gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં | Crop Loss Ang…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં | Crop Loss Ang…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Crop Loss Anger Erupts In Gujarat: ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલી નુકસાની અંગે રાજ્ય સરકાર હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લઈ શકી નથી. ત્યારે કુદરતનો માર ખાઈને હતાશ થયેલા ખેડૂતો હવે સરકાર સામે આકરા પાણીએ આવી ગયા છે. ત્યારે ભાવનગરના સિહોરમાં ખેતરમાં પાક બાળીને હવન કરવામાં આવ્યો હતો. જ્યારે અમરેલીમાં રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોએ સરકારી કચેરી સામે પ્રતિકાત્મક રીતે પોક મૂકીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ગાંધીનગરમાં સરકારની ઊંઘ ઉડાવવા ખેડૂતોએ ઢોલ-નગારા વગાડ્યા હતા. બીજી તરફ તાલાલા ગીરથી થઈને ગાંધીનગર સુધી ઠેર ઠેર પાન નુકસાનીના ડિજિટલ સર્વેનો બહિષ્કાર થઈ રહ્યો છે. ત્યારે આ ઉગ્ર વિરોધ કાર્યક્રમોને લઈને સરકાર ચિંતામાં મૂકાઈ છે.

ખેડૂતોના બેન્ક ખાતામાં સીધી સહાય જમા કરવા માગ

ભાવનગરના સિહોર પંથકમાં ખેડૂતોએ વરસાદથી નુકસાની પામેલા મગફળીના પાકના છોડવા બાળીને હવન કર્યો હતો. આ હવન દ્વારા ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારે અમરેલીમાં મામલતદાર કચેરી સામે એકત્ર થયેલા ખેડૂતોએ પોક મૂકીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોખે જણાવ્યું હતું કે, ‘સર્વે કર્યાં બાદ પણ સરકાર ફક્ત 12 હજાર રૂપિયા સહાય આપીને ઊભી રહેશે. આટલા ખર્ચમાં તો ખેતર સાફ પણ થઈ શકે તેમ નથી.’ 

વરસાદના કારણે પાકમાં 100 ટકા નુકસાન

અમરેલીના સાવરકુંડલા, ખાંભા, દાઢીયાળી, ભાવરડી તેમજ ખાંભા ગીરના જામકા સહિતના ગામોમાં ખેડૂતોએ ઓનલાઈન સર્વેનો બહિષ્કાર કર્યો છે. ખેડૂતોએ આવેદન પત્ર પાઠવીને માગણી કરી હતી કે વરસાદના કારણે પાકમાં 100 ટકા નુકસાની થઈ છે, તો પછી સર્વેમાં સમય બગાડવાના બદલે સરકારે ખેડૂતોના બેન્ક ખાતામાં સીધી સહાય જમા કરવી જોઈએ. ગામડાઓમાં નેટવર્કના અભાવે એપ્લિકેશન ખુલતી નથી, માટે સર્વેયર અને ખેડૂતો બંને હેરાન થાય છે.

સર્વેની કામગીરીનો બહિષ્કાર

ગાંધીનગર જિલ્લામાં પણ માવઠાના વરસાદથી ખરીફ પાકને વ્યાપક નુકશાન થયું છે. તારીખ 30 ઓક્ટોબરથી નુકશાની સર્વે કરવા આદેશ પણ અપાયા છે. ત્યારે ગાંધીનગર તાલુકાના ખેડૂતોએ તાત્કાલીક સહાય ચૂકવવાની માંગણી સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જિલ્લા કચેરીએ પહોંચેલા ખેડૂતોએ આ સાથે સરકારની ઊંઘ ઉડાડવા ઢોલ નગારા વગાડયા હતાં અને પશુઓ માટેના ઘાસચારાની ચીંતા પણ જતાવી હતી.

આ પણ વાંચો: ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો

તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામના ખેડૂતોએ સહાય નહીં પાક ધિરાણ માફ કરવાની માંગણી સાથે સર્વેની કામગીરીનો બહિષ્કાર કર્યો છે. તાલાલા પંથકના છેવાડે આવેલ પાણીકોઠા, વલાદર અને જાવંત્રી ગીર ત્રણ ગામની જૂથ ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ સ્થાને ખેડૂત સભા યોજાઈ હતી. ભારે વરસાદના કારણે મગફળી, સોયાબીન અને કઠોળ વિગેરે તૈયાર ખરીફ પાક નાશ પામ્યો છે. માટે ખેડૂતોના પાક ધિરાણ માફ કરવા સભાએ માંગણી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…
GUJARAT

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…

March 26, 2026
રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road
GUJARAT

રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road

March 26, 2026
ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler
GUJARAT

ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

March 26, 2026
Next Post
વાસણા રોડ પર પાર્કિંગના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી | Neighbors cla…

વાસણા રોડ પર પાર્કિંગના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી | Neighbors cla...

રાજસ્થાનથી વડોદરા શહેરમાં ડિલિવરી દુમાડ ચોકડીથી ગાડીનો પીછો કરતા દારૃ સાથે પાદરાનો શખ્સ ઝડપાયો | pad…

રાજસ્થાનથી વડોદરા શહેરમાં ડિલિવરી દુમાડ ચોકડીથી ગાડીનો પીછો કરતા દારૃ સાથે પાદરાનો શખ્સ ઝડપાયો | pad...

ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ ‘જય ગિરનારી’ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ | girnar lili …

ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ 'જય ગિરનારી'ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ | girnar lili ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોકરીમાં જનરલ સીટો પર એસસી, એસટી, ઓબીસીનો પણ હક : સુપ્રીમ

નોકરીમાં જનરલ સીટો પર એસસી, એસટી, ઓબીસીનો પણ હક : સુપ્રીમ

3 months ago
ગુજરાતમાં કુદરતી આફતને કારણે 5 વર્ષમાં 758 લોકોના મોત, 1.90 લાખથી વધુ ઘરને નુકસાન | 758 people died …

ગુજરાતમાં કુદરતી આફતને કારણે 5 વર્ષમાં 758 લોકોના મોત, 1.90 લાખથી વધુ ઘરને નુકસાન | 758 people died …

4 months ago
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની આવક! દર કલાકે 43 વ્યક્તિ નિયમભંગ કરતા પકડાયા |…

વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની આવક! દર કલાકે 43 વ્યક્તિ નિયમભંગ કરતા પકડાયા |…

2 months ago
‘દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા’, RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું | RJD Lead…

‘દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા’, RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું | RJD Lead…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News