gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાક-ચીનમાં ફફડાટ: ભારતે પરમાણુ હથિયારો કર્યા તૈનાત, ‘ઓપરેશન સિંદૂર’માં પાકના ન્યુક્લિયર બેઝ પર કર્યો…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in INDIA
0 0
0
પાક-ચીનમાં ફફડાટ: ભારતે પરમાણુ હથિયારો કર્યા તૈનાત, ‘ઓપરેશન સિંદૂર’માં પાકના ન્યુક્લિયર બેઝ પર કર્યો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Deploye Nuclear Weapons: દુનિયાભરમાં હથિયારો અને સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા ‘સિપ્રી'(SIPRI – સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ના તાજા વાર્ષિક અહેવાલે પાકિસ્તાન અને ચીનના સંરક્ષણ મંત્રાલયોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ રિપોર્ટમાં સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ઇતિહાસમાં પહેલીવાર પોતાના ઓછામાં ઓછા 12 પરમાણુ હથિયારોને તુરંત હુમલો કરી શકે તેવી ‘ઓપરેશનલ સ્થિતિ’ માં તૈનાત કરી દીધા છે.

આ ઉપરાંત, આ અહેવાલમાં ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’(7-10 મે 2025)ને લઈને મોટો ખુલાસો કરાયો છે કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના પરમાણુ હથિયારોના મુખ્ય ઠેકાણાઓ પર જ સીધો એરસ્ટ્રાઇક હુમલો કર્યો હતો.

ભારતે બદલી દાયકાઓ જૂની પરમાણુ નીતિ: 12 હથિયારો હુમલા માટે સજ્જ

અત્યાર સુધી વૈશ્વિક સ્તરે એવું માનવામાં આવતું હતું કે ભારત શાંતિના સમયમાં પોતાના પરમાણુ હથિયારો અને તેને લઈ જનારી મિસાઇલો કે લોન્ચર્સને અલગ-અલગ સ્ટોરેજમાં સુરક્ષિત રાખે છે. જોકે સિપ્રીના રિપોર્ટ અનુસાર ચીન અને પાકિસ્તાન તરફથી વધી રહેલા સંભવિત જોખમોને જોતાં ભારતે દાયકાઓ જૂની આ વ્યવસ્થા બદલી નાખી છે.

ભારતે હવે પોતાના 12 પરમાણુ વોરહેડ્સને કાયમી ધોરણે તેના ડિલિવરી સિસ્ટમ (મિસાઇલ, યુદ્ધપોત અથવા લડાકુ વિમાનો) સાથે એટેચ કરીને સરહદી કે દરિયાઈ સૈન્ય મથકો પર તૈનાત રાખ્યા છે. આ કદમનો મુખ્ય હેતુ એ છે કે જો દુશ્મન દેશ ભારત પર પરમાણુ હુમલો કરવાની કોશિશ પણ કરે, તો ભારત સેકન્ડોના સમયમાં પલટવાર કરીને તેની પરમાણુ જવાબી કાર્યવાહી કરી શકે.

સમુદ્રમાં ગર્જના: પરમાણુ મિસાઇલથી સજ્જ બે સબમરીન તૈનાત

રિપોર્ટ અનુસાર ઓગસ્ટ 2024થી ભારતે પરમાણુ મિસાઇલો લોન્ચ કરવા સક્ષમ એવી બે સ્વદેશી સબમરીન INS અરિઘાત અને INS અરિદમન ને ઓપરેશનલ પેટ્રોલ માટે સમુદ્રમાં તૈનાત કરી દીધી છે. આ સબમરીનો મહિનાઓ સુધી સમુદ્રના પેટાળમાં રહીને સીધી સૈન્ય લીડરશિપ સાથે કનેક્ટેડ રહે છે. ભારતની ‘નો ફર્સ્ટ યુઝ’ નીતિ હેઠળ આ સબમરીન ભારતની સૌથી મોટી સુરક્ષા ઢાલ માનવામાં આવે છે.

‘ઓપરેશન સિંદૂર’નો સનસનાટીભર્યો ખુલાસો: પાકના પરમાણુ ઠેકાણાઓ પર થયો હતો બોમ્બમારો

7થી 10 મે 2025 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા હાઇ-વોલ્ટેજ સૈન્ય ઘર્ષણ ‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ વીતી ગયું હોવા છતાં વૈશ્વિક એજન્સીઓ હજુ પણ ભારતની આક્રમક તાકાતની પ્રશંસા કરી રહી છે. સિપ્રીના અહેવાલે આ ઓપરેશનને લઈને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે પોલ ખોલી દીધી છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ‘કિરાના હિલ્સ’ વિસ્તારમાં થયેલા વિસ્ફોટોના વીડિયો વાયરલ થયા હતા. સિપ્રીએ પુષ્ટિ કરી છે કે કિરાના હિલ્સ વાસ્તવમાં પાકિસ્તાનનું સૌથી મોટું પરમાણુ હથિયાર સંગ્રહ કેન્દ્ર છે. આ સાથે જ ભારતીય વાયુસેનાએ રડાર તોડીને રાઇટ ડાયરેક્શનમાં ઘૂસીને રાત દરમિયાન પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત ‘નૂરખાન એરબેઝ’ પર આવેલા ‘ન્યુક્લિયર કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટર’ને પણ સીધું ટાર્ગેટ કર્યું હતું.

ભારતે પાકિસ્તાનના જે જે એરબેઝ અને મિસાઇલ લોન્ચિંગ પેડ્સ તબાહ કર્યા હતા, તે તમામ પાકિસ્તાનની ન્યુક્લિયર ચેઇન સાથે જોડાયેલા હતા. આ ઓપરેશન બાદ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં કહ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનના વર્ષો જૂના પરમાણુ બ્લેકમેલિંગના ફુગ્ગાને કાયમ માટે ફોડી નાખ્યો છે. જોકે, આ તણાવ છતાં બંને દેશોએ પરમાણુ સીમા વટાવી નહોતી જે મોટી રાહત હતી.

ભારત વિરુદ્ધ પાકિસ્તાન: પરમાણુ હથિયારોની સરખામણી

રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2026 સુધીના ડેટા પ્રમાણે ભારત પાકિસ્તાન કરતાં વધુ ઝડપથી અને અત્યાધુનિક ટૅક્નોલૉજી સાથે પોતાના પરમાણુ હથિયારોનો વિકાસ કરી રહ્યું છે.

વિગત                                                 ભારત                     પાકિસ્તાન

કુલ પરમાણુ હથિયારો                           190                              170

ઓપરેશનલ સ્થિતિમાં હથિયાર                 12                              00

પરમાણુ પ્રોગ્રામ પર વાર્ષિક ખર્ચ (2025) 2.8 અબજ ડૉલર       1.5 અબજ ડૉલર

પરમાણુ બજેટમાં અમેરિકા-ચીન દુનિયામાં સૌથી આગળ

ઇન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ(ICAN)ના અહેવાલ મુજબ, વર્ષ 2025માં વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારો પાછળ થયેલો ખર્ચ રૅકોર્ડ બ્રેક 119 અબજ ડૉલર પર પહોંચી ગયો છે. દુનિયાના ટોચના દેશોનો વાર્ષિક ખર્ચ નીચે મુજબ રહ્યો છે:

• અમેરિકા: 69.2 અબજ ડૉલર

• ચીન: 13.5 અબજ ડૉલર

• યુનાઇટેડ કિંગડમ: 12.6 અબજ ડૉલર

• રશિયા: 9.5 અબજ ડૉલર

• ફ્રાન્સ: 7.7 અબજ ડૉલર

• ઈઝરાયલ: 1.2 અબજ ડૉલર

• ઉત્તર કોરિયા: 656 મિલિયન ડૉલર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…
INDIA

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

June 9, 2026
Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…
INDIA

Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

June 9, 2026
હિંમત હોય તો રાજીનામું આપી ભાજપની ટિકિટ પર લડો…’, બળવાખોર સાંસદોને TMCની ચેલેન્જ | tmc mp kalyan b…
INDIA

હિંમત હોય તો રાજીનામું આપી ભાજપની ટિકિટ પર લડો…’, બળવાખોર સાંસદોને TMCની ચેલેન્જ | tmc mp kalyan b…

June 9, 2026
Next Post
Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super...

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…

ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…

3 months ago
જામનગરની ખાણ ખનીજ વિભાગની ટીમના ધ્રોળ પંથકમાં અવિરત દરોડા: ખનીજ ચોરી અંગે એક જેસીબી અને પાંચ ટ્રેક્ટ…

જામનગરની ખાણ ખનીજ વિભાગની ટીમના ધ્રોળ પંથકમાં અવિરત દરોડા: ખનીજ ચોરી અંગે એક જેસીબી અને પાંચ ટ્રેક્ટ…

5 months ago
જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused …

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused …

2 weeks ago
ડાકોર મંદિરમાં બનાવેલા 12 કુંજમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી | Tulsi marriage celebrated with pomp…

ડાકોર મંદિરમાં બનાવેલા 12 કુંજમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી | Tulsi marriage celebrated with pomp…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News