માંગે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…
GUJARAT

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…

May 18, 2026
વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…
GUJARAT

વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…

May 18, 2026
અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …
GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

May 18, 2026
Next Post
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શરમજનક હરકત, મુસાફરે ખાનગી કંપનીના મોટા અધિકારી પર કર્યો પેશાબ

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શરમજનક હરકત, મુસાફરે ખાનગી કંપનીના મોટા અધિકારી પર કર્યો પેશાબ

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર: બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યુ…

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર: બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યુ...

દ્વારકામાં આવતી કાલે યોજાનાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના સત્કાર સમારોહની તૈયારીઓ પૂરજોશમાં

દ્વારકામાં આવતી કાલે યોજાનાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના સત્કાર સમારોહની તૈયારીઓ પૂરજોશમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી | ka…

હરણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી | ka…

7 months ago
સાસરિયાના ત્રાસથી કંટાળી 19 વર્ષીય પરિણીતાની આત્મહત્યા, પતિ સહિત ત્રણ સામે ફરિયાદ | Ahmedabad 19 yea…

સાસરિયાના ત્રાસથી કંટાળી 19 વર્ષીય પરિણીતાની આત્મહત્યા, પતિ સહિત ત્રણ સામે ફરિયાદ | Ahmedabad 19 yea…

5 months ago
ગોમતીપુરમાં હોસ્પિટલ નજીકથી વિકલાંગ યુવકની લાશ મળી | A küna inisin emön säräfö lon Gomtipur

ગોમતીપુરમાં હોસ્પિટલ નજીકથી વિકલાંગ યુવકની લાશ મળી | A küna inisin emön säräfö lon Gomtipur

5 months ago
‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…

‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News