![]()
વડોદરા,વાઘોડિયાની એક કંપનીમાં નોકરી કરતા યુવકના લગ્ન નહીં થતા ટેન્શનમાં રહેતી માતાએ બિલ્ડિંગની અગાશી પરથી નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર કાન્હા ડ્રીમ લેન્ડમાં રહેતા મીનાબેન કિરીટસિંહ ચૌહાણ તેમના પુત્ર સાથે રહે છે. આજે સવારે તેઓ રાબેતા મુજબ, એપાર્ટમેન્ટની અગાશી પર વોકિંગ માટે ગયા હતા. તેમણે અગાશી પરની નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. એપાર્ટમેન્ટના રહીશે મીનાબેનના પુત્રને જાણ કરતા તે દોડી આવ્યો હતો. કપુરાઇ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે મીનાબેનના પુત્રનું નિવેદન લેતા તેણે જણાવ્યું હતું કે, મારા લગ્ન થતા નહીં હોઇ મારી માતા ટેન્શનમાં રહેતા હતા. જેના કારણે તેમણે આ પગલું ભર્યુ હોવાની શક્યતા છે. પોલીસની તપાસમાં એવી પણ વિગતો જાણવા મળી છે કે, મીનાબેનના પતિનું અવસાન થયું છે. ત્યારબાદ માતા અને પુત્ર સાથે રહે છેે.










