અમદાવાદ, શનિવાર
ઇસનરપુરમાં યુવકના મામાના જમીન અંગે ફસાયા હતા જે રૃપિયા કઢાવી આપવાનું કહીને રિઢા ગુનેગારે મારી પોલીસમાં સારી ઓળખાણ છે તેમ કહીને યુવક પાસેથી રૃા. ૩૯.૨૦ લાખ પડાવ્યા હતા. ચાર વર્ષ સુધી ગોળ ગોળ ફેરવીને કામ કર્યું ન હતું અને યુવકે રૃપિયા પરત માગતા જે થાય તે કરી લે કહીને ધમકી આપી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાર વર્ષ સુધી રવાડે ચઢાવી કામ કર્યું નહી રૃપિયા પરત આપવાના બદલે રૃપિયા મળશે નહી થાય તે કરી લે મે જેલ જોઇ લીધી છે મારા વિરુધ્ધ ઘણી ફરિયોદ થયેલી છે કહી ધમકી આપી
મણિનગરમાં રહેતા સાગર જાટકીયા (ઉ.વ.૩૦)એ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઘોડાસરમાં જયેશભાઇ ઠક્કર સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦૨૦માં શ્વાનને માર મારવામાં આવ્યો હતો. જેની ફરિયાદ મળતા એનજીઓ તરફથી યુવક તેની ટીમ સાથે પહોંચ્યો હતો. ત્યારે આરોપી સાથે મુલાકાત થઇ હતી
૨૦૨૧માં યુવકના મામાએ ઇસનપુર રહેતા કેતનભાઈ પાસેથી જમીન અંગેના રૃપિયા લેવાના નીકળે છે ઘણા તે આપતા નથી માટે મારે પોલીસ ફરિયાદ કરવા જવુ છે કહેતા યુવક મામાને લઈને પોલીસ ફરિયાદ કરવા ગયા ત્યારે ઇસનપુર પોલીસ સ્ટેશન બહાર યુવકને આરોપી મળ્યો અને પોલીસમાં મારી બહુ ઓળખાણ છે, હું વાત કરીને બધું પતાવી આપીશ કહીને તમારુ કામ થઇ જશે પંરંતુ પોલીસને વ્યવહાર કરવો પડશે કહીને રૃા.૭૦ હજાર માંગ્યા બાદ કુલ રૃા. ૩૯.૨૦ લાખ રૃપિયા પડાવી લીધા હતા.










